AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma ત્રણ જ વર્ષમાં નંબર 1 ભારતીય બેટ્સમેન બની ગયો, કરિયર સમાપ્ત કહેનારાના મોં સીવી દીધા !

રોહિત શર્મા (Rohit Sharma) એ વન ડે ક્રિકેટ બાદ હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ ભારત માટે ભરોસોપાત્ર બેટ્સમેન બનીને ઉભરી રહ્યો છે. ઓપનરની ભૂમિકામાં આવ્યા બાદ તેની રમતમાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો છે.

Rohit Sharma ત્રણ જ વર્ષમાં નંબર 1 ભારતીય બેટ્સમેન બની ગયો, કરિયર સમાપ્ત કહેનારાના મોં સીવી દીધા !
Rohit Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 11:50 PM
Share

રોહિત શર્મા (Rohit Sharma) છેલ્લા ત્રણ વર્ષમાં ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વસનીય બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. જ્યારથી તેણે આ ફોર્મેટમાં પણ ઓપનિંગ શરૂ કર્યું છે, ત્યારથી તેની રમતમાં સુધારો થયો છે. જેનું પરિણામ એ છે કે રોહિત શર્મા હાલમાં ભારતનો નંબર વન ટેસ્ટ બેટ્સમેન છે.

1 સપ્ટેમ્બરના રોજ, તે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને પછાડીને ચુક્યો છે. તે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની ટેસ્ટ બેટ્સમેનોની તાજેતરની રેન્કિંગમાં ભારતનો ટોચનો ક્રમાંકિત બેટ્સમેન બન્યો છે.

રોહિતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં 19 અને 59 રન ફટકારીને કારકિર્દીના શ્રેષ્ઠ પાંચમા સ્થાને પહોંચ્યો હતો. તેની પાસે કુલ 773 રેટિંગ પોઇન્ટ છે, જે કોહલી કરતા સાત પોઇન્ટ વધારે છે. ભારતીય બેટ્સમેનોમાં આઈસીસી રેન્કિંગમાં છેલ્લે કોહલી નવેમ્બર 2017 માં ટોચ પર હતો. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા બીજા ક્રમે હતો અને રોહિત પાંચમા સ્થાને હતો.

ટેસ્ટ કારકિર્દીમાં રોહિત શર્માનો સુધારો આ પરથી સમજી શકાય છે કે, વર્ષ 2018 માં તે ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં 54 માં નંબરે હતો. પરંતુ હવે તે પાંચમા નંબરે છે. તેની કારકિર્દીમાં પ્રથમ વખત તે ટેસ્ટ રેન્કિંગમાં આટલા ઉંચે પહોંચ્યો છે. 2018 માં, તેણે ટેસ્ટમાં પણ શરૂઆત કરી.

અગાઉ તે મિડલ ઓર્ડરમાં રમતો હતો. પરંતુ તે ત્યાં સફળ ન થઈ શક્યો. વન ડેની જેમ, ટેસ્ટના ઓપનિંગમાં આવતાની સાથે જ તેના દિવસો પાછા આવતા ગયા હતા.

વનડે માં એવું પણ જોવા મળ્યું હતું કે મિડલ ઓર્ડરમાં રમતી વખતે રોહિત વધારે પ્રભાવ છોડી શક્યો નહોતો. પરંતુ તેણે ઇનિંગની શરૂઆત કરી, તે ઝડપથી વિશ્વના મહાન બેટ્સમેનોમાંનો એક બની ગયો.

ઇંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન પણ ચાલ્યુ રોહિતનુ બેટ

તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં, તે કેએલ રાહુલ પછી રન બનાવવાના બાબતે બીજા ક્રમે છે. આ સિરીઝ દરમ્યાન બાકીના ભારતીય બેટ્સમેનોની સરખામણીમાં તેને ઈંગ્લિશ બોલરોનો સામનો કરવામાં કોઈ મુશ્કેલી પડી નથી. તેણે આ શ્રેણીમાં હજુ સુધી સદી ફટકારી નથી.

પરંતુ ઓપનર તરીકે સારી શરૂઆત આપી છે. રોહિતે અત્યાર સુધીમાં 42 ટેસ્ટ રમી છે અને 46.17 ની સરેરાશથી 2909 રન બનાવ્યા છે. તેણે સાત સદી અને 14 અડધી સદી ફટકારી છે.

2018 બાદ  આમ બદલાઇ ગઇ રોહિત શર્માની રમત

રોહિતે પોતાની કારકિર્દીની શરૂઆત સદી સાથે કરી હતી, પરંતુ મધ્યમાં તે રન બનાવી શક્યો નહોતો. 2013 માં પદાર્પણ કર્યા બાદ, રોહિતે વર્ષ 2017 સુધી 23 ટેસ્ટ રમી હતી અને 42 ની સરેરાશથી 1401 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી ત્રણ સદી અને નવ અડધી સદીઓ નીકળી હતી.

તે જ સમયે, 2018 માં ઓપનર બન્યા પછી, તેણે 19 ટેસ્ટમાં 50.26 ની સરેરાશ સાથે 1508 રન બનાવ્યા છે. આ સમયગાળામાં તેના બેટમાંથી ચાર સદી અને પાંચ અર્ધસદી આવી છે.

આ પણ વાંચોઃ IND vs ENG: ગાવાસ્કર, અઝહર, ગાંગુલી અને ધોની છેલ્લા 50 વર્ષ દરમ્યાન ઓવલમાં નથી કરી શક્યા એ વિરાટ કોહલી કરી શકશે ? જાણો

આ પણ વાંચોઃ Football: બ્રિસબેનમાં 12 વર્ષનાં ભારતીય ફુટબોલરની ધર્મ પરત્વેની અડગતા જીતી, કહ્યું મારા માટે સોકર નહી સંપ્રદાય અને ધર્મ પાલન જરૂરી, વાંચો શું થયો વિવાદ

g clip-path="url(#clip0_868_265)">