Ranji Trophy 2022: રણજી ટ્રોફી 2 વર્ષ બાદ 9 સ્થળો પર મેચ સાથે આજથી ફરી શરુ, ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પર રહેશે સૌની નજર
Ranji Trophy 2022: વર્ષ 2020 બાદ લગભગ બે વર્ષના અંતરાલ બાદ રણજી ટ્રોફી ફરીથી શરુ થઇ, કોરોનાના કારણે આ ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટ ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી.
દેશમાં કોવિડ-19ની સ્થિતિમાં સુધારો આવ્યા બાદ ભારતીય ક્રિકેટની કરોડરજ્જુ ગણાતી રણજી ટ્રોફી 2022 (Ranji Trophy 2022) બે વર્ષ બાદ બાયો બબલ સાથે આજથી પરત ફરી રહી છે. આમાં ઘણા ડોમેસ્ટિક ક્રિકેટરોને લાંબા ગાળાના ક્રિકેટમાં પોતાની ક્ષમતા બતાવવાની તક મળશે. તો વળી ટેસ્ટ કારકિર્દીને જાળવી રાખવા માટે અજિંક્ય રહાણે (Ajinkya Rahane) અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) જેવા અનુભવી ખેલાડીઓ માટે આજથી મહત્વની કસોટી શરુ થનારી છે. શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા તેમના માટે તેમાં પાર ઉતરવુ જરુરી છે. કોવિડ-19ની ત્રીજી લહેરને જોતા મુખ્ય સ્થાનિક ટૂર્નામેન્ટ સતત બીજા વર્ષે જોખમમાં હતી. પરંતુ સંક્રમણમાં ઘટાડો થયા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCI એ તેનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો.
આજે 17 ફેબ્રુઆરી થી શરુ થઇ રહેલી રણજી ટ્રોફીમાં 38 ટીમો ભાગ લેશે અને આવી સ્થિતિમાં બાયો બબલમાં તમામ પ્રકારની તૈયારી કરવી એક પડકાર છે. આજથી 19 મેચ રમાનારી છે. જેમાં સૌરાષ્ટ્રની ટીમ મુંબઇ સામે, ગુજરાતની ટીમ મધ્ય પ્રદેશ સામે તેમજ બરોડાની ટીમ બંગાળ સામે રમનાર છે. ગુજરાતની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી.
Hello & welcome from Rajkot for the @Paytm #RanjiTrophy game between Gujarat and Madhya Pradesh. 👋 👋
🚨 Toss Update 🚨@PKpanchal9 has won the toss & Gujarat have elected to bowl against Madhya Pradesh. #GUJvMP
Follow the match ▶️ https://t.co/nya5dPU34h pic.twitter.com/ZyqvJX0X4V
— BCCI Domestic (@BCCIdomestic) February 17, 2022
જોકે આ બધા વચ્ચે તમામની નજર ડિફેન્ડિંગ ચેમ્પિયન સૌરાષ્ટ્ર અને 41 વખતની વિજેતા મુંબઈ વચ્ચેની મેચ પર રહેશે. જેમાં રહાણે અને પુજારા એકબીજાની સામે ટકરાશે. આ બંનેનો ટાર્ગેટ મોટો સ્કોર કરવાનો રહેશે કારણ કે તેઓ લાંબા સમયથી ટેસ્ટ સ્તર પર આવું કરી શક્યા નથી. આ બંને અનુભવી બેટ્સમેન નેટમાં સખત મહેનત કરી રહ્યા છે અને તેમના કોચને લાગે છે કે તેઓ મોટી ઇનિંગ્સ રમશે. રહાણે અને પુજારાએ પોતાનો ત્વરીત ધોરણે પ્રભાવ દર્શાવવો પડશે કારણ કે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટેની ટીમ ટૂંક સમયમાં જાહેર થનારી છે.
9 સ્થળોએ બાયો-બબલમાં મેચો યોજાશે
આ સ્પર્ધા દેશના નવ સ્થળોએ યોજાઇ રહી છે જ્યાં નવ બાયો બબલ તૈયાર કરવામાં આવ્યા છે. ખેલાડીઓને પાંચ દિવસ સુધી ક્વોરેન્ટાઈનમાં રહેવું પડ્યું હતું, જેના કારણે આજે ગુરુવારથી શરૂ થનારી પ્રથમ રાઉન્ડની મેચો પહેલા તેમને માત્ર બે દિવસની પ્રેક્ટિસ મળી હતી. ખેલાડીઓ ખુશ છે કે બે સિઝન સુધી મર્યાદિત ઓવરના ફોર્મેટમાં રમ્યા બાદ આખરે તેને સૌથી પડકારજનક ફોર્મેટમાં રમવાની તક મળી રહી છે.
