પીએમ મોદીએ સ્મૃતિ મંધાનાને લગ્નની શુભેચ્છા પાઠવી, ટીમ ઈન્ડિયાએ ડાન્સ સાથે કરી ઉજવણીની શરૂઆત
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના લગ્ન 23 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં થશે. આ ખાસ પ્રસંગનો ભાગ બનવા માટે ટીમ ઈન્ડિયાની ખેલાડીઓએ વેડિંગ વેન્યુ પર પહોંચાવનું શરૂ કરી દીધું છે, અને લગ્નની ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે. પીએમ મોદીએ સ્ટાર ક્રિકેટરને લગ્નની શુભેચ્છા પાઠવી હતી.

ટીમ ઈન્ડિયાની સ્ટાર ઓપનર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના એક નવી સફર શરૂ કરી રહી છે. ભારતને પ્રથમ વર્લ્ડ કપ જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર સ્મૃતિ મંધાના અને તેના બોયફ્રેન્ડ પલાશ મુછલના લગ્ન 23 નવેમ્બરના રોજ થઈ રહ્યા છે, અને ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે. સ્મૃતિ મંધાનાની સાથી ખેલાડીઓ સાંગલીમાં તેના ઘરે પહોંચી છે અને સ્મૃતિ મંધાનાની લગ્ન વિધિમાં જોડાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સ્મૃતિ મંધાના અને પલાશ મુછલને એક ખાસ પત્ર લખીને તેમના લગ્નના દિવસે શુભેચ્છા પાઠવી છે.
પીએમ મોદીએ મંધાનાને લગ્નની શુભેચ્છા પાઠવી
તાજેતરમાં વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ નવી દિલ્હીમાં 7 લોક કલ્યાણ માર્ગ ખાતેના તેમના નિવાસસ્થાને વડા પ્રધાન મોદીને મળ્યા. તે સમયે મંધાના પણ ટીમ સાથે હતી. હવે, વડા પ્રધાને ટીમની સ્ટાર ખેલાડીને તેના જીવનમાં એક નવા અધ્યાય (લગ્ન) માટે અભિનંદન પાઠવ્યા છે. મોદીએ સ્મૃતિ અને પલાશ મુછલને એક ખાસ પત્ર લખીને તેમની નવી સફર માટે શુભેચ્છા પાઠવી હતી.

સ્મૃતિની કવર ડ્રાઈવ-પલાશના સંગીતના સૂર
પ્રધાનમંત્રીએ આ ખાસ પ્રસંગે બંને પરિવારોને અભિનંદન પણ આપ્યા. વધુમાં, પીએમ મોદીએ મંધાના ક્રિકેટ અને પલાશના સંગીતની જુગલબંધીની પણ પ્રશંસા કરી. પીએમએ લખ્યું, “જેમ જેમ તેઓ એક સાથે એક નવું અને સુંદર જીવન શરૂ કરે છે, તેમ તેમ સ્મૃતિ મંધાનાના કવર ડ્રાઈવની કૃપા અને પલાશ મુછલના સંગીતના સૂર એક સંપૂર્ણ જોડી બનાવે છે.”
View this post on Instagram
જેમીમા રોડ્રિગ્ઝે શેર કર્યો વીડિયો
આ દરમિયાન, સ્મૃતિના લગ્નમાં હાજરી આપવા માટે વિશ્વ ચેમ્પિયન ભારતીય ટીમની અન્ય સાથી ખેલાડીઓ પણ પહોંચી ગઈ છે. સ્મૃતિની બેસ્ટ ફ્રેન્ડ જેમીમા રોડ્રિગ્ઝે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આની એક ઝલક શેર કરી છે. સ્મૃતિ મંધાના, જેમીમા રોડ્રિગ્ઝ, શ્રેયંકા પાટિલ, રાધા યાદવ અને અરુંધતી રેડ્ડી સંજય દત્ત અને અરશદ વારસીની ફિલ્મ “લગે રહો મુન્નાભાઈ” ના ગીત “સમજો હો હી ગયા…” પર ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયોને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.
આ પણ વાંચો: IND vs SA: આ માટીમાંથી બનાવવામાં આવી છે ગુવાહાટીની પિચ, જાણો કોને વધુ મદદ મળશે?
