PLT20 : જાન્યુઆરીમાં અમિરાત ક્રિકેટ બોર્ડ હવે UAE માં IPL ની માફક T20 લીગ શરુ કરશે

UAE પોતે જ T20 લીગ રમાડવાનુ આયોજન કરવા જઇ રહ્યુ છે. જેમાં 6 ટીમોની ટૂર્નામેન્ટમાં 4 ભારતીય ફ્રેન્ચાઇઝીઓ સાથે ટીમ ઉતારવા વાતચીત ચાલી રહી છે.

PLT20 : જાન્યુઆરીમાં અમિરાત ક્રિકેટ બોર્ડ હવે UAE માં IPL ની માફક T20 લીગ શરુ કરશે
Zayed Cricket Stadium
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 6:34 PM

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL) ની સફળતાને જોઇને વિશ્વભરમાં અનેક ક્રિકેટ બોર્ડ હવે T20 લીગને શરુ કરવા લાગ્યા છે. જોકે IPL નુ આકર્ષણ હજુ પણ જબરદસ્ત છે. વિશ્વભરના ક્રિકેટરો IPL માં રમવાનુ સપનુ ધરાવતા હોય છે. હવે UAE ખુદ પોતાની T20 ટૂર્નામેન્ટ રમાડવા માટે આગળ વધુ રહ્યુ છે. કોરોના કાળને લઇ UAE માં T20 લીગ, IPL અને ICC T20 વિશ્વકપ (World Cup) ના આયોજન થઇ રહ્યા છે. ત્યાં હવે T20 લીગ પોતાની જ શરુ કરવાની ઘોષણા અમીરાત ક્રિકેટ બોર્ડે (ECB) કરી છે.

અમીરાત ક્રિકેટ બોર્ડ પ્રિમિયર લીગ T20 ની ઓળખ સાથે આ નવી ટૂર્નામેન્ટ રમાડવાનુ આયોજન કરી રહ્યુ છે. જે આગામી વર્ષ 2022 ની શરુઆતમાં રમાશે. સંભવિત રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમ્યાન લીગનુ આયોજન કરવામાં આવશે. જેમાં છ ટીમો ભાગ લઇ શકે છે એમ માનવામાં આવી રહ્યુ છે. જે છ ટીમો પૈકી IPL ની 2 ફેન્ચાઇઝીઓ દ્વારા મેદાનમાં ઉતારવામા આવી શકે છે.

મીડિયા રિપોર્ટનુસાર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સાથે ધોનીની કેપ્ટનશીપ ધરાવતી ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ની ફ્રેન્ચાઇઝીઓ સાથે આ અંગે વાતચીત ચાલી રહી છે. આ ઉપરાંત દિલ્હી કેપિટલ્સની ફેન્ચાઇઝી પણ UAE માં રમાનાર લીગમાં હિસ્સો બની શકે છે. IPL માં શાહરુખ ખાનની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) પણ તે છ પૈકીની એક ટીમ પોતાની ઉતારી શકે છે. જે કેરિબીયન પ્રિમિયર લીગ (CPL) માં પણ ટીમ ધરાવે છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

રિપોર્ટનુસાર, પ્રિમિયર લીગ T20 ટૂર્નામેન્ટમાં એક ટીમમાં સૌથી વઘારે આંતરાષ્ટ્રીય ખેલાડીઓને સામેલ કરવામાં આવશે. લીગમાં આ પ્રકારે વિશ્વના મોટા ખેલાડીઓને પણ આકર્ષિક કરશે. તેમજ ખેલાડીઓને એક મંચ અને આંતરરાષ્ટ્રીય અનુભવ પુરો પાડશે. UAE આ પહેલા પણ ભારતીય લીગની માફક શરુ કરવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે હવે IPL ફ્રેન્ચાઇઝીઓ હવે સામેલ થવાની સંભાવનાઓને લઇને યુઇએ ક્રિકેટ બોર્ડ ટૂર્નામેન્ટ શરુ કરવા માટે ઉત્સાહિત લાગી રહ્યુ છે.

આ પણ વાંચોઃ National Players : 8 વખત હોકી નેશનલ રમ્યો, હવે ચંપલ સીવવા મજબુર બન્યો, 2 ખેલાડી માછલી વેચીને ગુજરાન ચલાવે છે

આ પણ વાંચોઃ લાલ કિલ્લા પર ધ્વજવંદન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓલિમ્પિકમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ સાથે કરશે મુલાકાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">