IND vs WI: ત્રીજી T20 પહેલા ICCએ વેસ્ટ ઈન્ડિઝના મેચ વિનર ખેલાડીને ફટકારી સજા

વેસ્ટ ઈન્ડિઝે ભારતને પ્રથમ બે મેચમાં હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે અને ત્રીજી મેચમાં તેની નજર સીરિઝ પર કબજો કરવા પર હશે, પરંતુ તે પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે કોઈ સારા સમાચાર આવ્યા નથી.

IND vs WI: ત્રીજી T20 પહેલા ICCએ વેસ્ટ ઈન્ડિઝના મેચ વિનર ખેલાડીને ફટકારી સજા
Nicholas Pooran
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 9:45 AM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ મંગળવારે રમાવાની છે અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ મેચ જીતીને શ્રેણી જીતવા ઈચ્છશે. પરંતુ તે પહેલા વેસ્ટ ઈન્ડિઝ (West Indies) માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. છેલ્લી મેચમાં ટીમની જીતના હીરો નિકોલસ પુરન (Nicholas Pooran) ને ICCએ સજા ફટકારી છે.

પૂરન પર મેચ ફીના 15 ટકાનો દંડ

ICC દ્વારા પૂરન પર મેચ ફીના 15 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હકીકતમાં પુરને બીજી T20 મેચમાં અમ્પાયરોના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. ભારતીય ઇનિંગ્સની ચોથી ઓવર દરમિયાન LBW રિવ્યુ લેવામાં આવ્યો હતો. પુરને આ અંગે અમ્પાયરો સાથે દલીલ કરી હતી. પૂરને અમ્પાયરોની ટીકા પણ કરી હતી. ICCએ એક નિવેદન જારી કરીને આ અંગે જાણકારી આપી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ડીમેરિટ પોઈન્ટ પણ ઉમેરાયા

ICC અનુસાર, પુરને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને તેથી જ કોઈ સત્તાવાર સુનાવણીની જરૂર નથી. પૂરને ICCની આચાર સંહિતાની કલમ 2.7નું ઉલ્લંઘન કર્યું હતું અને તેથી ICCએ તેને સજા કરી હતી. મેચ ફીની સાથે પુરનના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ પણ આવી ગયો છે. પુરને આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી T20 મેચમાં પુરને 40 બોલમાં 67 રનની ઇનિંગ રમી હતી જેમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થતો હતો.

આ પણ વાંચોઃ The Hundred: 7 રનમાં 5 વિકેટ ઝડપી મહિલા ખેલાડીએ બનાવ્યો નવો રેકોર્ડ, જુઓ Video

અંતિમ મેચમાં વિન્ડિઝની જીત

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે તિલક વર્માના 51 રનની મદદથી સાત વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. તિલકે તેની ઇનિંગમાં 41 બોલનો સામનો કર્યો અને પાંચ ચોગ્ગા ઉપરાંત એક છગ્ગો ફટકાર્યો. વેસ્ટ ઈન્ડિઝે 153 રનનો ટાર્ગેટ 18.5 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. હવે વેસ્ટ ઈન્ડિઝની નજર શ્રેણી જીતવા માટે ત્રીજી મેચ પર છે. આ સાથે જ ભારત શ્રેણીમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">