RCB vs MI, IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સ સામે બેંગ્લોરે 165 રનનો સ્કોર ખડક્યો, કોહલી-મેક્સવેલની ફીફટી, બુમરાહની 3 વિકેટ

આખરે આજે કોહલી (Virat Kohli) નુ બેટ ચાલ્યુ હતુ અને તેણે મુંબઇ ઇન્ડીયન્સ સામે અર્ધશતક લગાવ્યુ હતુ. રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પહેલા બોલીંગ પસંદ કરી હતી.

RCB vs MI, IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સ સામે બેંગ્લોરે 165 રનનો સ્કોર ખડક્યો, કોહલી-મેક્સવેલની ફીફટી, બુમરાહની 3 વિકેટ
Virat Kohli-Glenn Maxwell
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 9:22 PM

ડબલ હેડર રવિવારની બીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) વચ્ચે રમાઇ હતી. IPL 2021 ની 39માં મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઇ રહી છે. રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પહેલા RCB ની ટીમને બેટીંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. વિરાટ કોહલી (Virat Kohli) એ અર્ધશતક સાથે ની રમત રમી હતી. કોહલી અને મેક્સવેલ (Glenn Maxwell) ની ફીફટી વાળી રમતે ટીમે 165 રનનો સ્કોર 6 વિકેટ ગુમાવીને કર્યો હતો.

વિરાટ કોહલીનુ બેટ સિઝનમાં ખુલ્યુ હોય એમ આજે તેના ફેન્સને લાગ્યુ હતુ. કોહલી રન બનાવવાના મામલામાં ટોપ ટેનમાં પણ સમાવેશ થતો નહોતો. પરંતુ આજે તેણે શાનદાર રમત દર્શાવી હતી. બુમરાહે શરુઆતમાંજ વિકેટ અપાવી ઓપનીંગ જોડીને તોડી હતી. પરંતુ ત્યાર બાદ ઝડપથી વિકેટ હાથ લાગી રહી નહોતી. આ દરમ્યાન મેક્સવેલે આક્રમક રમત રમીને સ્કોર બોર્ડને ઝડપ થી ફેરવ્યુ હતુ.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બેટીંગ ઇનીંગ

વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલની ઓપનીંગ જોડી માત્ર 7 જ રન સુધી ટકી શકી હતી. પડિક્કલ શૂન્ય રન પર જ આઉટ થયો હતો. ત્યાર બાદ શ્રીકાર ભરતે 24 બોલમાં 24 રન ફટકાર્યા હતા, તેણે 2 છગ્ગા અને 2 ચોગ્ગા લગાવ્યા હતા. આરસીબીએ બીજી વિકેટ 75 ના સ્કોર પર ગુમાવી હતી. કોહલીએ ભરત અને મેક્સવેલ સાથે મળીને સ્કોર બોર્ડને આગળ ધપાવ્યુ હતુ. જોકે કોહલી એ 42 બોલમાં 51 રન કરીને પોતાની વિકેટ ગુમાવી હતી. તેણે શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ.

ગ્લેન મેક્સવેલે આક્રમક રમત અપનાવી હતી. તેણે શાનાદર સ્વીચ શોટ અને સ્વીપ શોટ રમીને ચોગ્ગા અને છગ્ગા લગાવ્યા હતા. તેણે 37 બોલમાં 56 રન ફટકાર્યા હતા. મેક્સવેલે 3 છગ્ગા અને 6 ચોગ્ગા લગાવ્યા હતા. એબી ડિવિલીયર્સે 6 બોલમાં 11 રન કર્યા હતા. શાહબાઝ અહેમદ 1 રન કરીને બોલ્ડ થયો હતો. ડેનિયલ જેમિસન અને કિશ્વન એક એક રન કરીને અણનમ રહ્યા હતા.

મુંબઇ ઇન્ડીયન્સ બોલીંગ

જસપ્રિત બુમરાહ ઓપનીંગ જોડી તોડવામાં સફળ રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રાહુલ ચાહરે 4 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. એડમ મિલ્ને એ 4 ઓવરમાં 48 રન આપી 1 વિકેટ કોહલીની રુપમાં મેળવી હતી. ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરના અંતે 17 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં 27 રન આપ્યા હતા. પરંતુ તે વિકેટ મેળવી શક્યો નહોતો.

આ પણ વાંચોઃ Sports News : અમદાવાદમાં ટ્રાન્સટેડિયા ખાતે ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરની શરૂઆત, કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચોઃ IPL 2021, CSK vs KKR: કલકત્તા સામે ચેન્નાઇએ અંતિમ બોલે 2 વિકેટે જીત મેળવી, રવિન્દ્ર જાડેજાની આક્રમક રમતે અંતમાં મેચ રોમાંચક બનાવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">