BCCI એન્યુલ જનરલ મીટીંગ: બિન્ની બીસીસીઆઈના 36માં અધ્યક્ષ તરીકે ચૂંટાશે, પરંતુ આઈસીસી અધ્યક્ષપદ પર સવાલો યથાવત

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ની એન્યુલ જનરલ મીટીંગનું આયોજન મંગળવારે થવાનું છે, જેમાં રોજર બિન્ની બોર્ડના નવા પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલીનું સ્થાન લેશે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પદ માટેના ઉમેદવારની પણ ચર્ચા થશે.

BCCI એન્યુલ જનરલ મીટીંગ: બિન્ની બીસીસીઆઈના 36માં અધ્યક્ષ તરીકે ચૂંટાશે, પરંતુ આઈસીસી અધ્યક્ષપદ પર સવાલો યથાવત
Roger Binny to be elected 36th BCCI president during BCCI AGM but questions remain on ICC chairmanship
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 8:34 PM

BCCIની એન્યુલ જનરલ મીટીંગ  (AGM)  મંગળવારે યોજાશે, જેમાં ICC અધ્યક્ષપદના મુદ્દા પર ચર્ચા થશે અને આ મીટીંગ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્ની (Roger Binny) બોર્ડના નવા પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલીનું (Sourav Ganguly) સ્થાન લેશે. આ મીટીંગમાં નવા હોદ્દેદારોની ચૂંટણી માત્ર એક ઔપચારિકતા છે કારણ કે તમામ સભ્યો બિનહરીફ ચૂંટાવાના છે. જો કે, મીટીંગ દરમિયાન સભ્યો ચર્ચા કરશે કે શું બીસીસીઆઈએ આઈસીસી અધ્યક્ષ માટે ઉમેદવાર મોકલવો જોઈએ કે પછી વર્તમાન આઇસીસી અધ્યક્ષ ગ્રેગ બાર્કલેને બીજી મુદત માટે સમર્થન આપવું જોઈએ.

ICC અધ્યક્ષ પદ માટે નોમિનેશન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર

ICCના અધ્યક્ષ પદ માટેના નોમિનેશન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે. ICC બોર્ડની બેઠકનું આયોજન 11થી 13 નવેમ્બર દરમિયાન મેલબોર્નમાં થવાનું છે. BCCIમાંથી ગાંગુલીની બહુચર્ચિત એકઝિટે માત્ર રમત ગમત ક્ષેત્ર જ નહીં, પરંતુ રાજકીય ક્ષેત્રનું પણ ધ્યાન ખેંચ્યું છે અને તે જોવું રસપ્રદ રહેશે કે ભૂતપૂર્વ સુકાનીને આઈસીસીના અધ્યક્ષ પદ માટે નોમિનેટ કરવામાં આવે છે કે નહીં.

અન્ય નામોમાં રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ એન શ્રીનિવાસનનો સમાવેશ થાય છે. શ્રીનિવાસન ચૂંટણી લડવા માટે લાયક છે, પરંતુ બીસીસીઆઈ તેમની ઉંમરને ધ્યાનમાં લઈને તેમને નોમિનેટ કરશે તે જોવાનું રહે છે. તે 78 વર્ષના છે. અનુરાગ ઠાકુર ICC બોર્ડની બેઠક દરમિયાન વ્યસ્ત હોવાની અપેક્ષા છે કારણ કે હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થવાનું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

BCCI અને IPLના નવા પદાધિકારીઓ

બિન્ની BCCIના અધ્યક્ષ તરીકે ગાંગુલીનું સ્થાન લેશે અને ગાંગુલી બીજી મુદત માટે તેના હોમ સ્ટેટ એસોસિએશન CABમાં પ્રમુખ તરીકે પાછો ફરશે. બીસીસીઆઈના અન્ય પદાધિકારીઓ, જે સર્વસંમતિથી ચૂંટાવાના છે તેમાં સચિવ તરીકે જય શાહ, આશિષ શેલાર (ટ્રેઝરર), રાજીવ શુક્લા (ઉપપ્રમુખ) અને દેવજીત સાયકિયા (જોઈન્ટ સેક્રેટરી)નો સમાવેશ થાય છે. આઉટગોઇંગ ટ્રેઝરર અરુણ ધૂમલ IPL ના નવા ચેરમેન બનશે.

ભારતીય ક્રિકેટર્સ એસોસિએશન (ICA)ના પ્રતિનિધિઓ

91મી એજીએમના કાર્યસૂચિ મુજબ અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીનો સ્થાન લેવા માટે BCCI એપેક્સ કાઉન્સિલમાં ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના બે પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવશે. જો કે તેમની ચૂંટણી 27-29 ઓક્ટોબર દરમિયાન ICAની પ્રક્રિયા પ્રમાણે થશે. વર્તમાન ICA પ્રમુખ અશોક મલ્હોત્રા અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન દિલીપ વેંગસરકર BCCI એપેક્સ કાઉન્સિલમાં એસોસિએશનના પુરુષ પ્રતિનિધિ તરીકે કોન્ટેસ્ટ કરી રહ્યા છે. મંગળવારે બીસીસીઆઈની એજીએમ પછી ધૂમલ નવી રચાયેલી આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની અધ્યક્ષતા કરશે, જેમાં IPL ઓકશનની તારીખ નક્કી કરવામાં આવશે અને WIPLની પ્રથમ સીઝન, જે બોર્ડ માર્ચમાં IPL પહેલા યોજવાનું વિચારી રહ્યું છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">