Ranji Trophy 2022: પૃથ્વી શૉને મુંબઈ ટીમનો સુકાની જાહેર કરાયો, રણજી ટ્રોફી માટે મુંબઈની ટીમ જાહેર

|

Feb 08, 2022 | 9:59 PM

રણજી ટ્રોફી 2022 માટે મુંબઈ ટીમની જાહેરાત થઇ ગઇ છે. સુકાની તરીકે પૃથ્વી શૉની જાહેરાત થઇ છે. જ્યારે ટીમમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Ranji Trophy 2022: પૃથ્વી શૉને મુંબઈ ટીમનો સુકાની જાહેર કરાયો, રણજી ટ્રોફી માટે મુંબઈની ટીમ જાહેર
Prithvi Shaw (PC: TV9)

Follow us on

આ વખતે રણજી ટ્રોફીની (Ranji Trophy 2022) શરૂઆત 10 ફેબ્રુઆરીથી થઇ રહી છે. ત્યારે રણજી ટ્રોફીની નવી સિઝન માટે મુંબઈ ટીમની 8 ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરવામાં આવી છે. મુંબઈ ટીમમાં પૃથ્વી શૉને (Prithvi Shaw) સુકાની બનાવવામાં આવ્યો છે. તો મહત્વનું છે કે ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરનો (Arjun Tendulkar) પણ મુંબઈ રણજી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગત વર્ષે વિજય હજારે ટ્રોફીમાં પણ મુંબઈ ટીમની કમાન પૃથ્વી શૉને સોપવામાં આવી હતી.

બીજી તરફ જેની ખુબ ચર્ચા ચાલી રહી હતી તે ટીમ ઇન્ડિયામાં છેલ્લા ઘણા સમયથી નિષ્ફળ રહેનાર અજિંક્ય રહાણેનો પણ મુંબઈ રણજી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઈ ક્રિકેટ સંઘની સીનિયર પસંદગી સમિતિએ મુંબઈ ટીમની જાહેરાત કરી હતી. જેમાં તમામની સહમતીથી પૃથ્વી શૉને સુકાની બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ વખતે રણજી ટ્રોફી 2022નું આયોજન બે ભાગમાં થઇ રહ્યું છે. પહેલો ભાગ આઈપીએલ 2022 પહેલા અને બીજો ભાગ આઈપીએલ 2022 બાદ યોજાશે.

મુંબઈ ટીમમાં અજિંક્ય રહાણેનું હોવું એક સારા સમાચાર માની શકાય. અંજિંક્ય રહાણેના અનુભવથી ટીમને નિશ્ચિત રીતે ફાયદો થશે. છેલ્લા ઘણા સમયથી અજિંક્ય રહાણેનું ફોર્મ પણ ચિંતાનો વિષય બન્યું છે. એવામાં તેને પણ રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં પોતાનું ફોર્મ પરત મેળવવા માટે મોટી તક છે. સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરનો પણ મુંબઈ રણજી ટીમમાં સમાવેશ કરાયો છે. હવે જોવાનું એ રહ્યું કે તેને પ્લેઇંગ 11માં રમવાની તક મળે છે કે નહીં.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

બે ભાગમાં રણજી ટ્રોફી રમાશે
કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રણજી ટ્રોફીનું આયોજન શક્ય બન્યું ન હતું. આ વર્ષે ટુર્નામેન્ટની શરૂઆત 13 જાન્યુઆરીથી થવાની હતી. પણ દેશમાં કોરોનાના કહેરના કારણે તેને સ્થગિત કરવી પડી હતી. ટુર્નામેન્ટનું આયોજન હવે બે ભાગમાં થશે. પહેલા ભાગમાં નક્કી કરેલ સ્થળે 10 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી રમાશે. ત્યારબાદ દેશમાં આઈપીએલના આયોજનના કારણે રણજીની બાકીની મેચને બ્રેક આપીને બીજો ભાગ 30 મેચથી શરૂ કરવામાં આવશે અને તે 26 જુન સુધી ચાલશે.

મુંબઈની રણજી ટીમ આ પ્રમાણે છે
પૃથ્વી શૉ (સુકાની), યથસ્વી જૈશવાલ, અજિંક્ય રહાણે, આકર્ષિત ગોમેલ, અરમાન જાફર, સરફરાજ ખાન, સચિન યાદવ, આદિત્ય તરે, હાર્દિક તમોરે, શિવન દુબે, અમાન ખાન, શમ્સ મુલાની, તનુશ કોટિયન, પ્રશાંત સોલંકી, શશાંક અત્તરદે, ધવન કુલકર્ણી, મોહિત અવસ્થી, પ્રિંસ બદિયાી, સિદ્ધાર્થ રાઉત, રૉયસ્ટન ડિયાસ, અર્જુન તેંડુલકર.

આ પણ વાંચો : Ranji Trophy 2022: ચેતેશ્વર પુજારા સૌરાષ્ટ્ર ટીમમાં જોડાયા, ટેસ્ટ ક્રિકેટની કારકિર્દી બચાવવા કરશે પ્રયાસ

આ પણ વાંચો : Ranji Trophy 2022 : રણજી ટ્રોફીનું પહેલું ચરણ 10 ફેબ્રુઆરીથી શરૂ થશે, જાણો સમગ્ર કાર્યક્રમ

Next Article