WI vs IND: પૂજારા અને શમીની જગ્યાએ કોણ રમશે? અજિંક્ય રહાણેએ આપ્યો સંકેત
ટીમ ઈન્ડિયાના બે સિનિયર ખેલાડીઓ ચેતેશ્વર પૂજારા અને મહોમ્મદ શમી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નથી, એવામાં હવે ટીમમાં નવા ચહેરાને તેમના સ્થાને રમવાની તક મળશે. જે અંગે હજી સસ્પેન્સ યથાવત છે. ત્યારે ટીમ ઈન્ડિયાના વાઇસ કપ્તાન રહાણેએ આ અંગે જાણકારી આપી હતી.
ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 12 જુલાઈથી રમાશે. આ વખતે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) અને મોહમ્મદ શમી (Mohammed Shami) વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે નહીં હોય. આવી સ્થિતિમાં એ બે ખેલાડીઓનું સ્થાન કોણ લેશે આ મોટો પ્રશ્ન છે. ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ આ સવાલોના જવાબ તો ન આપ્યો, પરંતુ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચોક્કસથી બે ખેલાડીઓ તરફ ઈશારો કર્યો હતો.
વાઈસ કેપ્ટન રહાણેની પ્રેસ કોન્ફરન્સ
અજિંક્ય રહાણેએ કહ્યું કે પૂજારા અને શમીની ગેરહાજરીમાં કોઈપણ ખેલાડી માટે પોતાને સાબિત કરવાની મોટી તક હશે. પુજારાની ગેરહાજરીને કારણે ટીમ ઈન્ડિયામાં નંબર 3નું સ્થાન ખાલી છે. સાથે જ શમીની ગેરહાજરીને કારણે બોલિંગ બ્રિગેડ થોડી બિનઅનુભવી દેખાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં જે ખેલાડી યોગ્ય હશે તે જ ખેલાડી આ બંને ખેલાડીઓની જગ્યા લેશે.
!
When #TeamIndia Captain @ImRo45 turned reporter in Vice-Captain @ajinkyarahane88‘s press conference
What do you make of the questions #WIvIND pic.twitter.com/VCEbrLfxrq
— BCCI (@BCCI) July 11, 2023
નંબર 3 પર કોણ કરશે બેટિંગ?
પૂજારા ટીમ ઈન્ડિયામાં નંબર 3 પર રમતો હતો. પૂજારાને ભારતીય ક્રિકેટની બીજી દીવાલ કહેવામાં આવે છે અને તેનું કારણ એ છે કે તેણે ઘણી ટેસ્ટ પોતાના દમ પર જીતાડી છે અથવા તો ડ્રો કરાવી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે પૂજારાની બેટિંગ એવરેજ 35ની નજીક રહી છે. હવે સવાલ એ છે કે પૂજારાનું સ્થાન કોણ લેશે? તો આના જવાબમાં રહાણેએ કહ્યું છે કે ઘણા એવા ખેલાડીઓ છે જે આ જગ્યાએ રમી શકે છે. તેણે કહ્યું કે જેને પણ આ તક મળશે, તે તેના માટે મોટી તક હશે.
પૂજારાની જગ્યાએ યશસ્વી?
જોકે રહાણેએ અહીં કોઈ એક પણ ક્રિકેટરનું નામ નથી લીધું. પરંતુ, પૂજારાને રિપ્લેસ કરવાની રેસમાં જે નામ સૌથી આગળ છે તે યશસ્વી જયસ્વાલનું છે. ડાબોડી બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 80થી વધુની એવરેજથી રન બનાવ્યા છે. આ સિવાય યશસ્વીએ બાર્બાડોસમાં રમાયેલી પ્રેક્ટિસ મેચમાં પણ પોતાના ફોર્મમાં હોવાનું ટ્રેલર બતાવ્યું હતું.
Yashasvi Jaiswal could replace Cheteshwar Pujara in the Test Squad. (Reported by Cricbuzz). pic.twitter.com/nIU6gg1pjO
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 14, 2023
આ પણ વાંચો : Breaking News: બીજી T20માં ભારતે બાંગ્લાદેશને 8 રને હરાવ્યું, T20 સીરિઝ પર કર્યો કબજો
શમીના સ્થાને સિરાજ અથવા ઉનડકટ રમશે?
રહાણેએ ટીમ ઈન્ડિયામાં શમીના સ્થાન પર રમવા માટે સિરાજ અને ઉનડકટનું નામ લીધું હતું. તેણે કહ્યું કે આ બંને પાસે ઘણો અનુભવ છે. બંને લાલ બોલના શાનદાર બોલર છે. આવી સ્થિતિમાં તેમાંથી કોઈપણ શમીનું સ્થાન લઈ શકે છે.