Ravichandran Ashwinની રેકોર્ડતોડ વાપસી, પિતા બાદ પુત્રને આઉટ કરી રચ્યો ઈતિહાસ, જુઓ Video
આ સાથે તે નંબર 1 ટેસ્ટ બોલર ઈંગ્લેન્ડના પેસર જેમ્સ એન્ડરસનથી આગળ નીકળી ગયો છે. એન્ડરસનને 181 મેચમાં 32 વાર 5 વિકેટ લીધી હતી. આ લિસ્ટમાં એક્ટિવ ખેલાડીઓમાં અશ્વિન પ્રથમ સ્થાન પર છે. જોકે, સૌથી વધારે 5 વિકેટ શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરને લીધી હતી. તેણે 67 વાર 5 વિકેટ લીધી હતી.
Dominica : ઈંગ્લેન્ડમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતીય ટીમમાં અશ્વિનને સ્થાન આપવામાં આવ્યું ન હતું. કેપ્ટનના આ નિર્ણય પર ઘણા સવાલો પણ થયા હતા. અશ્વિનને (Ravichandran Ashwin) ભલે આ ફાઈલન મેચમાં સ્થાન ન મળ્યું , પણ પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરતા જ વેસ્ટ ઈન્ડિઝ સામે તેણે કહેર મચાવ્યો હતો.
અશ્વિને 93મી મેચમાં 33મી વાર એક ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી. આ સાથે તે નંબર 1 ટેસ્ટ બોલર ઈંગ્લેન્ડના પેસર જેમ્સ એન્ડરસનથી આગળ નીકળી ગયો છે. એન્ડરસનને 181 મેચમાં 32 વાર 5 વિકેટ લીધી હતી. આ લિસ્ટમાં એક્ટિવ ખેલાડીઓમાં અશ્વિન પ્રથમ સ્થાન પર છે. જોકે, સૌથી વધારે 5 વિકેટ શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરને લીધી હતી. તેણે 67 વાર 5 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : Afghanistan cricket: અફઘાનિસ્તાન ક્રિકેટની ચમક વધી રહી છે, BCCIની પણ છે મોટી ભૂમિકા
પ્રથમ દિવસે લીધી 5 વિકેટ
33rd fifer in Test cricket
.
.#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/kDFN1WzUMO
— FanCode (@FanCode) July 12, 2023
- ઓસ્ટ્રેલિયા સામે 7 વાર પાંચ વિકેટ
- ઈંંગ્લેન્ડ વિરુદ્ધ 6 વાર પાંચ વિકેટ
- ન્યૂઝિલેન્ડ સામે 6 વાર પાંચ વિકેટ
- વેસ્ટ ઈન્ડિઝ સામે 5 વાર પાંચ વિકેટ
- સાઉથ આફ્રીકા સામે 5 વાર પાંચ વિકેટ
- શ્રીલંકા સામે 3 વાર પાંચ વિકેટ
- બાંગ્લાદેશ સામે 1 વાર પાંચ વિકેટ
પિતા-પુત્રની જોડીને આઉટ કરનાર પ્રથમ ખેલાડી બન્યો
Historic moment in Indian Test cricket.
Ashwin becomes the first Indian to take father – son wicket in Tests. pic.twitter.com/7dRzdxWbVf
— Johns. (@CricCrazyJohns) July 12, 2023
શિવનારાયણ ચંદ્રપોલ અને તેગનારાયણ ચંદ્રપોલ વેસ્ટ ઈન્ડિઝ માટે રમનાર પિતા-પુત્રની જોડી છે. અશ્વિન ટેસ્ટ ફોર્મેટમાં પિતા-પુત્રની જોડીને આઉટ કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે. આસ પહેલા કોઈ ભારતીય બોલર આ કમાલ કરી શક્યો નથી.
ટેસ્ટમાં પિતા અને પુત્રની વિકેટ લેનાર બોલર
- ઇયાન બોથમ (લાન્સ અને ચેર કેર્ન્સ)
- વસીમ અકરમ (લાન્સ અને ચેર કેર્ન્સ)
- મિશેલ સ્ટાર્ક (શિવનારીન અને ટેગેનરીન)
- સિમોન હાર્મર (શિવનારીન અને ટેગેનરીન)
- અશ્વિન (શિવનારાયણ ચંદ્રપોલ અને ટેગેનરીન ચંદ્રપોલ
આ પણ વાંચો : IND vs WI: ઈશાન કિશન ટીમ ઈન્ડિયાનો 307મો ટેસ્ટ ક્રિકેટર બન્યો, આક્રમક બેટિંગની ક્ષમતાએ અપાવ્યું ટીમમાં સ્થાન
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 700 વિકેટ પૂર્ણ કરી
🚨 Milestone Alert 🚨
7⃣0⃣0⃣ wickets in international cricket for @ashwinravi99! 👌 👌
Well done! 👏👏
Follow the match ▶️ https://t.co/FWI05P4Bnd #TeamIndia | #WIvIND pic.twitter.com/P6u5w7yhNa
— BCCI (@BCCI) July 12, 2023
- અનિલ કુંબલે – 956 વિકેટ
- હરભજન સિંહ – 711 વિકેટ
- અશ્વિન – 702 વિકેટ*
અશ્વિને ટેસ્ટ , વનડે અને ટેસ્ટ ક્રિકેટ મળીને 700 વિકેટ લીધી હતી. તેના નામે હાલમાં 702 વિકેટ થઈ હતી. આ પહેલા હરભજન સિંહ (711) અને અનિલ કુંબલે (956) આ કારનામું કરી ચૂક્યા હતા.