Rohit Sharma, IPL 2023: રોહિત શર્માની એર હોસ્ટેસ સાથેની તસ્વીર પર ફેન્સ લેવા લાગ્યા મજા, કહ્યુ-પેટ અંદર ખેંચ્યુ?
IPL 2023: રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સિઝનમાં સંઘર્ષ શરુઆતથી કરી રહી છે. સિઝનમાં રોહિત શર્માનુ બેટ પણ ખૂબ જ શાંત જોવા મળી રહ્યુ છે.
મુંબઈ ઈન્ડિયન્સ વર્તમાન સિઝનમાં સંઘર્ષ ભરી રમત રમી રહ્યુ છે. આઈપીએલની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ રહી છે અને સિઝનમાં પ્લેઓફમાં પહોંચવાને લઈ તેની રાહ શરુઆતથી મુશ્કેલ બની છે. મુંબઈ ની ટીમના કેપ્ટન રોહિત શર્માની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થવા લાગી છે. આ તસ્વીર પર સોશિયલ મીડિયા પર ફેન્સ ખૂબ જ મજા લઈ રહ્યા છે. રોહિત શર્માની તસ્વીર એર હોસ્ટેસ સાથેની છે.
રોહિત શર્મા એર હોસ્ટેસ સાથેની તસ્વીર દરમિયાન પોતાનુ પેટ અંદર ખેંચતો જોવા મળી રહ્યો હોવાની કમેન્ટ ફેન્સ કરી રહ્યા છે. જોકે હકીકતમાં રોહિત શર્માએ સ્લીમ ફિટ ટી શર્ટ પહેરી છે, જેને લઈ તે ખૂબ જ ફિટ નજર આવી રહ્યો છે. ટી શર્ટમાં રોહિતને ફિટ જોઈ ફેન્સ તસ્વીર પર કમેન્ટસ કરી રહ્યા છે.
આમ તો રોહિત શર્મા પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન રાખતો નથી. રોહિત શર્માનુ વજન વધારે છે, જેને લઈ માનવામાં આવે છે કે, તેનુ વજન એક ખેલાડીના રુપમાં પ્રમાણમાં વધારે જણાય છે. જોકે તસ્વીરમાં રોહિત શર્મા વધારે સ્લીમ લાગી રહ્યો છે. રોહિત શર્મા વર્તમાન સિઝનમાં ખાસ રમત દર્શાવી શકયો નથી. શૂન્ય પર આઈપીએલમાં સૌથી વધારે વખત શૂન્ય પર વિકેટ ગુમાવી હતી. રોહિતે સિઝનમાં 10 મેચ રમીને માત્ર 184 રન જ નોંધાવ્યા હતા. સિઝનમાં માત્ર એક જ વાર અડધી સદી નોંધાવી હતી.
पेट अंदर खिंच लिया 🤣 🍔
— Ashok Kumar (@kumar_1821) May 8, 2023
ગઈ સિઝનમાં પણ સંઘર્ષ કર્યો
આ સિઝન જ નહીં પરંતુ રોહિત શર્મા ગઈ સિઝનમાં પણ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. રોહિત શર્માનુ પ્રદર્શન જોવામાં આવે તો, છેલ્લી 6 સિઝનમાં માત્ર 30 ની સરેરાશથી જ રન નોંધાવ્યા હતા. રોહિત શર્માની ભારતીય ક્રિકેટમાં મોટુ નામ છે, પરંતુ તેના પ્રમાણમાં તે પોતાનુ કામ દેખાડી શક્યો નથી. જેને લઈ તેની અસર મુંબઈ ઈન્ડિયન્સ ટીમ પર જોવા મળી રહી છે. મુંબઈની ટીમે અત્યાર સુધીમાં પાંચ વાર ટાઈટલ રોહિત શર્માની આગેવાનીમાં જીત્યુ છે.
The dismissal that had the world talking!
IPL’s 1️⃣0️⃣0️⃣0️⃣th match had no shortage of drama 👌🏻👌🏻#IPL1000 | #TATAIPL | #MIvRR | @mipaltan | @rajasthanroyals | @ImRo45 | @IamSanjuSamson pic.twitter.com/qGOUNSiV6H
— IndianPremierLeague (@IPL) May 1, 2023
હિટમેનને હવે આરામ કરવાની સલાહ મળવા લાગી છે. રોહિત શર્માનુ ફોર્મ નબળુ રહેવાને લઈ તેને કેટલાક દિગ્ગજો તરફથી આ સલાહ મળવા લાગી છે. સુનિલ ગાવાસ્કર તરફથી પણ સલાહ મળી છે કે, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા તૈયારી કરવા આઈપીએલથી આરામ કરવાની સલાહ મળી છે.
આ પણ વાંચોઃ Rashid Khan Catch: રાશિદ ખાને ઝડપ્યો જબરદસ્ત કેચ, 26 મીટર દોડીને મેયર્સને બતાવ્યો બહારનો રસ્તો, Video
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…