9 સ્થળોએ બાયો-બબલમાં મેચો યોજાશે
આ સ્પર્ધા દેશના નવ સ્થળોએ યોજાઇ રહી છે જ્યાં નવ બાયો બબલ તૈયાર કરવામાં આવ્યા છે. મેચો રાજકોટ, કટક, અમદાવાદ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, દિલ્હી, હરિયાણા, ગુવાહાટી અને કોલકાતામાં રમાશે. ખેલાડીઓને પાંચ દિવસ સુધી ક્વોરેન્ટાઈનમાં રહેવું પડ્યું હતું, જેના કારણે આજે ગુરુવારથી શરૂ થનારી પ્રથમ રાઉન્ડની મેચો પહેલા તેમને માત્ર બે દિવસની પ્રેક્ટિસ મળી હતી. ખેલાડીઓ ખુશ છે કે બે સિઝન સુધી મર્યાદિત ઓવરના ફોર્મેટમાં રમ્યા બાદ આખરે તેને સૌથી પડકારજનક ફોર્મેટમાં રમવાની તક મળી રહી છે.
આ વખતે ટૂર્નામેન્ટમાં કોણ છે મોટા ખેલાડીઓ? કોણ નહી મળે જોવા?
ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે આ વખતની રણજી ટ્રોફીમાં રમી રહેલા સૌથી મોટા ચહેરા છે. પુજારા સૌરાષ્ટ્રની ટીમનો એક ભાગ છે. જ્યારે રહાણે મુંબઈ તરફથી રમતા જોવા મળશે. આ ઉપરાંત હૈદરાબાદની ટીમમાંથી હનુમા વિહારી, દિલ્હીના નવદીપ સૈની અને નીતિશ રાણા, કર્ણાટકના પ્રસિદ્ધ ક્રૃષ્ણા અને મયંક અગ્રવાલ, કેરળના શ્રીસંત, મુંબઈથી પૃથ્વી શો, સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકટ, બરોડાના કૃણાલ પંડ્યા, વિદર્ભના ઉમેશ યાદવ અને વિજય શંકર તમિલનાડુ તરફથી રમતા જોવા મળશે.
આ સિવાય હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા, રિદ્ધિમાન સાહા, સંજુ સેમસન, રોબિન ઉથપ્પા જેવા કેટલાક મોટા નામ પણ છે જેઓ આ સિઝનની રણજી સિઝનમાં રમતા જોવા મળશે નહીં.
કેટલાક ચહેરાઓ પર રહેશે નજર
એલિટ કેટેગરીમાં કુલ આઠ ગ્રુપ બનાવવામાં આવ્યા છે, જેમાંથી દરેક ગ્રુપમાં ચાર ટીમો રાખવામાં આવી છે, જ્યારે પ્લેટ ગ્રુપમાં છ ટીમો રાખવામાં આવી છે. એકમાત્ર પ્રી-ક્વાર્ટર ફાઈનલને બાદ કરતાં, નોકઆઉટ તબક્કાની મેચો ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) પછી 30 મેથી શરૂ થશે. પ્રિયંક પંચાલ, અભિમન્યુ ઇશ્વરન અને હનુમા વિહારી જેવા ખેલાડીઓ પર પણ નજર રહેશે.
ભારતની અંડર-19 ટીમના ખેલાડીઓ યશ ઢુલ અને રાજ અંગદ બાવાને ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કરવાની તક મળશે. જો પ્રથમ દાવ પૂર્ણ નહીં થાય તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે.
પ્રથમ રાઉન્ડની મેચ
કેરળ Vs મેઘાલય, એલિટ ગ્રુપ A (રાજકોટ) ગુજરાત Vs મધ્યપ્રદેશ, એલિટ ગ્રુપ A (રાજકોટ)
હૈદરાબાદ Vs ચંદીગઢ, એલિટ ગ્રુપ B (ભુવનેશ્વર) બંગાળ Vs બરોડા, એલિટ ગ્રુપ B (કટક)
કર્ણાટક Vs રેલ્વે, એલિટ ગ્રુપ C (ચેન્નઈ) જમ્મુ અને કાશ્મીર Vs પુડુચેરી, એલિટ ગ્રુપ C (ચેન્નઈ)
સૌરાષ્ટ્ર Vs મુંબઈ, એલિટ ગ્રુપ D (અમદાવાદ) ઓડિશા Vs ગોવા, એલિટ ગ્રુપ D (અમદાવાદ)
સેના Vs ઉત્તરાખંડ, એલિટ ગ્રુપ E (તિરુવનંતપુરમ) આંધ્રપ્રદેશ Vs રાજસ્થાન, એલિટ ગ્રુપ E (તિરુવનંતપુરમ)
હરિયાણા Vs ત્રિપુરા, એલિટ ગ્રુપ F (દિલ્હી) પંજાબ Vs હિમાચલ પ્રદેશ, એલિટ ગ્રુપ F (દિલ્હી)
મહારાષ્ટ્ર Vs આસામ, એલિટ ગ્રુપ G (રોહતક) વિદર્ભ Vs ઉત્તર પ્રદેશ, એલિટ ગ્રુપ G (ગુરુગ્રામ)
ઝારખંડ Vs છત્તીસગઢ, એલિટ ગ્રુપ H (ગુવાહાટી) દિલ્હી Vs તમિલનાડુ, એલિટ ગ્રુપ H (ગુવાહાટી)
મણિપુર Vs અરુણાચલ પ્રદેશ, પ્લેટ (કોલકાતા) નાગાલેન્ડ Vs સિક્કિમ, પ્લેટ (કોલકાતા) બિહાર Vs મિઝોરમ, પ્લેટ (કોલકાતા)