36 મેચમાંથી રિષભ પંત બહાર, વર્લ્ડ કપ 2023 રમવાનું સપનું અકસ્માતથી તૂટી ગયું!
રિષભ પંત એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. તાજેતરમાં તેની લિગામેન્ટ સર્જરી થઈ હતી. વર્ષ 2023ની શરૂઆત તેના માટે ખૂબ જ ખરાબ રહી.
રિષભ પંત વર્ષ 2023ની શરૂઆત તેના પરિવાર સાથે કરવા માંગતો હતો. તે વર્ષની શરૂઆત શ્રેષ્ઠ રીતે કરવા માંગતો હતો. આ કારણોસર, તે તેના ઘરે જઈ રહ્યો હતો, પરંતુ તે પછી 30 ડિસેમ્બરે તે એક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો અને હવે તે મુંબઈની એક હોસ્પિટલમાં છે. આ માર્ગ અકસ્માતમાં તે મોટા અક્સ્માતથી બચી ગયો હતો, પરંતુ ગંભીર રીતે ઘાયલ થયો છે. થોડા દિવસ પહેલા જ તેની સર્જરી કરાવી હતી અને જો ડોક્ટરોનું માનીએ તો તેને યોગ્ય રીતે ચાલવામાં લગભગ 6 થી 7 અઠવાડિયાનો સમય લાગશે.
રિષભ પંતને મેદાનમાં પરત ફરતા હજુ વધુ સમય લાગી શકે છે. એટલે કે અકસ્માતને કારણે તેનું લગભગ આખું વર્ષ ક્રિકેટથી દૂર રહીને જ પસાર થઈ જશે. આ વર્ષે એશિયા કપ, વનડે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટો પણ રમાવાની છે. એટલે કે હવે તેનું આ બંને મોટી ટૂર્નામેન્ટ રમવાનું સપનું તૂટવાના આરે છે.
લાંબા સમય માટે પંત બહાર
સર્જરી પછી પંત અંદાજે 7 અઠવાડિયામાં ચાલવાનું શરૂ કરશે, પરંતુ હજુ પણ તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં 4 થી 5 મહિનાનો સમય લાગશે. આવી સ્થિતિમાં તે ઘણી મહત્વપૂર્ણ સિરીઝ રમવાનું ચૂકી જશે. કેટલાક અહેવાલો અનુસાર, તેને મેદાનમાં પરત ફરતા 9 મહિનાથી વધુ સમય લાગી શકે છે.
હવે ભારત 36 મેચ રમશે
ટીમ ઈન્ડિયા હાલમાં શ્રીલંકા સામે 3 T20 અને 3 ODI સિરીઝમાં વ્યસ્ત છે. આ પછી ભારત ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે 3 વનડે અને વધુ ટી20 મેચ રમશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ અને 3 વન-ડે મેચની સિરીઝ રમશે. જુલાઈમાં, ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ટેસ્ટ, 3 ODI અને 3 T20 મેચોની સિરીઝ રમશે.
વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ શકે છે
સપ્ટેમબરમાં ભારત ઘર આંગણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 વનડે મેચની સિરીઝ રમશે અને પંતની આ સિરીઝમાં મેદાન પરની વાપસી મુશ્કિલ જોવા મળી રહી છે. ઓક્ટોબરમાં વનડે વર્લ્ડકપ રમાશે. ત્યારબાદ નવેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 ટી 20 અને ફરી વર્ષના અંતે સાઉથ આફ્રિકાની સાથે 2 ટેસ્ટ, 3 વનડે ટી 20 મેચની સિરીઝ રમશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, વર્ષ પૂર્ણ થતાં પહેલા પંત મેદાન પર વાપસી કરી શકે છે. હવે ક્યારે પંત મેદાન પર પરત ફરે છે તે તો તેના હેલ્થ પરથી જાણ થશે.