Breaking News : એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ બાદ ODI વર્લ્ડ કપની ટીમની થશે જાહેરાત, અંદરની વાત આવી બહાર

ભારતમાં આ વર્ષે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન ODI વર્લ્ડ કપ રમાવાનો છે. ભારતે હજુ સુધી આ વર્લ્ડ કપ માટે પોતાની પ્રાથમિક ટીમની જાહેરાત કરી નથી. જો સમાચારનું માનીએ તો BCCIની વરિષ્ઠ પસંદગી સમિતિ 3 સપ્ટેમ્બરે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી શકે છે.

Breaking News : એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ બાદ ODI વર્લ્ડ કપની ટીમની થશે જાહેરાત, અંદરની વાત આવી બહાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 7:59 PM

 Mumbai : જેલવલિન થ્રો, બેડમિન્ટ અને ચેસની રમતમાં ભારતનો ડંકો વગાડ્યા બાદ હવે ભારતીયોની નજર એશિયા કપ અને વનડે વર્લ્ડ કપ પર છે. 30 ઓગસ્ટથી એશિયા કપની શરુઆત થવા જઈ રહી છે. જેમાં 3 વાર ભારત પાકિસ્તાનની ટક્કર થવાની સંભાવના છે. મળતી માહિતી અનુસાર, ભારત-પાકિસ્તાનની મેચ બાદ વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની (Team India) જાહેરાત થઈ શકે છે.

ભારતમાં આ વર્ષે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન ODI વર્લ્ડ કપ રમાવાનો છે. ભારતે હજુ સુધી આ વર્લ્ડ કપ માટે પોતાની પ્રાથમિક ટીમની જાહેરાત કરી નથી.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

જો મીડિયા રિપોર્ટનું માનીએ તો BCCIની વરિષ્ઠ પસંદગી સમિતિ 3 સપ્ટેમ્બરે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી શકે છે. ટીમોએ 5 સપ્ટેમ્બર સુધીમાં તેમની 18 સભ્યોની ટીમની જાહેરાત કરવાની રહેશે અને ત્યારબાદ 28 સપ્ટેમ્બર સુધીમાં તેમની 15 સભ્યોની ટીમની જાહેરાત કરવાની રહેશે.

આ પણ વાંચો : આ છે WWEના પાંચ સૌથી ખતરનાક મૂવ, જોખમમાં મૂકાયો છે અનેક રેસલર્સનો જીવ

આ પણ વાંચો : Neeraj Chopra: નીરજ ચોપરાની આ વાતો જે તેમને બનાવે છે વર્લ્ડ ચેમ્પિયન અને અન્ય ખેલાડીઓથી રાખે છે પોતાને આગળ

એશિયા કપમાં 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ પછી બીજા દિવસે જ વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. એશિયા કપ ટીમની જાહેરાત કરતા બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું હતું કે ODI વર્લ્ડ કપની ટીમ માત્ર એશિયા કપમાં પસંદ કરાયેલા ખેલાડીઓ જેવી જ હોઈ શકે છે.

એશિયા કપ ટીમની જાહેરાત કરતી વખતે મુખ્ય પસંદગીકારે કહ્યું હતુ કે કેએલ રાહુલને હજુ પણ નાની ઈજા છે અને તે 2-3 સપ્ટેમ્બર સુધીમાં ફિટ થઈ જશે તેવી અપેક્ષા છે. આ કારણે તે 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાનારી મેચમાં ભાગ લઈ શકશે નહીં. આવી સ્થિતિમાં એ જોવાનું રહેશે કે જો રાહુલ એશિયા કપની પ્રથમ મેચ નહીં રમે તો રાહુલની ટીમમાં પસંદગી થાય છે કે નહીં.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">