IPLમાં કાવ્યા મારનને ઉદાસ જોઈ રજનીકાંતને થાય છે દુઃખ, તેના પિતાને આપી આ સલાહ
સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું કે IPL દરમિયાન ટીવી પર કાવ્યા મારનને ઉદાસ જોઈને તેને ખૂબ જ ખરાબ લાગે છે. પોતાની ટીમની ખરાબ હાલત જોઈને કાવ્યા મારન IPLમાં ઘણી વખત માથું પકડીને બેઠેલી જોવા મળે છે.
IPL 2023માં સનરાઇઝર્સ હૈદરાબાદની હાલત ખૂબ જ ખરાબ હતી. ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે રહી હતી. ટીમની સ્થિતિ છેલ્લી કેટલીક સિઝનથી આવી જ ચાલી રહી છે. લીગની દરેક ટીમ હૈદરાબાદ કરતાં આગળ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ની હાલત ટીમની માલિક કાવ્યા મારન (Kavya Maran) ના ચહેરા પર પણ દેખાઈ રહી છે. IPL દરમિયાન કાવ્યા મારનના કેટલાય ફોટા વાયરલ થયા હતા, જેમાં ક્યારેક તે સ્ટેડિયમમાં નિરાશામાં માથું પકડીને બેસી રહેતી હતી તો ક્યારેક તે માથું નીચી રાખીને બેઠી હોય છે.
રજનીકાંતને કાવ્યા મારનના પિતા આપી સલાહ
IPLમાં કાવ્યાને આટલી ઉદાસ અને દુઃખી જોઈને સુપરસ્ટાર રજનીકાંતનું હૃદય પણ પીગળી ગયું છે. તેણે કહ્યું કે તે કાવ્યા મારનના પિતાને જ કહેશે કે તેણે ટીમમાં સારા ખેલાડીઓની પસંદગી કરવી જોઈએ. તેની આગામી ફિલ્મ જેલર (Jailer) ના ઓડિયો લોન્ચ પ્રસંગે, તેણે સનરાઇઝર્સ હૈદરાબાદના માલિક અને ફિલ્મ નિર્માતા કલાનિથિ મારનને ટીમમાં સારા ખેલાડીઓની પસંદગી કરવા વિનંતી કરી હતી.
Rajnikanth : Kalanithi Maran should put good players in SRH team. I feel bad seeing Kavya Maran like that in TV 🥺#WhistlePodu #IPL #Rajinikanth pic.twitter.com/HNOzEOKP5R
— CSK Fans Army™ (@CSKFansArmy) July 28, 2023
સારા ખેલાડીઓની ટીમમાં જરૂર છે
રજનીકાંતે કહ્યું કે કાવ્યા મારનના પિતાએ ટીમમાં કેટલાક સારા ખેલાડીઓ લાવવા જોઈએ, કારણ કે તેઓ કાવ્યાને ઉદાસ અને દુઃખી જોવા નથી માંગતા. IPL દરમિયાન કાવ્યાને આ રીતે જોઈને રજનીકાંતને ખરાબ લાગે છે. IPL 2023માં કાવ્યા મારનની ટીમ 14માંથી માત્ર 4 મેચ જીતવામાં સફળ રહી હતી. એઇડન માર્કરામની ટીમ ટૂર્નામેન્ટમાં બાકીની 9 ટીમોની નજીક પણ ન પહોંચી શકી હતી.
આ પણ વાંચો : Ashes: સ્ટુઅર્ટ બ્રોડની માઈન્ડ ગેમમાં ફસાયો લબુશેન, ઈંગ્લેન્ડને મળી વિકેટ, જુઓ Video
The moment we’ve been waiting for!💥 Superstar @rajinikanth on stage!🔥😎 #JailerAudioLaunch @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi #Jailer #JailerFromAug10 pic.twitter.com/rPFVKnbdHz
— Sun Pictures (@sunpictures) July 28, 2023
ટીમમાં ઘણા ફેરફાર છતાં પ્રદર્શનમાં કોઈ બદલાવ નહીં
ટીમમાં મોટા નામો હોવા છતાં સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. આટલું જ નહીં, ટીમમાં ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા, પરંતુ તેમ છતાં ટીમના પ્રદર્શનમાં કોઈ બદલાવ આવ્યો નથી. હૈદરાબાદે પહેલા ડેવિડ વોર્નરને બહાર કર્યો, પછી કેન વિલિયમ્સનને રિટેન ના કર્યો. જોની બેરસ્ટો અને રાશિદ ખાનને પણ હૈદરાબાદે ટીમમાં ફરી સામેલ ન કર્યા.