IPL 2022: પંજાબની ધમાકેદાર જીત, બેંગ્લોરે 206 રનનો જંગી લક્ષ્યાંક આપ્યો છતાં હાર્યું

|

Mar 28, 2022 | 12:06 AM

IPL 2022: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલા બેટિંગ કરતા 205 રન કર્યા હતા. જવાબમાં પંજાબ ટીમે 19મી ઓવરમાં જ જીત મેળવી લીધી હતી અને લીગમાં શાનદાર શરૂઆત કરી હતી.

IPL 2022: પંજાબની ધમાકેદાર જીત, બેંગ્લોરે 206 રનનો જંગી લક્ષ્યાંક આપ્યો છતાં હાર્યું
Punjab Kings (PC: IPL)

Follow us on

IPL 2022 ની ત્રીજી મેચમાં પંજાબ કિંગ્સે (Punjab Kings) મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં મોટા સ્કોરિંગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bengaluru) ને 5 વિકેટથી માત આપી હતી. પહેલા બેટિંગ કરતા બેંગ્લોર ટીમના સુકાની ફાફ ડુ પ્લેસિસે 88 રન અને વિરાટ કોલહીની 41 રનની મદદથી 20 ઓવરમાં 205/2 નો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં પંજાબ કિંગ્સે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. પંજાબ કિંગ્સ ટીમે આ સિઝનમાં તેના નવા સુકાની મયંક અગ્રવાલ અને બેંગ્લોર ટીમે તેના નવા સુકાની ફાફ ડુ પ્લેસિસ સાથે પ્રવેશ કર્યો છે. પંજાબ કિંગ્સના સુકાની મયંક અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ફાફ ડુ પ્લેસિસ અને અનુજ રાવતે બેંગ્લોર ટીમને સારી શરૂઆત અપાવી હતી અને પાવરપ્લેમાં બંનેએ 41 રન ઉમેર્યા હતા. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 50 રનની ભાગીદારી નોંધાઇ હતી. જોકે, સાતમી ઓવરમાં રાહુલ ચાહરે અનુજ રાવત (21) ને આઉટ કરીને ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ ફાફ ડુ પ્લેસિસે વિરાટ કોહલી સાથે ઝડપી ભાગીદારી બનાવી અને 13મી ઓવરમાં ટીમનો સ્કોર 100થી આગળ લઈ ગયા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ફાફ ડુ પ્લેસિસે ધીમી શરૂઆત બાદ રનની ગતી વધારી હતી અને 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 16મી ઓવરમાં તેણે કોહલી સાથે મળીને ટીમનો સ્કોર 150ની પાર પહોંચાડી હતો અને બીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી પણ પૂરી કરી હતી. ફાફ ડુ પ્લેસિસે 57 બોલમાં 88 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી અને 18મી ઓવરમાં 168 રનના સ્કોર પર અર્શદીપ સિંહ દ્વારા આઉટ થયો હતો.

અહીંથી દિનેશ કાર્તિકે 14 બોલમાં 32 રનની આક્રમક ઈનિંગ રમી અને ટીમનો સ્કોર 200થી આગળ લઈ ગયો હતો. વિરાટ કોહલી 29 બોલમાં 41 રન બનાવીને અણનમ રહ્યો હતો. પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહ અને રાહુલ ચહરે એક-એક વિકેટ લીધી હતી.

બેંગ્લોરે આપેલ 206 રનના લક્ષ્‍યાંકના જવાબમાં પંજાબ કિંગ્સે સારી શરૂઆત કરી હતી અને મયંક અગ્રવાલ (24 બોલમાં 32) શિખર ધવન સાથે પ્રથમ વિકેટ માટે 71 રનની ભાગીદારી જોવા મળી હતી. બંનેએ પાવરપ્લેની 6 ઓવરમાં 63 રન ઉમેર્યા હતા. આઠમી ઓવરમાં મયંકને વાનિંદુ હસરંગાએ આઉટ કરીને ટીમને પ્રથમ સફળતા અપાવી હતી.

અહીંથી શિખર ધવને ભાનુકા રાજપક્ષે સાથે ઝડપી ભાગીદારી બનાવી અને 11મી ઓવરમાં ટીમનો સ્કોર 100 ને પાર પહોંચાડ્યો હતો. જોકે, 12મી ઓવરમાં 118 રનના સ્કોર પર હર્ષલ પટેલે પણ શિખર ધવન (29 બોલમાં 43 રન) આઉટ કરીને ટીમને બીજી સફળતા અપાવી હતી. રાજપક્ષેએ 22 બોલમાં 43 રન બનાવ્યા હતા. પરંતુ 14મી ઓવરમાં તે પણ 43 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ પછી બીજા જ બોલ પર સિરાજે રાજ અંગદ બાવાને પણ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન મોકલી દીધો હતો.

15મી ઓવરમાં પંજાબ કિંગ્સે 150નો આંકડો પાર કર્યો હતો, પરંતુ તે જ ઓવરમાં લિયામ લિવિંગસ્ટોન ટીમના 156ના સ્કોર પર 19 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જો કે, અહીંથી ઓડિયન સ્મિથે (8 બોલમાં 25*) શાહરૂખ ખાન (20 બોલમાં 24*) સાથે મળીને 52 રનની ધમાકેદાર ભાગીદારી નોંધાવી હતી અને 6 બોલ બાકી રહેતા ટીમને જીત અપાવી હતી. આરસીબી માટે, મોહમ્મદ સિરાજે બે વિકેટ લીધી, પરંતુ તેની ચાર ઓવરમાં તે ખૂબ જ મોંઘી પડી અને મેચની દિશા બદલાઈ ગઈ કારણ કે તેણે તેની છેલ્લી ઓવરમાં 25 રન બનાવ્યા.

આ પણ વાંચો : વેસ્ટ ઇન્ડિઝે ઇંગ્લેન્ડને ખરાબ રીતે હરાવીને ટેસ્ટ સીરિઝ 1-0થી જીતી લીધી

આ પણ વાંચો : IPL 2022: કોહલી જે કામ ન કરી શક્યો તે કામ ફાફ ડુ પ્લેસિસે કરી બતાવ્યું, બનાવ્યો આ ખાસ રેકોર્ડ

Next Article