રોહિત શર્મા અને કોહલીની T20I માંથી નિવૃત્તિની જાહેરાત પર કોચ રાહુલ દ્રવિડની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જુઓ શું કહ્યું?

|

Jun 30, 2024 | 10:25 AM

રોહિત શર્માની T20I નિવૃત્તિ પર રાહુલ દ્રવિડની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. રાહુલ દ્રવિડે આ વાતને લઈ કહ્યું કે તે રોહિત શર્માને ક્રિકેટર કે કેપ્ટન તરીકે નહીં પરંતુ એક માણસ તરીકે યાદ કરશે.

રોહિત શર્મા અને કોહલીની T20I માંથી નિવૃત્તિની જાહેરાત પર કોચ રાહુલ દ્રવિડની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જુઓ શું કહ્યું?

Follow us on

ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન બનતાની સાથે જ કેપ્ટન રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિત શર્મા હવે 37 વર્ષનો છે અને તે આ ઝડપી ફોર્મેટમાં યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે. હિટમેનની નિવૃત્તિ પર દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે, આ વચ્ચે કોચ રાહુલની પહેલી પ્રતિક્રિયા પણ સામે આવી છે.

જ્યારે તેને રોહિત શર્માની શ્રેષ્ઠ ગુણવત્તા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે રોહિત શર્માને ક્રિકેટર કે કેપ્ટન તરીકે નહીં પરંતુ એક માણસ તરીકે યાદ રાખશે. તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની આ ભાગીદારી 2021 માં શરૂ થઈ હતી જે T20 વર્લ્ડ કપ 2024 સાથે સમાપ્ત થઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 04-07-2024
ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share
મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે?
શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ

કેપ્ટનશીપને ભૂલી જઈશ અને તેને એક માણસ તરીકે યાદ રાખીશ – દ્રવિડ

એક ઇન્ટરવ્યૂમાં રોહિત શર્માની T20I નિવૃત્તિ પર રાહુલ દ્રવિડે કહ્યું, “હું ક્રિકેટ અને કેપ્ટનશીપને ભૂલી જઈશ અને તેને એક માણસ તરીકે યાદ રાખીશ. મને પ્રભાવિત કરે છે કે તે કેવો વ્યક્તિ છે કે તેણે મને જે સન્માન આપ્યું, તે પ્રકારની કાળજી અને પ્રતિબદ્ધતા. તે ટીમ માટે જે પ્રકારનો ઉર્જા વાપરે છે અને મારા માટે તે જ વ્યક્તિ હશે જે મને સૌથી વધુ યાદ રહેશે.

વિરાટ કોહલીએ પણ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલીએ પણ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ બંને ક્રિકેટરોની નિવૃત્તિને એક યુગનો અંત પણ ગણાવવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયા સાથે કોચ તરીકે રાહુલ દ્રવિડની પણ આ છેલ્લી ટૂર્નામેન્ટ હતી. આ ટૂર્નામેન્ટ બાદ તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. આ ત્રણેય મહાનુભાવોને આનાથી વધુ સારી વિદાય મળી શકે નહીં.

રોહિત શર્માએ તેની T20I કારકિર્દીનો અંત 4231 રન સાથે કર્યો, તે હાલમાં આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, જ્યારે વિરાટ કોહલીએ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 4188 રન બનાવ્યા છે અને તે આ યાદીમાં બીજા સ્થાને છે.

Next Article