IPL 2022 Auction: ધોની કરતા વધારે સેલરી મળવાને લઇને દીપક ચાહરે કહી મોટી વાત, બોલી રોકાવવા ઇચ્છતો હતો!
દીપક ચહર (Deepak Chahar) ને ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડની રેકોર્ડ બ્રેક કિંમતે ખરીદ્યો, ધોની (MS Dhoni) ની સેલરી 12 કરોડ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે આઇપીએલ 2022 મેગા ઓક્શન (IPL 2022 Auction) માં દીપક ચહર (Deepak Chahar) ને ખરીદવા માટે બધું દાવ પર લગાવી દીધું. ઘણી ટીમો પહેલા દિવસે દીપક ચહરને ખરીદવા માંગતી હતી પરંતુ ચેન્નાઈએ પોતાના ખેલાડીને પરત મેળવવા માટે પોતાના ઈતિહાસમાં સૌથી વધુ બોલી લગાવી હતી. દીપક ચહરને ખરીદવા માટે ચેન્નાઈએ 14 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. દીપક ચહરને 2018માં ચેન્નાઈએ માત્ર 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો અને હવે તેની આઈપીએલ સેલેરી ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) કરતા પણ વધુ થઈ ગઈ છે. ધોની કરતા પણ વધુ પૈસા મળવા છતાં દીપક ચહરે દિલ જીતી લેનારો જવાબ આપ્યો છે. દરમિયાન તેણે એ પણ જણાવ્યું કે એક સમય હતો જ્યારે તે બોલી રોકવા માંગતો હતો.
ધોની કરતાં વધુ પગાર મળવા પર પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે સ્ટાર સ્પોર્ટ્સ પર દીપક ચહરને પૂછ્યું કે હવે તેનો પગાર ધોની કરતાં પણ વધુ થઈ ગયો છે. ધોનીને 12 કરોડ મળશે અને તમે 14 કરોડ છો, લોકો આ વિશે ઘણી વાતો કરશે. જેના પર દીપક ચહરે દિલ જીતી લેનારો જવાબ આપ્યો. ચહરે કહ્યું, ‘જો તે બાબત ધોનીના હાથમાં હોત તો તેમણે એક પૈસો પણ ન લીધો હોત. ચેન્નાઈ તેને નંબર વન પર જાળવી રાખવા માંગતુ હતુ પરંતુ તેણે પોતે જ ના પાડી દીધી. ધોની માત્ર ટીમ બનાવવા માટે રમે છે, પૈસા માટે નહીં.
શ્રીનિવાસને ચહરનું વચન આપ્યું હતું
દીપક ચહરે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે ફરી જોડાઈને એક રસપ્રદ વાત કહી. દીપક ચહરે જણાવ્યું કે વર્ષ 2018માં ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન શ્રીનિવાસને તેમને કહ્યું હતું કે હવે તમે હંમેશા ચેન્નાઈમાં જ રહેશો. દીપક માટે ચેન્નાઈ સુપર કિંગ્સનો જુસ્સો પણ એવો જ દેખાયો.
દીપક ચહરે સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત દરમિયાન ખુલાસો કરતા કહ્યું કે તે પોતાની પર લાગી રહેલી બોલી રોકવા માંગતો હતો. દીપક ચહરે કહ્યું, ‘જ્યારે મારા પરની બોલી 12થી 13 કરોડ સુધી પહોંચી, ત્યારે મેં વિચાર્યું કે હવે બોલી રોકવી જોઈએ. અમારે પણ સારી ટીમ બનાવવાની છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2022માં મહત્વના ખેલાડીઓને ખરીદ્યા છે.
IPL 2022ની હરાજીમાં ચેન્નાઈએ પહેલા તેમના મુખ્ય ખેલાડીઓને ફરીથી ખરીદ્યા હતા. તેણે ફરીથી અંબાતી રાયડુ, રોબિન ઉથપ્પા, દીપક ચહર, ડ્વેન બ્રાવોને પોતાની ટીમમાં સામેલ કર્યા અને પછી તેણે શિવમ દુબેના રુપમાં સારો ઓલરાઉન્ડર ખરીદ્યો. આ સાથે શ્રીલંકાના સ્પિનર મહિષ તિક્ષ્ણાને પણ ચેન્નાઈ સુપર કિંગ્સે 7 કરોડમાં પોતાનો બનાવ્યો હતો.