રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન કોણ હશે? શ્રીલંકન દિગ્ગજે આપ્યો જવાબ
રોહિત શર્મા બાદ કોણ બનશે ભારતનો કેપ્ટન, શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બોલર ચામિંડા વાસે આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. ભારતીય ક્રિકેટમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ટીમ ઈન્ડિયાને આગામી ટૂંક સમયમાં નવો કેપ્ટન મળી શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ની કારકિર્દી હવે બહુ લાંબી નથી. તે હાલમાં 36 વર્ષનો છે અને માનવામાં આવે છે કે તેની કારકિર્દી હજુ 3-4 વર્ષની છે. તેથી જ ભારતીય ક્રિકેટમાં આગામી કેપ્ટનની ચર્ચા દરરોજ થતી રહે છે. રોહિત શર્માનો વિકલ્પ કોણ હશે, આમાં ઘણા યુવા ખેલાડીઓના નામ લેવામાં આવ્યા છે.
ચામિંડા વાસે આપી પ્રતિક્રિયા
રોહિતના વિકલ્પ તરીકે કોણ હશે એ સવાલ શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બોલર ચામિંડા વાસને પણ પૂછવામાં આવ્યો આવ્યો હતો અને તેમનું માનવું છે કે રોહિત પછી શ્રેયસ અય્યર પાસે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરવાના બધા ગુણ છે.
શ્રેયસ અય્યર શ્રેષ્ઠ છે વિકલ્પ
રિપબ્લિક વર્લ્ડ સાથે વાત કરતા વાસે કહ્યું કે અય્યર ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન બનવાને લાયક છે. વાસે કહ્યું કે અય્યર ટેસ્ટમાં સદી ફટકારી ચૂક્યો છે અને તેની પાસે નેતૃત્વ કૌશલ્ય પણ છે. વાસે કહ્યું કે તેણે જે જોયું છે તે મુજબ અય્યર પાસે ટીમને સંભાળવાની ક્ષમતા છે અને તેથી તે ભવિષ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પ હશે.
Chaminda Vaas picks Shreyas Iyer as the future Test captain of the Indian team. [Republic World] pic.twitter.com/iYr92cyXM7
— Johns. (@CricCrazyJohns) August 1, 2023
એશિયા કપમાં અય્યર વાપસી કરશે!
આ વર્ષે માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં અય્યરને પીઠમાં ઈજા થઈ હતી. ત્યારથી તે ટીમની બહાર છે. તેણે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેની ઈજા પર કામ કર્યું અને હવે તે પુનરાગમન કરવા માટે ઉત્સુક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અય્યર 31 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.
આ પણ વાંચો : IND vs WI: નિર્ણાયક મેચ પહેલા વિરાટ કોહલી-રોહિત શર્માએ ન કરી પ્રેક્ટિસ, બંનેના રમવા પર પ્રશ્નાર્થ
ODI વર્લ્ડ કપમાં અય્યરનું સ્થાન સુરક્ષિત!
ટીમ ઈન્ડિયાને આશા છે કે અય્યર ઝડપથી પુનરાગમન કરશે કારણ કે આ વર્ષે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન ભારત દ્વારા ODI વર્લ્ડ કપની યજમાની થવાની છે અને જો અય્યર હશે તો ટીમને તાકાત મળશે. અય્યરે ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરને સારી રીતે સંભાડી શકે છે.