RCB vs GT IPL 2023 Highlights : ગુજરાત ટાઈટન્સની 6 વિકેટથી જીત, બેંગ્લોર પ્લેઓફની રેસમાંથી બહાર
Royal challengers bangalore vs Gujarat Titans IPL 2023 Highlights in Gujarati : બેંગ્લોર માટે પ્લેઓફમાં પહોંચવા આ મેચમાં જીત મેળવી જરુરી હતી. બેંગ્લોરની ટીમે વિરાટની સતત બીજી સેન્ચુરીની મદદથી 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શુભમન ગિલની શાનદાર ઈનિંગની મદદથી ગુજરાત ટાઈટન્સની ટીમે આજની મેચમાં જીત મેળવી હતી.

આઈપીએલ 2023ની 70મી અને અંંતિમ મેચ આજે બેંગ્લોરના ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. બેંગ્લોર અને ગુજરાત વચ્ચેની આ મેચ વરસાદને કારણે 8.25 કલાકે શરુ થઈ હતી. ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. બેંગ્લોર માટે પ્લેઓફમાં પહોંચવા આ મેચમાં જીત મેળવી જરુરી હતી. બેંગ્લોરની ટીમે વિરાટની સતત બીજી સેન્ચુરીની મદદથી 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શુભમન ગિલની શાનદાર ઈનિંગની મદદથી ગુજરાત ટાઈટન્સની ટીમે આજની મેચમાં જીત મેળવી હતી.
શુભમન ગિલે સિક્સર ફટકારીને સિક્સર ફટકારીને પોતાની સેન્ચુરી પૂરી કરી હતી. આ સાથે ગુજરાતની ટીમે જીત મેળવી હતી. અને બેંગ્લોરની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ છે. આઈપીએલ ઈતિહાસમાં આજે સતત બીજી વાર એવી ઘટના બની હતી. જ્યારે એક મેચમાં 2 ટીમના ખેલાડીઓએ સેન્ચુરી ફટકારી હોય. આજે બેંગ્લોરના વિરાટ કોહલી અને ગુજરાતના શુભમન ગિલે સેન્ચુરી ફટકારી હતી. આ પહેલા વિરાટ કોહલી અને કલાસેને બેંગ્લોર-હૈદરાબાદની મેચમાં આ કામ કર્યું હતું.
LIVE NEWS & UPDATES
-
RCB vs GT IPL 2023 Live Score : ગુજરાત ટાઈટન્સની ચોથી વિકેટ પડી
ગુજરાત ટાઈટન્સની ચોથી વિકેટ પડી
-
RCB vs GT IPL 2023 Live Score : 17 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 164/3
ગુજરાત તરફથી ગિલ 78 રન અને મિલર 6 રન સાથે રમી રહ્યા છે. બેંગ્લોરની ટીમે 198 રનનો ટાર્ગેટ આપ્યો છે. જીત માટે 18 બોલમાં 34 રનની જરુર. 17 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 164/3
-
-
RCB vs GT IPL 2023 Live Score : 16 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 155/3
ગુજરાત તરફથી ગિલ 72 રન અને મિલર 4 રન સાથે રમી રહ્યા છે. બેંગ્લોરની ટીમે 198 રનનો ટાર્ગેટ આપ્યો છે. 16 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 155/3
-
RCB vs GT IPL 2023 Live Score : શાનાકા 0 રન બનાવી આઉટ
શાનાકા 0 રન બનાવી આઉટ. 15.3 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 150/3. જીત માટે 27 બોલમાં 48 રનની જરુર.
-
RCB vs GT IPL 2023 Live Score : વિજય શંકર ફિફટી ફટકારી આઉટ થયો
વિજય શંકરે 106 મીટરની સિક્સર ફટકારીને ફિફટી પૂરી કરી હતી. વિજયકુમારની ઓવરામાં વિરાટ કોહલીના હાથે તે કેચ આઉટ થયો. 53 રનમાં તેણે 2 સિક્સર અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. જીત માટે 30 બોલમાં 50 રનની જરુર.
