T20 World Cup 2022: વધુ એક ઉલટફેર, 42 રનથી સ્કોટલેન્ડ સામે હાર્યું વેસ્ટ ઇન્ડીઝ

WI vs SCO મેચ રિપોર્ટ: ટી20 વિશ્વ કપના પ્રથમ રાઉન્ડના મુકાબલામાં સોમવારે વધુ એક ઉલટફેર થયો હતો. સ્કોટલેન્ડે બે વખતની ટી20 વિશ્વ વિજેતા ટીમ વેસ્ટ ઈન્ડીઝને માત આપી હતી અને ઈતિહાસ રચ્યો હતો.

T20 World Cup 2022: વધુ એક ઉલટફેર, 42 રનથી સ્કોટલેન્ડ સામે હાર્યું વેસ્ટ ઇન્ડીઝ
Scotland beat West Indies by 42 runs in T20 World Cup 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 5:10 PM

ટી20 વિશ્વ કપ 2022 (T20 World Cup 2022)માં વધુ એક અપસેટ સર્જાયું હતું. હોબાર્ટમાં રમાયેલ મેચમાં સ્કોટલેન્ડ એ વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યું હતું. સ્કોટલેન્ડે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 160 રન બનાવ્યા હતા અને જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ માત્ર 118 રન જ બનાવી શકી હતી. મોટી વાત એ છે કે વેસ્ટ ઇન્ડીઝની ટીમ 20 ઓવર પણ રમી શકી નહોતી અને સંપૂર્ણ ટીમ 18.3 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડીઝ માટે આ હાર ભારે નિરાશાજનક છે કારણ કે બે વખતની ટી20 વર્લ્ડ ચેમ્પિયનએ પ્રથમ વાર સ્કોટલેન્ડ સામે મેચ ગુમાવી હતી. સ્કોટલેન્ડની જીતમાં ઓપનર મન્સીનું મોટું યોગદાન રહ્યું હતું. મન્સીએ 53 બોલમાં નોટઆઉટ 66 રન કર્યા હતા. કઠીન પીચ પર મન્સીએ 9 ફોરની મદદથી શાનદાર અડધી સદી ફટકારી હતી. તેના સિવાય મેકલોડએ 23 અને માઈકલ જોન્સે 20 રન બનાવ્યા હતા. કપ્તાન બેરિંગટનએ 16 રનનું યોગદાન આપ્યું હતું. ક્રિસ ગ્રીવ્સએ 11 બોલમાં નોટઆઉટ 16 રન બનાવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

વેસ્ટ ઈન્ડીઝની ખરાબ બેટીંગ

વેસ્ટ ઈન્ડીઝની ટીમ એકથી એક તોફાની બેટ્સમેનથી ભરી પડી છે પણ આજે તે નિષ્ફળ રહ્યા હતા. કાઈન માયર્સ એ 20, એવિન લુઈસે 14 રન બનાવ્યા હતા. બ્રેન્ડન કિંગએ 17 રનની ઇનિંગ રમી હતી. આ પછી વેસ્ટ ઇન્ડીઝનો મિડલ ઓર્ડર ફેલ રહ્યો હતો. કપ્તાન પૂરનએ ફક્ત 4 રન બનાવ્યા હતા. શેમરાહ બ્રુક્સ એ પણ ફક્ત 4 રન બનાવ્યા હતા. રોવમેન પોવેલ એ ફકત 5 રન બનાવ્યા હતા. જેસન હોલ્ડર એ 38 રન બનાવ્યા હતા અને વેસ્ટ ઈન્ડીઝને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. વેસ્ટ ઇન્ડીઝે પોતાની 8 વિકેટ ગુમાવીને ફક્ત 78 રન બનાવ્યા હતા. 100 રન પાર થતા થતા વેસ્ટ ઇન્ડીઝે 9 વિકેટ ગુમાવી દીધી હતી.

સ્કોટલેન્ડના બોલરોએ દેખાડયો દમ

હોબાર્ટની સ્પિન ફ્રેન્ડલી પીચ પર સ્કોટલેન્ડના સ્પિનર માર્ક વાટ એ વેસ્ટ ઈન્ડીઝના બેટ્સમેનને બાંધી રાખ્યા હતા. વાટ એ 4 ઓવર માં 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. બ્રેડ વ્હીલ અને માઈકલ લીસ્ક એ 2-2 વિકેટ ઝડપી હતી. સ્કોટલેન્ડના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેની સામે વિરોધી બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. 60 રન બનાવનાર મન્સીને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ એનાયત કરાયો હતો.

Latest News Updates

106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">