પહેલા પિતા હવે પુત્ર સામે ટેસ્ટ રમશે કોહલી, સચિન સાથે ખાસ ક્લબમાં થશે સામેલ
વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી ટેસ્ટમાં રમવા ઉતરતા જ ટીમ ઈન્ડિયાનો પૂર્વ કપ્તાન અને સ્ટાર બેસ્ટમેન વિરાટ કોહલી એક ખાસ ક્લબમાં સામેલ થઈ જશે. ખાસ વાત એ છે કે આ ક્લબમાં માત્ર એક જ ક્રિકેટ છે અને તે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે. વિન્ડીઝ ટેસ્ટ ટીમમાં તેગનારાયણ ચંદ્રપોલ પણ સામેલ છે, જે શિવનારાયણ ચંદ્રપોલનો પુત્ર છે. એવામાં જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) તેગનારાયણ ચંદ્રપોલની સામે ટેસ્ટ રમશે, ત્યારે તે એક ખાસ ક્લબમાં સામેલ થશે.
પિતા-પુત્ર બંને સામે ટેસ્ટ રમનાર બીજો ક્રિકેટર
12 વર્ષ પહેલા વિરાટ જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું ત્યારે વિન્ડિઝ ટીમમાં શિવનારાયણ ચંદ્રપોલ હતો. શિવનારાયણ ચંદ્રપોલનું ભારત સામે ટેસ્ટમાં હંમેશા પ્રદર્શન સારું રહ્યું હતું. હવે કોહલી ફરીથી વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ રમવા મેદાનમાં ઉતરશે ત્યારે તે શિવનારાયણના પુત્ર તેગનારાયણ સામે રમશે. આમ તે પિતા-પુત્ર બંને સામે ટેસ્ટ રમનાર ક્રિકેટર બનશે.
Virat Kohli will become the first player to face the father-son duo on foreign soil. He will be the second Indian player after Sachin Tendulkar to do so. Virat Kohli played against Shivnarine Chanderpaul on the tour of West Indies in the year 2011. In Dominica, he will take on… pic.twitter.com/SAqXXuNsE1
— Vipin Tiwari (@vipintiwari952) July 11, 2023
સચિન તેંડુલકરના ખાસ ક્લબમાં થયો સામેલ
વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ રમવા ઉતરતા જ વિરાટ કોહલી એક એવી ખાસ ક્લબમાં જોડાશે, જેમાં અત્યાર સુધી માત્ર સચિન તેંડુલકરનો સમાવેશ થતો હતો. વિરાટ પહેલા સચિન એકમાત્ર ક્રિકેટર હતો જે પિતા અને પુત્ર બંને સામે ટેસ્ટ રમ્યો હોય, આમ વિરાટ આ લિસ્ટમાં સામેલ થનાર માત્ર બીજો ક્રિકેટર બનશે. વર્ષ 1992માં સચિન ઓસ્ટ્રેલિયાના ખેલાડી જ્યોફ માર્શ સામે રમ્યો હતો. જેના દસ વર્ષ બાદ 2011-12માં સચિન જ્યોફ માર્શના પુત્ર શોન માર્શ સામે રમ્યો હતો.
આ પણ વાંચો : Viral: પહેલી મુલાકાતમાં ધોની સામે કેમ જોડ્યા હાથ, યશસ્વીએ કર્યો ખુલાસો, જુઓ Video
Shivnarine Chanderpaul Tagenarine Chanderpaul
Like father, like son ✨ pic.twitter.com/HdgyLNUCWp
— Cricketangon (@cricketangon) February 6, 2023
તેગનારાયણનું ટેસ્ટમાં પ્રદર્શન
27 વર્ષીય ડાબોડી બેટ્સમેન તેગનારાયણ ચંદ્રપોલે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચની 11 ઇનિંગ્સમાં 45.30ની એવરેજથી કુલ 453 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને એક ફિફ્ટીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેગનારાયણના બેટથી 1 સદી અને 1 અડધી સદીની ઇનિંગ્સ પણ જોવા મળી છે. તેગનારાયણ 6 ટેસ્ટમાં તેની સદીને ડબલ સેન્ચુરીમાં ફેરવવામાં સફળ રહ્યો હતો અને 207 બનાવ્યા હતા.