‘એરલીફ્ટ’ ની અભિનેત્રી સાથે Ravi Shastri ના અફેયરની ઉડી હતી ચર્ચા ! ઇંગ્લેંડથી આવી આપી હતી પ્રતિક્રિયા
ટીમ ઇન્ડીયા (Team India) ના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) નુ નામ, એક અભિનેત્રી સાથે જોડાયાના સમાચારો પણ ફેલાતા રહ્યા હતા. 2018 ના દરમ્યાન આ ચર્ચા થવા લાગી હતી, જેનો શાસ્ત્રી ઇન્કાર કર્યો હતો.

ક્રિકેટરનુ એક વાર બેટ નો વાર ચાલી જાય એટલે તે ક્રિકેટર જાણે કે ચુંબકીય આકર્ષણ ધરાવતો હોય છે. બોલીવુડની એકટ્રેસ સ્ટાર ખેલાડીઓની દિવાની રહી હોવાનો ઇતિહાસ રહ્યો છે. તો સુંદર એકટ્રેસના દિવાના પણ ક્રિકેટરો રહી ચુક્યા છે. કોઇ રિલેશન જોડવા અને તેને આગળ વધારવા સફળ રહ્યા તો કોઇ નિષ્ફળ. ટીમ ઇન્ડીયા (Team India) ના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) નુ નામ, એક અભિનેત્રી સાથે જોડાયાના સમાચારો પણ ફેલાતા રહ્યા હતા. 2018 ના દરમ્યાન આ ચર્ચા થવા લાગી હતી, જેનો શાસ્ત્રી ઇન્કાર કર્યો હતો.
ટીમ ઇન્ડીયા (Team India) ના દરેક પ્રવાસે રવિ શાસ્ત્રીનુ નામ ખૂબ જ ચર્ચામાં રહેતુ હોય છે. તે ચર્ચા તેમના જુસ્સા અને તેમના કામને લઇને હોય છે. જોકે એક ચર્ચા તેમના વિશે અભિનેત્રી નિમૃત કૌર (Nimrat Kaur) ને લઇને ફેલાઇ હતી. 2018 ના વર્ષના અરસા દરમ્યાનની વાત છે. તે સમયે એવી જાણકારી ફેલાઇ હતી કે, નિમૃત કૌર શાસ્ત્રી બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે.
નિમૃત કૌર બોલીવુડ ફિલ્મ ‘લંચ બોક્સ’ અને ‘એયરલીફ્ટ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. એક ઇવેન્ટમાં બંનેને સાથે સાથે જોયા બાદ ડેટના સમાચારો એ જોર પકડ્યુ હતુ. જોકે રવિ શાસ્ત્રી પોતાને લઇને થઇ રહેલી આવી ચર્ચાને લઇને જૂઠ ગણાવ્યુ હતુ. તે વખતે ઇંગ્લેંડના પ્રવાસ પર હતા અને તે અરસામાં મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યુ હતુ. તે વખતે તેઓએ પોતાના અંદાજથી વાતનુ ખંડન કર્યુ હતુ.
મીડિયા રિપોર્ટસ મુજબ, 2018 માં તેઓએ આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યુ હતુ કે, આ પ્રકારના સમાચારો ગોબરનો મોટો ઢગલો છે. જો ગોબરનો ઢગ જ હોય તો પછી કંઇ નથી કહેવુ. ગાયનુ ગોબર કહેવુ જ ઘણું છે. જો હું કહેતો હોઉં કે ગાયનુ ગોબર તો આગળ તો આપ ખુદ જ સમજી જશો. તો વળી નિમૃત કૌર એ આ પ્રકારની ચર્ચાઓને લઇને આ બાબતે કોઇ જ નિવેદન નહોતુ આપ્યુ.

Nimrat kaur
અભિનેત્રી અમૃતા સિંહ સાથે રહ્યા હતા રીલેશન !
જ્યારે રવિ શાસ્ત્રીનુ ક્રિકેટ કરિયર એકટીવ હતુ, ત્યારે પણ તેમનુ નામ એક બોલીવુડ અભિનેત્રી સાથે જોડાયુ હતુ. તે વખતે તેમનુ નામ અભિનેત્રી અમૃતા સિંહ સાથે જોડાયુ હતુ. એક મેગેઝીનના કવર પર બંને એક સાથે જોવા મળી ચુક્યા હતા.
મીડિયા રિપોર્ટનુસાર, બંને એ એક બીજાને કેટલોક સમય ડેટ પણ કર્યુ હતુ. બંનેની સગાઇના સમાચાર પણ વહ્યા હતા. જોકે તેની પુષ્ટી નહોતી થઇ. બાદમાં શાસ્ત્રીએ 1990 માં રિતુ સાથે લગ્ન કર્યા હતા. બંનેની એક પુત્રી છે. જ્યારે અમૃતા સિંહ એ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે બંનેના લગ્ન બાદમાં તુટી ચુક્યા હતા.