-
-
RCB vs GT IPL 2023 Live Score : 13 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 125/1
ગુજરાત તરફથી ગિલ 69 રન અને વિજય શંકર 32 રન સાથે રમી રહ્યા છે. બેંગ્લોરની ટીમે 198 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગિલની બેટથી આ ઓવરમાં 2 સિક્સર જોવા મળી. 13 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 125/1
-
RCB vs GT IPL 2023 Live Score : 12 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 109/1
ગુજરાત તરફથી ગિલ 53 રન અને વિજય શંકર 32 રન સાથે રમી રહ્યા છે. બેંગ્લોરની ટીમે 198 રનનો ટાર્ગેટ આપ્યો છે. 12 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 109/1
-
RCB vs GT IPL 2023 Live Score : 25 વર્ષનe થતાં પહેલાં IPL સિઝનમાં 600થી વધુ રન
- શોન માર્શ (2008માં 616 રન)
- રિષભ પંત (2018માં 684 રન)
- રૂતુરાજ ગાયકવાડ (2021માં 635 રન)
- યશસ્વી જયસ્વાલ (2023માં 625 રન)
- શુભમન ગિલ (2023માં 603* રન)
-
RCB vs GT IPL 2023 Live Score : 8 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 71/1
ગુજરાત તરફથી ગિલ 28 રન અને વિજય શંકર 21 રન સાથે રમી રહ્યા છે. બેંગ્લોરની ટીમે 198 રનનો ટાર્ગેટ આપ્યો છે. 8 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 71/1
-
RCB vs GT IPL 2023 Live Score : 5 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 35/1
ગુજરાત તરફથી ગિલ 13 રન અને વિજય શંકર 5 રન સાથે રમી રહ્યા છે. બેંગ્લોરની ટીમે 198 રનનો ટાર્ગેટ આપ્યો છે. 5 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 35/1
-
RCB vs GT IPL 2023 Live Score : ગુજરાત ટાઈટન્સની પ્રથમ વિકેટ પડી
સિરાજની ઓવરમાં સાહા 12 રન બનાવીને કેચ આઉટ થયો છે. તેણે આ ઈનિંગમાં 2 ચોગ્ગો ફટકાર્યા હતા. 3 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 25/1
-
RCB vs GT IPL 2023 Live Score : ગુજરાત ટાઈટન્સની બેટિંગ શરુ
ગુજરાત તરફથી સાહા અને ગિલ બેટિંગ માટે આવ્યા છે. બેંગ્લોરની ટીમે 198 રનનો ટાર્ગેટ આપ્યો છે. 1 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 2/0
-
RCB vs GT IPL 2023 Live Score : 20 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 197/5
બેંગલોર તરફથી વિરાટ કોહલી 101 રન અને અનુજ રાવત 23 રન સાથે રમી રહ્યા હતા.વિરાટ કોહલીએ આજે આઈપીએલ 2023ની સતત બીજી સેન્ચુરી બનાવી છે.આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધારે 7 સેન્ચુરી ફટકારનાર ખેલાડી બન્યો છે વિરાટ કોહલી.
-
RCB vs GT IPL 2023 Live Score : 18 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 149/5
બેંગલોર તરફથી વિરાટ કોહલી 89 રન અને અનુજ રાવત 7 રન સાથે રમી રહ્યો છે. આ ઓવરમાં 1 સિક્સર અને 1 ચોગ્ગો જોવા મળ્યો. વિરાટ કોહલી સેન્ચુરીથી 11 રન દૂર. 18 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 149/5
-
RCB vs GT IPL 2023 Live Score : 16 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 149/5
બેંગલોર તરફથી વિરાટ કોહલી 73 રન અને અનુજ રાવત 3 રન સાથે રમી રહ્યો છે. આ ઓવરમાં 2 ચોગ્ગો જોવા મળ્યા. 16 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 149/5
-
RCB vs GT IPL 2023 Live Score : 15 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 136/5
બેંગલોર તરફથી વિરાટ કોહલી 63 રન અને અનુજ રાવત 1 રન સાથે રમી રહ્યો છે. 15 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 136/5
-
RCB vs GT IPL 2023 Live Score : બેંગ્લોરની અડધી ટીમ આઉટ
યશ દયાલની ઓવરમાં દિનેશ કાર્તિક 0 રન પર આઉટ થયો. બેંગ્લોરની અડધી ટીમ આઉટ થઈ છે.
-
RCB vs GT IPL 2023 Live Score : બેંગ્લોરની ચોથી વિકેટ પડી
બેંગ્લોરની ચોથી વિકેટ પડી, શમીની ઓવરમાં બ્રેસવેલ 26 રન બનાવી આઉટ થયો છે. તેણે આ ઈનિંગમાં 5 ચોગ્ગો ફટકાર્યા હતા.
