Asia Cup 2023 પહેલા ભારતીય ટીમમાં થઈ રિષભ પંતની એન્ટ્રી, જસપ્રીત બુમરાહ પણ પહોંચ્યો બેંગ્લોર
Team India News : ઋષભ પંતને ગયા વર્ષે 30 ડિસેમ્બરે કાર અકસ્માત થયો હતો અને અકસ્માતમાં લિગામેન્ટમાં ઈજા થઈ હતી. પંતે તેની સર્જરી કરાવી હતી અને હવે તે રિહેબમાં છે. આ કારણથી તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે અને આગામી વર્ષ સુધીમાં તે પરત ફરે તેવી આશા છે. હાલમાં તે ભારતીય ટીમ સાથે જોવા મળ્યો હતો.
Bengaluru : ભારતીય ક્રિકેટ ટીમનો પ્રેક્ટિસ કેમ્પ હાલમાં બેંગ્લોરમાં ચાલી રહ્યો છે. આ કેમ્પમાં ટીમ ઈન્ડિયા એશિયા કપની તૈયારી કરી રહી છે. સોમવારે કેમ્પનો ચોથો દિવસ હતો અને આ દિવસે જસપ્રિત બુમરાહ, તિલક વર્મા કેમ્પમાં ટીમના ખેલાડીઓ સાથે જોડાયા હતા. પરંતુ સોમવારે આ કેમ્પમાં અન્ય એક ખેલાડી દેખાયો હતો. તે બીજું કોઈ નહીં પણ રિષભ પંત (Rishabh Pant) હતો, જે ઈજાના કારણે ટીમની બહાર છે.
ગયા વર્ષે 30 ડિસેમ્બરે પંતને કાર અકસ્માત થયો હતો અને અકસ્માતમાં તેને લિગામેન્ટમાં ઈજા થઈ હતી. પંતે તેની સર્જરી કરાવી હતી અને હવે તે રિહેબમાં છે. પંત બેંગલુરુમાં જ NCAમાં પોતાની ઈજામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આ પણ વાંચો : આ છે WWEના પાંચ સૌથી ખતરનાક મૂવ, જોખમમાં મૂકાયો છે અનેક રેસલર્સનો જીવ
Rishabh Pant came to see the practice session of the Indian team at Alur. [Star Sports] pic.twitter.com/PZlhl2r2wy
— Johns. (@CricCrazyJohns) August 28, 2023
બેંગલુરુમાં હોવાના કારણે પંત ટીમ ઈન્ડિયાના કેમ્પમાં પહોંચ્યો હતો. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં પંત ટીમના ખેલાડીઓને મળી રહ્યો છે. આ દરમિયાન પંત ખૂબ હસતા જોવા મળે છે.
Captain Rohit Sharma in great touch in the practice session. pic.twitter.com/2GjYkBQVPE
— Johns. (@CricCrazyJohns) August 28, 2023
પંતે સોમવારે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે સાઈકલ ચલાવી રહ્યો છે અને ખૂબ જ પીડામાં જોવા મળી રહ્યો છે. આ ઈજાના કારણે પંત 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપમાં રમી શકશે નહીં. પંત આવતા વર્ષની શરૂઆતમાં પુનરાગમન કરે તેવી અપેક્ષા છે.
Rishabh Pant is Back in GYM#RishabhPant pic.twitter.com/dWLvEipSSJ
— Indian Cricket Team (@ICTeam11) August 28, 2023
આ પણ વાંચો : Breaking News : એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ બાદ ODI વર્લ્ડ કપની ટીમની થશે જાહેરાત, અંદરની વાત આવી બહાર
કેમ્પના ચોથા દિવસે જસપ્રિત બુમરાહે બોલિંગ કરી હતી. કેએલ રાહુલે પણ જોરદાર બેટિંગ કરી અને વિકેટકીપિંગ પ્રેક્ટિસ કરી. સાથે જ રોહિત અને શ્રેયસ અય્યરે સ્પિનરો સામે બેટિંગ કરી હતી. વિરાટ કોહલી, શુભમન ગિલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજે પણ નેટ્સમાં ઘણો પરસેવો પાડ્યો હતો.