1500 રૂપિયામાં જીવન ગુજારતો યશસ્વી જયસ્વાલ કેવી રીતે બન્યો કરોડપતિ? જાણો પાણીપુરીની લારીથી ટીમ ઈન્ડિયા સુધીની રોચક સફર
યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામે ડોમિનિકા ટેસ્ટમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યું હતું. યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયાનો ભવિષ્યનો મોટો સ્ટાર માનવામાં આવી રહ્યો છે. આજે યશસ્વીએ તેના સપનાની પહેલી સીડી ચઢી છે. તેની ટીમ ઈન્ડિયા સુધીનું સફળ ઘણી રોચક રહી છે.
રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા (Team India) વેસ્ટ ઈન્ડિઝ સામે ડોમિનિકામાં ટેસ્ટ મેચ રમી રહી છે. આ ટેસ્ટમાં એક ઓપનરે પણ ભારત માટે ડેબ્યૂ કર્યું હતું, જેને એક સમયે મહિનાના માત્ર 1500 રૂપિયા મળતા હતા, પરંતુ મહેનતના દમ પર તે કરોડપતિ બની ગયો અને હવે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાનું સપનું પણ પૂરું થયું.
Yashasvi Jaiswal. Opener. Team India. 🇮🇳💗 pic.twitter.com/6SSUWYt2Ae
— Rajasthan Royals (@rajasthanroyals) July 12, 2023
પરિવારથી દૂર રહી કર્યો સંઘર્ષ
યશસ્વી જયસ્વાલ પોતાના બેટથી કમાલ કરી રહ્યો છે. તેણે બાળપણમાં જે સપનું જોયું હતું, તે હકીકત બનીને તેની સામે આવ્યું છે. યશસ્વીએ તંબુમાં જાગીને રાતો વિતાવી તેનું પરિણામ તેને મળ્યું છે. 1500 રૂપિયામાં જીવન ગુજારતો જયસ્વાલ આજે કરોડપતિ છે અને હવે તેનું દેશ માટે રમવાનું સપનું પણ સાકાર થયું છે. જયસ્વાલ માટે અહીં પહોંચવું સરળ નહોતું. પરિવારથી દૂર રહીને તેણે ઘણો સંઘર્ષ કર્યો છે.
What a knock by young Yashasvi Jaiswal @ybj_19.
I read his story: He was having no place of his own, Jaiswal stayed in a tent with the groundsmen at the Maidan, where he often slept hungry and sold panipuri to make ends meet.
Truly Inspiring.#MIvsRR pic.twitter.com/KWZMile56H
— Gaurav🇮🇳 (@IamGMishra) April 30, 2023
પિતા દોઢ હજાર રૂપિયા મોકલતા
જયસ્વાલે થોડા સમય પહેલા સ્ટાર સ્પોર્ટસને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના પિતાએ કહ્યું હતું કે જો તેને ક્રિકેટ રમવું હોય તો તેણે એકલા રહેવું પડશે. જેથી જયસ્વાલ તેના પરિવારથી દૂર ગયો, પરંતુ તે જાણતો હતો કે જો તેણે કંઈક મેળવવું હોય, તો તેણે કંઈક ગુમાવવું પડશે. તે પછી તે એકલો જ રહ્યો. તે ટેન્ટમાં રહીને પ્રેક્ટિસ કરતો હતો. તેને ખાવા-પીવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. તે સમયે તેના પિતા ખર્ચ માટે દોઢ હજાર રૂપિયા મોકલતા હતા, પરંતુ આટલામાં તેને અગવડ પડતી હતી.
આ પણ વાંચો : યશસ્વી જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝ પહોંચતાની સાથે જ હોટેલમાંથી ક્યાં ગાયબ થઈ ગયો? જુઓ VIDEO
From selling Panipuri to scoring 100 in IPL… What a dream journey Yashasvi Jaiswal has gone through ! #MIvsRR pic.twitter.com/7mKBEPFtgn
— Shubman Gang (@ShubmanGang) April 30, 2023
રાત્રે પાણીપુરી વેચતો હતો
જયસ્વાલ પણ તેના પિતાની હાલત જાણતો હતો, તેથી જ તેણે તેમને વધારે પૂછ્યું નહીં. કાકાને મદદ કરવા માટે તે રાત્રે પાણીપુરી વેચતો હતો. એક દિવસ જે છોકરાઓ તેની સાથે રમતા હતા તે દુકાને આવ્યા. જેને જોઈને જયસ્વાલને ખરાબ લાગ્યું અને ત્યાંથી ભાગી ગયો હતો. તે ખૂબ જ થાકી ગયો હતો, પણ તેણે હાર ન માની. તે પોતાની રમતથી હેડલાઇન્સમાં રહેવા લાગ્યો અને 2020માં IPL ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સે તેને 2.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ પછી તેનું નસીબ બદલાઈ ગયું. ત્યારબાદ તેને રાજસ્થાને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો અને આજે તેણે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.