WI vs IND 1st Test Day 1 : વેસ્ટ ઈન્ડિઝની ટીમ 150 રન પર ઓલઆઉટ, અશ્વિને લીધી 5 વિકેટ
West Indies vs India Day 1 Report: 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ-ભારત વચ્ચેની પહેલી ટેસ્ટ મેચની શરુઆત થઈ છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલા જ દિવસે 150 રન ઓલઆઉટ થઈ ગઈ હતી. ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય ટીમે બોલિંગ અને બેટિંગ બંનેમાં દમદાર પ્રદર્શન કર્યું હતું.
Dominica : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચની શરુઆત જોઈ ભારતીય ફેન્સ ઘણા ખુશ થયા હતા. પ્રથમ ટેસ્ટ મેચમાં પહેલા જ દિવસે ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝના તમામ ખેલાડીઓને આઉટ કરીને પોતાની ઈનિંગની શરુઆત પણ કરી દીધી હતી. ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર અશ્વિને રેકોર્ડતોડ 5 વિકેટની મદદથી ભારતીય ટીમે યજમાન ટીમને 150 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 80 રન બનાવ્યા છે.
વર્ષ 2011માં ડોમિનિકાના વિંડસર પાર્કમાં પહેલીવાર ટેસ્ટ મેચ રમાઈ હતી. ભારતીય ટીમ આ પ્રથમ ટેસ્ટ મેચનો ભાગ હતી. આજે 12 વર્ષ બાદ ભારતીય ટીમ વિંડસર પાર્કના મેદાન પર ટેસ્ટ ક્રિકેટ રમવા ઉતરી હતી. વિરાટ કોહલીના કરિયરની શરુઆત લગભગ આ સમયગાળામાં થઈ હતી અને હવે યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશનના ટેસ્ટ કરિયરની શરુઆત અહીંથી થઈ રહી છે.
આ પણ વાંચો : Afghanistan cricket: અફઘાનિસ્તાન ક્રિકેટની ચમક વધી રહી છે, BCCIની પણ છે મોટી ભૂમિકા
જુઓ ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રોમાંચક ક્ષણો
That’s Stumps on Day 1 of the opening #WIvIND Test!#TeamIndia move to 80/0, with captain Rohit Sharma and Yashasvi Jaiswal making a fine start.
We will be back tomorrow for Day 2 action!
Scorecard ▶️ https://t.co/FWI05P4Bnd pic.twitter.com/aksOAvowGc
— BCCI (@BCCI) July 12, 2023
SIRAJ, YOU BEAUTY 🔥🔥pic.twitter.com/jRX7llAJjj
— Johns. (@CricCrazyJohns) July 12, 2023
Historic moment in Indian Test cricket.
Ashwin becomes the first Indian to take father – son wicket in Tests. pic.twitter.com/7dRzdxWbVf
— Johns. (@CricCrazyJohns) July 12, 2023
World’s best spinner at work, again! .
.#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/rtOn4Szkqj
— FanCode (@FanCode) July 12, 2023
5⃣0⃣-run stand! 🤝#TeamIndia off to a solid start, courtesy Captain @ImRo45 & debutant @ybj_19 🙌
Follow the match ▶️ https://t.co/FWI05P4Bnd #WIvIND pic.twitter.com/ys9kkbWh93
— BCCI (@BCCI) July 12, 2023
આ પણ વાંચો : IND vs WI: ઈશાન કિશન ટીમ ઈન્ડિયાનો 307મો ટેસ્ટ ક્રિકેટર બન્યો, આક્રમક બેટિંગની ક્ષમતાએ અપાવ્યું ટીમમાં સ્થાન
- પ્રથમ સેશન – વેસ્ટ ઈન્ડિઝ – 64/4
- બીજું સેશન – વેસ્ટ ઈન્ડિઝ – 137/8
- ત્રીજું સેશન – વેસ્ટ ઈન્ડિઝ – 150/10 અને ભારત – 80 /0
વેસ્ટ ઈન્ડિઝ ટીમના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની શરુઆત સારી રહી હતી, પણ ખેલાડીઓના કેટલાક ખરાબ શોર્ટ અને અશ્વિનની શાનદાર બોલિંગને કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓલઆઉટ થઈ હતી. બ્રેથવેટ અને તેજનરેન વચ્ચે 31 રનની પાર્ટનરશિપ થઈ ગઈ હતી. પણ અશ્વિને શરુઆતમાં જ આ બંનેની વિકેટ લઈને ભારતીય ટીમની સારી શરુઆત કરાવી હતી.
ભારતીય ટીમ તરફથી ઈશાન કિશન અને યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ઈશાન કિશને વિકેટકીપર તરીકે પ્રથમ ઈનિંગમાં સારુ પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ઈનિંગમાં અશ્વિને 5, જાડેજાએ 2, શાર્દુલ ઠાકુર-સિરાજે 1-1 વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ 150 રન પર ઓલઆઉટ થતા ભારતીય ટીમની ઈનિંગની શરુઆત થઈ હતી. અંતિમ સેશનના અંતે ભારતીય ટીમનો સ્કોર 80 રન રહ્યો હતો. રોહિત શર્મા 30 રન અને યશસ્વી જયસ્વાલ 40 રન સાથે રમી રહ્યા છે. આજે 13 જુલાઈના રોજ બીજા દિવસની રમતની શરુઆત ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે થશે.