-
RCB vs GT IPL 2023 Live Score : વિરાટ કોહલી એ 16મી સિઝનમાં 7મી ફિફટી ફટકારી
:વિરાટ કોહલી એ 16મી સિઝનમાં 7મી ફિફટી ફટકારી, બેંગ્લોરનો સ્કોર 100 રનને પાર. વિરાટ કોહલીએ 35 બોલમાં આ ફિફટી પૂરી કરી છે. 12 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 112/3
-
RCB vs GT IPL 2023 Live Score : 11 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 104/3
બેંગલોર તરફથી વિરાટ કોહલી 49 રન અને બ્રેસવેલ 10 રન સાથે રમી રહ્યો છે. નૂર અહેમદની ઓવરમાં 1 સિક્સર અને ચોગ્ગો મેક્સવેલે ફટકારી. આ ઓવરમાં 2 ચોગ્ગો જોવા મળ્યા. 11 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 104/3
-
RCB vs GT IPL 2023 Live Score : લોમરોર 1 રન બનાવી આઉટ
ગુજરાત ટાઈટન્સને મળી ત્રીજી સફળતા, લોમરોર 1 રન બનાવી આઉટ. આજે નૂર અહેમદે બીજી વિકેટ લીધી. 9.1 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 85/3
-
RCB vs GT IPL 2023 Live Score : બેંગ્લોરની બીજી વિકેટ પડી
ગુજરાત ટાઈટન્સને મળી બીજી સફળતા, મેક્સવેલ 11 રન બનાવી આઉટ. રાશિદ ખાનની ઓવરમાં બેંગ્લોરની બીજી વિકેટ પડી.
-
RCB vs GT IPL 2023 Live Score : 8 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 79/1
બેંગલોર તરફથી વિરાટ કોહલી 39 રન અને મેક્સવેલ 11 રન સાથે રમી રહ્યો છે. નૂર અહેમદની ઓવરમાં 1 સિક્સર અને ચોગ્ગો મેક્સવેલે ફટકારી. 8 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 79/1
-
RCB vs GT IPL 2023 Live Score : ફાફ ડુ પ્લેસી 28 રન બનાવી આઉટ
ગુજરાત ટાઈટન્સને મળી પહેલા સફળતા, ફાફ ડુ પ્લેસી 28 રન બનાવી આઉટ. નૂર અહેમદની ઓવરમાં રાહુલ તેવટિયા એ કેચ પકડીને પોતાની ટીમને પહેલા સફળતા અપાવી.
-
RCB vs GT IPL 2023 Live Score : 6 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 62/0
બેંગલોર તરફથી વિરાટ કોહલી 36 રન અને ફાફ ડુ પ્લેસી 25 રન સાથે રમી રહ્યો છે. આઈપીએલ 2023માં 8મી વાર વિરાટ-ફાફ વચ્ચે 50 રનની પાર્ટનરશિપ થઈ. જે કોઈ પણ સિઝનમાં સૌથી વધારે છે. 6 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 62/0
-
RCB vs GT IPL 2023 Live Score : 8મી વાર 50 રનની પાર્ટનરશિપ
IPL સિઝનમાં સૌથી વધુ 50 થી વધુની ભાગીદારી
- 8 – વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (RCB, 2023)
- 7 – વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ (RCB, 2016)
- 7 – ફાફ ડુ પ્લેસિસ, રૂતુરાજ ગાયકવાડ (CSK, 2021)
- 7 – જોની બેરસ્ટો, ડેવિડ વોર્નર (SRH, 2019)
-
RCB vs GT IPL 2023 Live Score : 4 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 43/0
બેંગલોર તરફથી વિરાટ કોહલી 21 રન અને ફાફ ડુ પ્લેસી 21 રન સાથે રમી રહ્યો છે. યશ દયાલની ઓવરમાં 4 ચોગ્ગા જોવા મળ્યા. 4 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 43/0
-
RCB vs GT IPL 2023 Live Score : 3 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 26/0
બેંગલોર તરફથી વિરાટ કોહલી 8 રન અને ફાફ ડુ પ્લેસી 17 રન સાથે રમી રહ્યો છે. શમીની ઓવરમાં 4 ચોગ્ગા જોવા મળ્યા. 3 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 26/0
-
RCB vs GT IPL 2023 Live Score : બેંગ્લોરની બેટિંગ શરુ
વરસાદના કારણે આજે 7.30ના સ્થાને 8.25 કલાકે મેચ શરુ થઈ છે. બેંગ્લોર તરફથી વિરાટ કોહલી અને ફાફા ડુ પ્લેસી બેટિંગ માટે આવ્યા છે. 1 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર – 6/0. આ ઓવરમાં વિરાટ કોહલી એ એક ચોગ્ગો ફટકાર્યો.
-
RCB vs GT IPL 2023 Live Score : વરસાદને કારણે 8.25 વાગ્યે શરુ થશે મેચ
ગુજરાત અને બેંગ્લોરની મેચ 8.25 કલાકે શરુ થશે. મેચ 20-20 ઓવરની જ રમાશે.
