Ripal Patel, IPL 2022 Auction: રિપલ પટેલને દિલ્હી કેપિટલ્સે ફરી વાર પોતાની સાથે જોડ્યો, નડિયાદના સામાન્ય પરિવારમાંથી આવે છે આ યુવા ખેલાડી
Ripal Patel Auction Price: દિલ્હી કેપિટલ્સે તેને બેઝ પ્રાઇઝ પર ટીમ દ્વારા ફરી એકવાર પોતાની સાથે જોડ્યો છે.
આઇપીએલ 2022 ઓક્શન (IPL 2022 Auction) માં ગુજરાતી ખેલાડીઓ પણ આઇપીએલમાં આકર્ષણનુ કેન્દ્ર રહ્યા છે. બેંગ્લુરુમાં યોજાઇ રહેલ ઓક્શન દરમિયાન ચેતન સાકરિયા, પ્રેરક માંકડ સહિતના યુવા ખેલાડીઓ ઉપરાંત હર્ષલ પટેલ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા જેવા ખેલાડીઓ પણ પહેલાથી જ આઇપીએલ ફેન્ચાઇઝી માટે આકર્ષણ ધરાવે છે. ગુજરાતી ખેલાડીઓ તેમની અપેક્ષાઓ પર પણ ખરા ઉતર્યા છે. જેમાં અક્ષર અને હર્ષલ પટેલ ઉપરાંત પંડ્યા બ્રધર્સે પુરવાર કરી બતાવ્યુ છે. આવી જ રીતે ખેડાના નડિયાદનો રિપલ પટેલ (Ripal Patel) પણ ફરી એકવાર દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમની પસંદ બન્યો છે. તેને બેઝ પ્રાઇઝ પર ટીમ દ્વારા ફરી એકવાર પોતાની સાથે જોડ્યો છે.
સામાન્ય પરિવારમાંથી આવતો રિપલ પટેલેને દિલ્હી કેપિટલ્સની ટીમે 20 લાખ રુપિયામાં હરાજી દરમિયાન ખરીદી પોતાની સાથે બનાવી રાખ્યો છે. રિપલ આ પહેલા પણ દિલ્હી ની ટીમ સાથે જોડાયેલો હતો. આ વખતે તેને આશા છે કે, વધુ સારી તક ઋષભ પંતની ટીમમાં મળશે અને જેમાં તે પોતાનો દમ દર્શાવશે. તેણે આ અંગે TV9 સાથેની વાતચીત કરી હતી અને તેના પરિવારે પણ વાતચીત દરમિયાન ખુશી વ્યક્ત કરી હતી.
આઇપીએલમાં પંતની આગેવાની ધરાવતી ટીમના હિસ્સો રિપલના પિતાના વિનુભાઇ પટેલ, પુત્ર પરથી ખૂબ જ ગર્વ છે અને તે દિલ્હીની ટીમની અપેક્ષાઓને પુર્ણ કરશે. તેની માતા રંજનબેન પટેલે પણ પુત્રને દિલ્હી કેપિટલ્સે પોતાની સાથે સમાવવાને લઇને આનંદ વ્યક્ત કર્યો હતો.
Ripal Patel sold to Delhi Capitals ;Family members rejoice#Kheda #Gujarat #IPLMegaAuction2022 #TV9News pic.twitter.com/9sHhGpNWQ7
— Tv9 Gujarati (@tv9gujarati) February 13, 2022
આમ રહ્યુ છે રિપલનુ ક્રિકેટ કરિયર
નડિયાદનો રિપલ પટેલ આઇપીએલમાં 2 મેચ રમ્યો છે અને જેમાં તેણે 25 રન કર્યા હતા. આ દરમિયાન તેણે 3 બાઉન્ડરી લગાવી હતી. તેનો સ્ટ્રાઇક રેટ 92.6 નો રહ્યો છે. જ્યારે બોલીંગમાં તેણે 3 ઓવર કરીને 22 રન આપ્યા હતા. જોકે તેને વિકેટ મળી શકી નહોતી. તે લિસ્ટ એ 14 મેચ રમી છે અને જેમાં તેણે 13 ઇનીગમાં 185 રન કર્યા હતા. જ્યારે T20 ફોર્મેટની 19 ઘરેલુ મેચ રમીને 16 ઇનીંગમાં 299 રન નોંધાવ્યા છે. જેમાં તેની એવરેજ 29.9ની રહી છે. જ્યારે સ્ટ્રાઇક રેટ 154.9 ની રહી છે.