IND vs ENG: ગાવાસ્કર, અઝહર, ગાંગુલી અને ધોની છેલ્લા 50 વર્ષ દરમ્યાન ઓવલમાં નથી કરી શક્યા એ વિરાટ કોહલી કરી શકશે ? જાણો

ભારતીય ટીમ (Team India) માટે ઓવલમાં એક નહી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જેમાં સૌથી પહેલા તો ભૂતકાળ ભૂલીને વિરાટ સેનાએ મેદાને ઉતરવુ પડશે.

IND vs ENG: ગાવાસ્કર, અઝહર, ગાંગુલી અને ધોની છેલ્લા 50 વર્ષ દરમ્યાન ઓવલમાં નથી કરી શક્યા એ વિરાટ કોહલી કરી શકશે ? જાણો
Team India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 7:23 PM

IND vs ENG: ચોથી ટેસ્ટ મેચ ગુરુવારે એટલે કે, 2 સપ્ટેમ્બરથી ઓવલ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાશે. અત્યારે બંને ટીમો 1-1થી બરાબરી પર છે. આવી સ્થિતિમાં ચોથી ટેસ્ટ દ્વારા ભારત અને ઈંગ્લેન્ડની ટીમ શ્રેણીમાં લીડ મેળવવાનો પ્રયાસ કરશે. પરંતુ વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાની હેઠળની ભારતીય ટીમ (Team India) માટે આ મેદાન પરનો રસ્તો ઘણો મુશ્કેલ હશે. આંકડા દર્શાવે છે કે છેલ્લા 50 વર્ષમાં ટીમ ઈન્ડિયા ધ ઓવલ (Oval Test) ખાતે જીતી શકી નથી.

જે કામ શ્રીનિવાસ વેંકટ રાઘવન 1970માં, 1982માં ગાવાસ્કર, 1990 માં અઝહર, 2002માં ગાંગુલી, 2011 અને 2014માં ધોની નથી કરી શક્યો એ કોહલી માટે કરવો મુશ્કેલ હશે. કોહલીની ની કેપ્ટનશીપમાં 2018માં ટીમ 118 રને હાર અહી હારી ચુકી છે. જોકે હાલમાં ભારતીય ટીમ વિશ્વમાં મજબૂત ટીમ માનવામાં આવે છે. બેટીંગથી લઇને બોલીંગ અને ફિ્લ્ડીંગમાં પણ ભારત મજબૂત છે. આવી સ્થિતીમાં ઇતિહાસ બદલવા માટે ટીમ ઇન્ડીયાએ પુરો દમ લગાવવો પડશે.

અંતિમ વખત ભારતે અહીં 1971 માં ટેસ્ટ જીતી હતી. આ અર્થમાં, ભારતે ઓવલમાં જીતવા માટે સંપૂર્ણ દમ લગાડવું પડશે. આમ પણ ત્રીજી ટેસ્ટમાં ઈનિંગ્સની હાર બાદ ભારતીય ટીમ બેકફૂટ પર છે. જ્યારે ઈંગ્લેન્ડ હાવી રહેશે. ચોથી ટેસ્ટ પહેલા તેની તાકાત પણ વધી છે. તેના કેટલાક મોટા ખેલાડીઓ ફિટ થઇ ચૂક્યા છે અને સિલેકશન માટે તૈયાર રહેશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ઓવલમાં માત્ર ‘એક’ જ જીત!

ભારતીય ટીમે ઓવલમાં અત્યાર સુધીમાં 13 ટેસ્ટ રમી છે. જેમાંથી તેણે માત્ર એક જ ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. આ જીત 1971 માં અજીત વાડેકરની કેપ્ટનશીપમાં મળી હતી. ત્યારે ભારતે ચાર વિકેટે જીત મેળવી હતી. આ જીતના હીરો ભાગવત ચંદ્રશેખર રહ્યા હતા. જેમણે બીજા દાવમાં છ વિકેટ લીધી હતી. જેના કારણે ટીમ ઇન્ડીયાને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ભારતે આ ટેસ્ટ પહેલા અને પછી જીત મેળવી જ નથી. ઓવલ ના મેદાન પર ભારતે 13 માંથી પાંચ ટેસ્ટ હારી છે અને સાત ડ્રો કરી છે. ભારત માટે ખરાબ સમાચાર એ છે કે, તે આ મેદાન પર રમાયેલી છેલ્લી ત્રણ ટેસ્ટમાં હારી ગયા છે. આમાંથી બે ટેસ્ટમાં તો એક ઇનિંગથી હાર મળી હતી.

ઓવલમાં આવો રહ્યો છે, ટીમ ઇન્ડીયાનો ઇતિહાસ

ભારતે ઓવલ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ 1936 માં રમી હતી, જ્યારે તેને ઇંગ્લેન્ડ દ્વારા નવ વિકેટે હરાવ્યું હતું. ત્યાર પછી 1946 અને 1952 માં ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ ડ્રો રહી હતી. 1959 માં જ્યારે બંને ટીમો અહીં સામસામે હતી, ત્યારે ઇંગ્લેન્ડ એક ઇનિંગ અને 27 રનથી મેચ જીતી ગયું હતું. આ પછી ભારતે 1971 માં અહી પ્રથમ વખત જીત મેળવી હતી. 1979, 1982, 1990, 2002 અને 2007 માં બંને ટીમો વચ્ચે અહીં ટેસ્ટ ડ્રો રહી હતી. પરંતુ ભારત 2011, 2014 અને 2018 માં હારી ગયું હતુ.

અંતિમ વખતે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાઈ, ત્યારે ટીમ ઈન્ડીયાનો 118 રને પરાજય થયો હતો. કેએલ રાહુલ અને ઋષભ પંતે જે ટેસ્ટમાં સદી ફટકારી હતી. પરંતુ ભારત વિજયથી દૂર રહ્યું. હવે જોવાનું રહેશે કે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડીયા ઓવલમાં કેવા પ્રદર્શન સાથે રમે છે.

આ પણ વાંચોઃ Aravalli: ગોઢકુલ્લા ગામમાં ભેદી બ્લાસ્ટમાં મહત્વનો ખુલાસો, હેન્ડ ગ્રેનેડનો બ્લાસ્ટ થયો હોવાનું SOGની તપાસમાં ખુલ્યું

આ પણ વાંચોઃ  IND vs ENG: ઓવલ ટેસ્ટ પહેલા જ ભારતના પડકારને લઇને કેપ્ટન જો રુટે કહ્યુ, કોહલીને આઉટ કરવાનો ઉપાય શોધી કાઢ્યો !

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">