AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: ભારતે ટોસ જીતીને પહેલા બોલીંગ પસંદ કરી, વેંકટેશન ઐય્યરને ડેબ્યૂની આપી તક, સિરાજને ત્રણ વર્ષે ફરી મોકો

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) ની ટીમો ત્રણ મેચની T20 શ્રેણી રમી રહી છે, જેની પ્રથમ મેચ આજે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે.

IND vs NZ: ભારતે ટોસ જીતીને પહેલા બોલીંગ પસંદ કરી, વેંકટેશન ઐય્યરને ડેબ્યૂની આપી તક, સિરાજને ત્રણ વર્ષે ફરી મોકો
Rohit Sharma-Tim Southee
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 7:05 PM
Share

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પ્રથમ T20 મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો આ શ્રેણીથી નવેસરથી શરૂઆત કરવા માંગે છે. ICC T20 વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન સારું રહ્યું ન હતું અને ટીમ સેમીફાઈનલમાં પણ પહોંચી શકી ન હતી.

આ સાથે જ ન્યુઝીલેન્ડની ટીમ ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી હતી પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તેનો પરાજય થયો હતો. આ હારને પાછળ છોડીને બંને ટીમો આ શ્રેણીથી નવી શરૂઆત કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે.

રોહિતે આ મેચમાં વેંકટેશ અય્યરને ડેબ્યૂ કરવાની તક આપી છે. અય્યરે આ વર્ષે IPL-2021 ના ​​બીજા ભાગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શાનદાર બેટિંગ કરી અને તેની બોલિંગથી પણ પ્રભાવિત થયા. IPL-2021માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા ઐયરે 10 મેચમાં 128.47ની સ્ટ્રાઈક રેટ અને 41.11ની એવરેજથી 370 રન બનાવ્યા, જેમાં ચાર અડધી સદીનો સમાવેશ થાય છે.

સિરાજ 3 વર્ષ પછી પાછો ફર્યો

આ પછી રોહિતે યુવા ઝડપી બોલર મોહમ્મદ સિરાજને પણ તક આપી છે. તે ત્રણ વર્ષ બાદ T20 ટીમમાં વાપસી કરી રહ્યો છે. સિરાજે 4 નવેમ્બર, 2017ના રોજ ન્યૂઝીલેન્ડ સામે રાજકોટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 14 માર્ચ 2018ના રોજ કોલંબોમાં બાંગ્લાદેશ સામે તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. 2018 બાદ સિરાજ હવે ટીમમાં પાછો ફર્યો છે.

તેણે અત્યાર સુધીમાં ત્રણ ટી20 મેચમાં ત્રણ વિકેટ ઝડપી છે. સિરાજ સિવાય શ્રેયસ અય્યરને પણ ટીમમાં જગ્યા મળી છે. આ પહેલા ઐય્યરે તેની છેલ્લી ટી20 મેચ 20 માર્ચે અમદાવાદમાં રમી હતી. તેને વર્લ્ડ કપ માટે ટીમમાં જગ્યા મળી ન હતી. અય્યરે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ સાથે રમીને સારો દેખાવ કર્યો છે. અય્યરે ભારત માટે અત્યાર સુધીમાં 29 મેચ રમી છે અને 550 રન બનાવ્યા છે. તેના નામે ત્રણ અર્ધસદી છે. તેના આવવાથી ટીમનો મિડલ ઓર્ડર મજબૂત થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ ટીમો

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), વેંકટેશ ઐયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર અને મોહમ્મદ સિરાજ

ન્યુઝીલેન્ડ: ટિમ સાઉથી (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, ડેરીલ મિશેલ, માર્ક ચેપમેન, ટિમ સેફર્ટ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન, ટોડ એસ્ટલ અને ટ્રેન્ટ બોલ્ટ.

આ પણ વાંચોઃ  સૌરવ ગાંગુલી ICC મેન્સ ક્રિકેટ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત, ‘દાદા’ ના માથે આ કામ કરવાની રહેશે મહત્વની જવાબદારી

આ પણ વાંચોઃ Champions Trophy: પાકિસ્તાનમાં બે દશક બાદ ICC ટૂર્નામેન્ટ યોજવાની તક મળતા ઉત્સવનો માહોલ, પરંતુ જશે કોણ એ મોટો સવાલ!

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">