Rinku Singh Priya Saroj Engagement : રિંકુ સિંહ અને પ્રિયા સરોજે 300 મહેમાનોની હાજરીમાં કરી સગાઈ,લગ્ન પછી 3.5 કરોડના ઘરમાં રહેશે કપલ
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના ફિનિશર રિંકુ સિંહ આજે એટલે કે 8 જૂને સગાઈ કરી છે. આ સગાઈ સમાજવાદી પાર્ટી (SP)ના યુવા સાંસદ પ્રિયા સરોજ સાથે કરી છે. આ કાર્યક્રમ લખનૌની ફાઇવ સ્ટાર હોટલ સેન્ટ્રમમાં છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના ફિનિશર રિંકુ સિંહ આજે એટલે કે 8 જૂને સગાઈ કરી છે. આ સગાઈ સમાજવાદી પાર્ટી (SP)ના યુવા સાંસદ પ્રિયા સરોજ સાથે કરી છે. આ કાર્યક્રમ લખનૌની ફાઇવ સ્ટાર હોટલ સેન્ટ્રમમાં છે.ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈ થઈ ગઈ છે. આ રિંગ સેરેમની લખનૌની ફાઇવ સ્ટાર હોટલ સેન્ટ્રમમાં યોજાઈ હતી. આ સમારોહમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર પ્રવીણ કુમાર અને પીયૂષ ચાવલા, તેમજ યુપી રણજી ટીમના કેપ્ટન આર્યન જુયાલ જેવા પ્રખ્યાત ખેલાડીઓએ હાજરી આપી હતી.
Heartfelt Congratulations to Rinku Singh and Priya Saroj on there engagement! pic.twitter.com/U5lReioOBS
— Abhimanyu Indian (@Abhi321997) June 8, 2025
આ દરમિયાન, રિંકુ સિંહે પ્રિયા સરોજને વીંટી પહેરાવતાની સાથે જ તે રડવા લાગી.તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવે આ સગાઈમાં હાજરી આપી હતી. આ ઉપરાંત બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને જયા બચ્ચન પણ રિંકુ અને પ્રિયાને આશીર્વાદ આપવા માટે ત્યાં પહોંચ્યા હતા.
કોણ છે પ્રિયા સરોજ
25 વર્ષીય પ્રિયા સરોજ મછલીશહર લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના સાંસદ છે. તેમણે આ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના બી.પી. સરોજને 35,000થી વધુ મતોથી હરાવ્યા હતા. હાલમાં, તે સંસદમાં સૌથી નાની વયની મહિલા સાંસદોમાંની એક છે. રિંકુ અને પ્રિયા એક વર્ષથી વધુ સમયથી એકબીજાને ઓળખે છે.
રિંકુ અને પ્રિયાના લગ્ન 18 નવેમ્બરે વારાણસીની હોટેલ તાજમાં થશે. આ સમારોહમાં ક્રિકેટ સ્ટાર્સ, ફિલ્મ હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ હાજરી આપી શકે છે.આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ માહિતી પ્રિયા સરોજના પિતા તૂફાની સરોજે થોડા દિવસો પહેલા આપી હતી.
રિંકુ સિંહની કુલ નેટવર્થ કેટલી છે?
છેલ્લા કેટલાક વર્ષોમાં રિંકુ સિંહની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બની છે.સ્પોર્ટ્સકીડા અને અન્ય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ 18 કરોડ રૂપિયા છે. તેમને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી ‘C’ કેટેગરી હેઠળ વાર્ષિક 1 કરોડ રૂપિયાનો પગાર મળે છે. આ ઉપરાંત, તે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) માટે IPLમાં રમે છે, જ્યાંથી તેમને 55 લાખ રૂપિયા મળતા હતા. આ ઉપરાંત, રિંકુ જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ સારી કમાણી કરે છે, જેનાથી તેમને વાર્ષિક લગભગ 3 થી 4 કરોડ રૂપિયાની વધારાની આવક થાય છે.