Ranji Trophy: ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેનો ફ્લોપ શો જારી, આંતરરાષ્ટ્રીય બાદ ઘરેલુ ક્રિકેટમાં પણ ‘ઝીરો’ રહ્યા

હવે સવાલ એ છે કે સૌરાષ્ટ્રનો પુજારા અને મુંબઇનો રહાણે ફરીથી ટીમ ઇન્ડિયામાં જોવા મળશે કે કેમ.

Ranji Trophy: ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેનો ફ્લોપ શો જારી, આંતરરાષ્ટ્રીય બાદ ઘરેલુ ક્રિકેટમાં પણ 'ઝીરો' રહ્યા
Cheteshwar Pujara અને Ajinkya Rahane ટીમ ઇન્ડિયાથી બહાર છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 10:47 AM

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમમાં થી ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) અને અજિંક્ય રહાણે ( Ajinkya Rahane) હવે બહાર થઇ ગયા છે. બંને એ ટીમ ઇન્ડિયામાં પરત ફરવા માટે હાલમાં રણજી ટ્રોફીમાં તેમના પ્રદર્શન વડે દમ દર્શાવવાનો હતો. પરંતુ તેમાં તે નિષ્ફળ નિવડ્યા છે. હાલમાં ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે ટી20 સિરીઝ રમાઇ રહી છે. ત્યાર બાદ બંને દેશો વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાનારી છે. જે સિરીઝ સાથે રોહિત શર્મા ટેસ્ટ ટીમના નિયમીત કેપ્ટન તરીકેની ઇનીંગ પણ શરુ કરનાર છે. પરંતુ આ બધા વચ્ચે હવે સવાલ એ છે કે સૌરાષ્ટ્રનો પુજારા અને મુંબઇનો રહાણે ફરીથી ટીમ ઇન્ડિયામાં જોવા મળશે કે કેમ.

ચેતેશ્વર પુજારા અને રહાણે બંને ગુરુવારે રણજી ટ્રોફીમાં ફ્લોપ શોમાં જોવા મળ્યા હતા. પુજારા માત્ર 6 બોલનો સામનો કરીને પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. જ્યારે તેની ટીમે દિવસના અંત સુધીમાં 4 વિકેટે 325 રન નોંધાવ્યા હતા. જેમાં પુજારાના સાથી યુવા ખેલાડી ચિરાગ જાનીએ અણનમ શતક લગાવ્યો હતુ. તો વળી તેની ટીમના અન્ય બે ખેલાડીઓએ પણ અર્ધશતક લગાવ્યા હતા.

સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ બેટીંગ પસંદ કરીને મેદાને ઉતરી હતી. સૌરાષ્ટ્ર વતી થી હાર્વિક દેસાઇએ 38 અને રન અને સ્નેલ પટેલે 24 રન સાથે સારી શરુઆત કરાવી હતી. જોકે તે બંને ઓપનરો પોતાની ઇનીંગને મોટી કરી શક્યા નહોતા. જોકે ચિરાગ જાનીએ એક છેડો સાચવી રાખીને પોતાની શતકીય ઇનીંગ રમી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જોકે અહી વાત ચેતેશ્વર પુજારાની છે, જેનુ ફોર્મ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ખરાબ રહ્યુ હતુ અને હવે ઘરેલુ ક્રિકેટમાં પણ ખરાબ જોવા મળી રહ્યુ છે. તેણે સૌરાષ્ટ્ર વતી રણજી ટ્રોફીમાં રમતા 6 બોલમાં 8 રનની ઇનીંગ રમી હતી. જોકે તેણે આ દરમિયાન 2 બાઉન્ડરી ફટકારી હતી. જોકે તે તેના દેખાવ માટે પુરતુ નહોતુ. પુજારા માટે બીજા દાવમાં હજુ પોતાનો દમ દેખાડવાની તક છે અને તેની રમત પર બીસીસીઆઇ થી લઇને ક્રિકેટ એક્સપર્ટની બારીકાઇ થી નજર છે.

રહાણે શૂન્ય પર આઉટ

તો વળી અજિંક્ય રહાણે એ પણ બીજી તરફ મુંબઇની ટીમ વતી રમતા ફ્લોપ શો કર્યો હતો. તેણે 3 બોલ રમીને શૂન્ય પર વિકેટ ગુમાવી દીધી હતી. રહાણે અનુભવી બેટ્સમેન હોવાને લઇને મુંબઇની ટીમને પણ તેની પાસેથી ખુબ અપેક્ષા હતી પરંતુ રહાણે તે અપેક્ષા પર ખરો ઉતર્યો નહોતો. મુંબઇની ટીમ ગોવા સામે માત્ર 163 રનમાં જ સમેટાઇ ગઇ હતી. મુંબઇ તરફ થી સરફરાઝ ખાને 63 રનની ઇનીંગ રમી હતી. જ્યારે તનુષ કોટિયાને 30 રન કર્યા હતા.

આ પણ વાંચોઃ IND vs SL: રવિન્દ્ર જાડેજાનુ પુષ્પાનો પ્રભાવ જારી, વિકેટ ઝડપી અલ્લૂ અર્જૂનના અંદાજમાં મનાવ્યો જશ્ન, VIDEO

આ પણ વાંચોઃ IPL 2022: ઇન્ડિયન પ્રિમીયર લીગ 26 માર્ચથી શરુ થશે, આ સ્થળો પર રમાશે ટૂર્નામેન્ટ, દર્શકોના પ્રવેશ મળવાને લઇને પણ BCCI નો નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">