AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: આરામના સવાલ પર રોહિત શર્મા ભડક્યો, લીધું રવિન્દ્ર જાડેજાનું નામ, જાણો શું થયું?

ભારતે ગયા વર્ષે રોહિત શર્માની કપ્તાનીમાં T20 વર્લ્ડ કપ રમ્યો હતો, જેમાં તેને સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી રોહિત અને કોહલીએ ભારત માટે T20 મેચ રમી નથી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ T20માં ટીમની કમાન સંભાળી છે. ત્યારથી મોટી ટુર્નામેન્ટ પહેલા સ્ટાર ખેલાડીઓના આરામને લઈ પ્રશ્નો થઈ રહ્યા છે.

IND vs WI: આરામના સવાલ પર રોહિત શર્મા ભડક્યો, લીધું રવિન્દ્ર જાડેજાનું નામ, જાણો શું થયું?
Rohit-Jadeja
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 12:35 PM
Share

ODI વર્લ્ડ કપમાં હવે વધુ સમય બાકી નથી. આ ટૂર્નામેન્ટ ભારતમાં આ વર્ષે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમવાની છે. આ વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ઘણા પ્રયોગો કરી રહી છે. તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી ODI શ્રેણીમાં પણ આ જોવા મળ્યું હતું. રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) ને છેલ્લી બે ODIમાં આરામ આપવામાં આવ્યો હતો. હાલમાં ટીમ ઈન્ડિયા પાંચ મેચની T20 સીરિઝ રમી રહી છે અને રોહિત અને કોહલી આ સીરિઝમાં પણ રમી રહ્યા નથી. રોહિતે વર્લ્ડ કપ પહેલા અનુભવી ખેલાડીઓને આરામ આપવાના નિર્ણય પર વાત કરી છે

T20 સીરિઝમાં આરામ

જ્યારે રોહિતને ટીમના મહત્વના ખેલાડીઓને આરામ આપવા અંગે પૂછવામાં આવ્યું તો તેણે આ અંગે ખુલીને વાત કરી. રોહિતે જણાવ્યું કે તે T20માં કેમ આરામ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝમાં 5 મેચોની T20 સીરિઝ રમી રહી છે, જેમાં પ્રથમ બે મેચમાં હાર બાદ ત્રીજી મેચમાં ભારતને જીત મળી હતી.

જાડેજાને પ્રશ્ન કેમ નથી કરતા

સિનિયર ખેલાડીઓને આરામ આપવા પર રોહિતે કહ્યું કે ગયા વર્ષે પણ ટીમ ઈન્ડિયાએ આવું જ કર્યું હતું, જ્યારે T20 વર્લ્ડ કપ રમવાનો હતો ત્યારે સિનિયર ખેલાડીઓએ ODI ક્રિકેટ રમી ન હતી. રોહિતે કહ્યું કે તે આ વખતે પણ તે જ કરી રહ્યો છે અને તેથી જ તે T20 નથી રમી રહ્યો કારણ કે ODI વર્લ્ડ કપ છે. રોહિતે કહ્યું કે આ નિર્ણય બે વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. તમે બધું રમી શકતા નથી. ત્યારબાદ રોહિતે રવિન્દ્ર જાડેજાનું નામ લીધું અને કહ્યું કે જાડેજા પણ T20 નથી રમી રહ્યો, તેના વિશે કેમ સવાલો પૂછવામાં નથી આવતા અને શા માટે તમામ સવાલ મારા અને કોહલીને જ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ IND vs WI: ટીમ ઈન્ડિયાની સિરીઝ જીતવાની ખાતરી, વેસ્ટ ઈન્ડિઝને આગામી 2 મેચમાં મળશે હાર!

T20 વર્લ્ડ કપ 2022થી રમ્યો નથી

રોહિતની કેપ્ટન્સીમાં ભારતે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ રમ્યો હતો, જેમાં તેને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી રોહિત અને કોહલીએ ભારત માટે T20 મેચ રમી નથી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ T20માં ટીમની કમાન સંભાળી છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ બાદ એવા સમાચાર આવ્યા હતા કે BCCI રોહિત અને કોહલીને T20માં કાયમી આરામ આપીને પંડ્યાની કપ્તાની હેઠળ નવી ટીમ તૈયાર કરવા માંગે છે, જેનું લક્ષ્ય 2024માં યોજાનારા T20 વર્લ્ડ કપ છે. રોહિત અને કોહલીની T20 કારકિર્દી અંગે આ બંનેએ કે BCCIએ કંઈ સ્પષ્ટ કર્યું નથી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">