-
RCB vs GT IPL 2023 Live Score : જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા ( વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), દાસુન શનાકા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહમદ, મોહમ્મદ શમી, યશ દયાલ
ગુજરાત ટાઇટન્સ સબ્સ: વિજય શંકર, કેએસ ભરત, શિવમ માવી, સાંઇ કિશોર, અભિનવ મનોહર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, અનુજ રાવત, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વૈશક
રોયલ ચેલેન્જર્સ બેંગલોર સબ્સ: હિમાંશુ શર્મા, એસ પ્રભુદેસાઈ, ફિન એલન, સોનુ યાદવ, આકાશ દીપ
-
RCB vs GT IPL 2023 Live Score : ગુજરાત ટાઈટન્સે ટોસ જીત્યો
🚨 Toss Update 🚨@gujarat_titans win the toss and elect to field first against @RCBTweets.
Follow the match ▶️ https://t.co/OQXDTMiSpI #TATAIPL | #RCBvGT pic.twitter.com/p9xJlXXElz
— IndianPremierLeague (@IPL) May 21, 2023
વરસાદને કારણે આજે 7 વાગ્યાની જગ્યાએ 7.45 કલાકે ટોસ થયો. ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સે બોલિંગ પસંદ કરી છે.
-
RCB vs GT IPL 2023 Live Score : બેંગ્લોરથી ખુશીના સમાચાર
બેંગ્લોરમાં વરસાદ બંધ થયો છે. મેદાનમાંથી કવર્સ હટયા છે. મળતી માહિતી અનુસાર 7.45 વાગ્યે થશે ટોસ અને 8 વાગ્યે મેચ શરુ થશે
-
RCB vs GT IPL 2023 Live Score : મુંબઈની જીત, બેંગ્લોરમાં વરસાદ બંધ
મુંબઈની જીત સાથે હવે બેંગ્લોરની ટીમે આ મેચમાં જીત મેળવી જરુરી બની છે. આ સાથે બેંગ્લોરમાં વરસાદ બંધ થયો છે અને કવર્સ હટી રહ્યાં છે.
-
MI vs SRH Live Score: માત્ર 8 રનની જરુર
પૂરી ત્રણ ઓવર એટલે કે 18 બોલની રમત બાકી છે અને 8 રનની જરુર મુંબઈને જીત માટે છે. પ્લેઓફમાં દાવેદારી આ સાથે જ મુંબઈ જાળવી રાખશે.
-
RCB vs GT IPL 2023 Live Score : આવુ થશે તો મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચશે
બેંગ્લોર અને ગુજરાત વચ્ચેની મેચ જો વરસાદને કારણે રદ્દ થશે, તો બંને ટીમને 1-1 પોઈન્ટ મળશે. જેને કારણે બેંગ્લોરની ટીમના પોઈન્ટ ટેબલમાં 15 પોઈન્ટ થશે. અને જો ગુજરાતની ટીમ બેંગ્લોરની ટીમને હરાવશે તો બેંગ્લોરની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થશે કારણે કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 16 પોઈન્ટ સાથે હાલમાં ચોથા ક્રમે પહોંચવા માટે અગ્રેસર છે. હૈદરાબાદ સામે મુંબઈની ટીમ જીતતી જોવા મળી રહી છે.
-
RCB vs GT IPL 2023 Live Score : પ્લેઓફમાં પહોંચવા માટે જીત જરુરી
પ્લેઓફમાં પહોંચવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આજની મેચમાં જીત મેળવી જરુરી છે. આજની મેચમાં જીત મેળવી બેંગ્લોરની ટીમ 16 પોઈન્ટ અને સારા નેટ રનરેટને કારણે મુંબઈને પછાડીને પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની શકશે.
-
RCB vs GT IPL 2023 Live Score : વરસાદને કારણે ટોસમાં વિલંબ
🚨 Update from Bengaluru 🚨
Toss has been delayed due to rains 🌧️
Stay tuned for further updates. #TATAIPL | #RCBvGT pic.twitter.com/g2uYIVlYzw
— IndianPremierLeague (@IPL) May 21, 2023
બેંગ્લોરમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે આઈપીએલ 2023ની અંતિમ મેચનો ટોસ અને મેચ શરુ થવામાં વિલંબ થશે. હાલમાં જ શેયર કરવામાં આવેલા એક વીડિયોમાં ગ્રાઉન્ડ પર કવર્સ જોવા મળી રહ્યાં છે.
-
RCB vs GT IPL 2023 Live Score : આજે બેંગ્લોર અને ગુજરાત વચ્ચે ટક્કર
આજે બેંગ્લોરમી ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામીમાં ડિફેન્ડિગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. ગુજરાત ટાઈટન્સની ટીમ પહેલા જ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. જ્યારે બેંગ્લોરની નજર જીત સાથે પ્લેઓફમાં પહોંચવા પર હશે. આ મેચમાં વરસાદ વિઘ્ન બની શકે છે. બેંગ્લોરમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
Published On - May 21,2023 6:59 PM