LokSabha Elections 2024 : રાહુલ દ્રવિડ હાફ પેન્ટ અને ટી-શર્ટમાં મત આપવા માટે લાઈનમાં ઉભો, વીડિયો વાયરલ થયો

|

Apr 26, 2024 | 4:29 PM

ભારતીય ક્રિકેટ ટીમનો હેડ કોચ રાહુલ દ્રવિડ છે, રાહુલ દ્રવિડને એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટીમ ઈન્ડિયના હેડ કોચ સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા રહીને મત આપ્યો હતો.

LokSabha Elections 2024 : રાહુલ દ્રવિડ હાફ પેન્ટ અને ટી-શર્ટમાં મત આપવા માટે લાઈનમાં ઉભો, વીડિયો વાયરલ થયો

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ અને પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ટી-શર્ટ અને હાફ પેન્ટ પહેરીને લોકસભા ચૂંટણીમાં પોતાનો મત આપવા માટે લાઈનમાં ઊભા જોવા મળી રહ્યા છે. આ વીડિયો પર લોકો ખુબ કોમેન્ટ પણ કરી રહ્યા છે. અને કહી રહ્યા છે ટીમ ઈન્ડિયાનો કોચ આટલો સિમ્પલ છે. આ વીડિયોએ ચાહકોનું દિલ જીતી લીધું છે.

રાહુલ દ્રવિડની સિમ્પલ સ્ટાઈલે ચાહકોનું દિલ જીત્યું

ભારતીય ક્રિકેટમાં રાહુલ દ્રવિડનું જેવડું કદ છે તેને જોઈ ચાહકો પણ આ વીડિયો જોઈને ચોંકી ગયા હતા પરંતુ સાચી વાત છે. તેમણે પોતાની સિમ્પલ સ્ટાઈલ પસંદ કરી હતી.જેનું લોકોએ દિલ જીતી લીધું છે. વીડિયોમાં રાહુલ દ્રવિડ સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા છે,ટી શર્ટ અને હાફ પેન્ટ પહેર્યું છે અને લાઈનમાં પોલિંગ બૂથ તરફ જઈ રહ્યો છે.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

 

મત આપતી વખતે લાઈનમાં ઉભેલા રાહુલ દ્રવિડનો આવો ફોટો પહેલા ક્યારે પણ જોયા નથી. તો કહી શકાય કે,તેમણે ક્યારે એવું જાહેર કર્યું નથી કે, તે કેટલો મોટો ક્રિકેટર રહી ચુક્યો છે. તેમણે પોતાના સ્ટારડમને સાઈડમાં રાખી પોતાનું કામ કર્યું છે.

રાહુલ દ્રવિડ T20 વર્લ્ડ કપ અભિયાનમાં જોડાશે

રાહુલ દ્રવિડ હાલમાં બ્રેક પર છે કારણ કે, આઈપીએલની 17મી સીઝન રમાઈ રહી છે. આઈપીએલ પૂર્ણ થતાં જ ટી 20 વર્લ્ડકપ 2024ની ઈનિગ્સ શરુ થશે, આ સાથે રાહુલ દ્રવિડનું કામ પણ શરુ થશે. બ્રેકમાંથી પરત ફરતી વખતે તે ટીમ માટે ટી20 વર્લ્ડકપમાં જીતની રણનીતિઓ બનાવતા જોવા મળશે.

 

 

તમને જણાવી દઈએ કે, આજે લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.બીજા તબક્કામાં 1.67 લાખ મતદાન મથકો પર 16 લાખથી વધુ મતદાન અધિકારીઓને તેનાત કરવામાં આવ્યા છે, દેશની 89 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. મતદાનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ લાંબી લાઈનો જોવા મળી રહી છે.

આ પણ વાંચો : IPL 2024માં સૌથી વધુ સિક્સર મારનાર 5 ટીમો, આ ટીમે પોઈન્ટ ટેબલમાં “ઝીરો” પરંતુ મેચમાં છે “હીરો”

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article