AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: શાનદાર ડેબ્યૂ બાદ તિલક વર્માને દક્ષિણ આફ્રિકાથી મળ્યો ખાસ મેસેજ, જુઓ Video

તિલક વર્માએ પોતાની ડેબ્યૂ મેચમાં જ શાનદાર બેટિંગ અને ફિલ્ડિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા અને બધાને ચોંકાવી દીધા હતા પરંતુ મેચ પછી કંઈક એવું થયું જેની અપેક્ષા તિલક વર્માને પણ નહોતી અને જ્યારે તેમને સરપ્રાઈઝ મળ્યું ત્યારે તેઓ ખુશ થઈ ગયો હતો.

IND vs WI: શાનદાર ડેબ્યૂ બાદ તિલક વર્માને દક્ષિણ આફ્રિકાથી મળ્યો ખાસ મેસેજ, જુઓ Video
Tilak Verma
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 11:10 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમ ભલે વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે રમાયેલી પ્રથમ T20 મેચમાં હારી ગઈ હોય, પરંતુ આ મેચમાં ડેબ્યૂ કરી રહેલા તિલક વર્મા (Tilak Verma)એ પોતાની શાનદાર રમતથી પ્રભાવિત કર્યા હતા. આ ડાબા હાથના બેટ્સમેને જે પ્રકારની બેટિંગ કરી તે પછી તેની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. મેચ બાદ તેને માત્ર તેના સાથી ખેલાડીઓ, પૂર્વ ભારતીય ક્રિકેટરો જ નહીં પરંતુ દક્ષિણ આફ્રિકા (South Africa)થી પણ અભિનંદન મળ્યા હતા.

ડેબ્યૂ મેચમાં તિલક વર્માની ફટકાબાજી

તેની ઈનિંગ્સનો પડઘો દક્ષિણ આફ્રિકા સુધી પહોંચ્યો છે. તિલકના એક દક્ષિણ આફ્રિકાના મિત્રએ તેની ખૂબ પ્રશંસા કરી છે. તિલકનો આ મિત્ર IPLમાં છેલ્લી બે સિઝનથી મુંબઈ ઈન્ડિયન્સમાં તેની સાથે રમી રહ્યો છે અને બંનેની મિત્રતા ખૂબ જ ગાઢ છે. તેના મિત્રનું નામ ડેવાલ્ડ બ્રુઈસ છે.

22 બોલમાં 39 રન ફટકાર્યા

તિલકનું પદાર્પણ શાનદાર હતું. તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના બીજા અને ત્રીજા બોલ પર બે શાનદાર સિક્સર ફટકારી હતી. તે સારી બેટિંગ કરી રહ્યો હતો અને ડેબ્યુ મેચમાં પણ અડધી સદી ફટકારી રહ્યો હતો, પરંતુ તે રોમારિયો શેફર્ડની બોલ પર શિમરોન હેટમાયર દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 39 રનની ઇનિંગ રમી જેમાં તેણે 22 બોલનો સામનો કર્યો અને બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા.

તિલકને મળી સરપ્રાઈઝ

BCCIએ તેના સોશિયલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે રેકોર્ડ કરેલો સંદેશ સંભળાવ્યો જે બ્રુઈસ દ્વારા મોકલવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાના બ્રુઈસે તિલકને ડેબ્યુ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. બ્રુઈસનો આ સંદેશ જોઈને તિલક આશ્ચર્યચકિત થઈ ગયો અને ખૂબ જ ખુશ થઈ ગયો હતો. બ્રુઈસે પોતાના અને તેમના પરિવાર વતી તિલકને અભિનંદન પાઠવ્યા હતા.

બ્રુઈસે તિલકને પાઠવી શુભકામના

બ્રુઈસે તિલકને કહ્યું કે જ્યારે તેણે બીજા અને ત્રીજા બોલમાં ચોગ્ગો ફટકાર્યો ત્યારે મજા આવી ગઈ હતી. બ્રુઈસે એમ પણ કહ્યું કે તેનો સપોર્ટ હંમેશા તિલક સાથે રહેશે. બ્રેવિસનો સંદેશ જોઈને તિલક ખુશ થઈ ગયો અને કહ્યું કે આ એક અદ્ભુત સરપ્રાઈઝ છે. તિલકે કહ્યું કે તેને લાગ્યું કે તેના પરિવાર અથવા કોચ તરફથી કોઈ સંદેશ હશે, પરંતુ આ સંદેશ બ્રુઈસનો હોવાનું બહાર આવ્યું. તિલકે બ્રુઈસને પોતાનો ભાઈ કહ્યો અને તેનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો : IND vs IRE: ભારત સામે T20 સીરિઝ માટે આયર્લેન્ડે 15 સભ્યોની ટીમ કરી જાહેર

પહેલી મેચમાં ભારતની હાર

આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા છ વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. તેના માટે કેપ્ટન રોવમેન પોવેલે 48 અને નિકોલસ પૂરને 41 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ આ ટાર્ગેટની ખૂબ જ નજીક આવી ગઈ હતી. ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 145 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી તિલકે સૌથી વધુ રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 21 રનની ઇનિંગ રમી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">