ટીમ ઈન્ડિયાએ જીત માટે બનાવ્યા હતા 2 રૂલ્સ, 9-0 બાદ રોહીત શર્માએ ખોલ્યું વર્લ્ડકપની સફળતાનું રહસ્ય
ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીની સૌથી સફળ ટીમ છે. તેઓ એકમાત્ર એવી ટીમ છે જે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હારી નથી. સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાની આ જીતનું રહસ્ય શું છે? નેધરલેન્ડ સામેની જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ ભારતીય ટીમની સફળતાનું રહસ્ય ખોલ્યું છે. તો જાણીએ આ રહસ્ય છે શું

વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાની ગાડી ફુલ સ્પીડમાં દોડી રહી છે. 8 ઓક્ટોમ્બરથી 12 નવેમ્બર વચ્ચે રમેલી તમામ 9 મેચ ભારતે જીતી છે. એટલે કે, 9 જીત અને હાર 0 છે. ભારતે 9મી જીત નેઘરલેન્ડને 160 રનથી હાર આપી છે અને આ સાથે સેમિફાઈનલ મેચ પહેલા ભારતે જીત મેળવી છે. પરંતુ વર્લ્ડકપના આ વિજય રથમાં ભારતીય ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. આની પાછળનું કારણ શું છે. તો આનો જવાબ છે ભારતીય ટીમના કમાન્ડર રોહિત શર્મા છે.
રોહિત શર્માએ નેધરલેન્ડને હરાવ્યા બાદ વર્લ્ડકપમાં ભારતની સફળતાનો રાઝ ખોલ્યો છે. તેની વાતો સાંભળી એવું લાગે છે કે, ટીમ ઈન્ડિયાના આ 2 રુલ ન હોત તો જીતવું મુશ્કેલ હતુ. ચાહકો તે બે નિયમો વિશે જાણવા માટે ઉત્સુક હશો જે ભારતીય ટીમની જીતની ફોર્મ્યુલા બની ગઈ છે.
કઈ બે વાત છે ટીમ ઈન્ડિયા માટે સફળ સાબિત થઈ ?
રોહિત શર્માએ ભારતની સફળતાનું રાઝ ખોલ્યું છે. તેના મુજબ 2 વાત પર ધ્યાન જાય છે. જે લાગે છે કે, આ 2 નિયમ ટીમ ઈન્ડિયા માટે જરુરી હતા. પહેલી વાત જે રોહિત શર્માએ કહી તે છે તે એક મેચ વિશે જ વિચારે છે. બીજી વાત છે. દરેક ખેલાડીને ખબર છે કે, તેણે કેવું પ્રદર્શન કરવું છે. જો ટીમ ઈન્ડિયાની તમામ 9 જીત જોઈએ તો આજ 2 વાત જોવા મળી રહી છે.
રોહતિ કહ્યું એક મેચ વિશે જ વિચાર્યું કે, તેણે મેચ અલગ અલગ સ્થળો પર રમવાની હતી. અને તેની ટીમને આ પરિસ્થિતિ અનુસાર રમવાનું હતુ. રોહિતની બીજી વાત છે કે, દરેક ખેલાડીને પોતાનો રોલ સારી રીતે ખબર છે. ટીમ ઈન્ડિયાએ 9 મેચ જે રીતે રમી છે તે જોઈ કેપ્ટન પણ ખુશ છે.
9-0. આ આંકડો સારું દેખાય છે અને સારો સાંભળવા પણ મળી રહ્યો છે. પરંતુ, હવે ખરી કસોટી છે કારણ કે હવે નોકઆઉટ થશે. ટીમ ઈન્ડિયાનો મુકાબલો 15 નવેમ્બરે સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે થશે. અને, આમાં હાર પચે તેમ નથી. કારણ કે અહીં હાર તેની છેલ્લી 9 જીતની તમામ મહેનત પર પાણી ફેરવી દેશે.
આ પણ વાંચો : વિદેશી ક્રિકેટરે ફૂટપાથ પર સૂતા લોકોની દિવાળી સુધારી, 500-500ની નોટ ચૂપચાપ મૂકી