લો બોલો, IPLમાં KKR સાથે રમનાર આ ખેલાડી નીકળ્યો બોગસ, પોલ ખુલતા થયો ફરાર, પોલીસે શરુ કરી શોધ

લો બોલો, IPLમાં KKR સાથે રમનાર આ ખેલાડી નીકળ્યો બોગસ, પોલ ખુલતા થયો ફરાર, પોલીસે શરુ કરી શોધ
Harpreet Singh Bhatia
Image Credit source: Twitter

આ ખેલાડીએ IPLમાં કુલ 4 મેચ રમી છે અને માત્ર 10ની એવરેજથી 20 રન બનાવ્યા છે. આઈપીએલમાં બાકીના ક્રિકેટરોની જેમ આ ખેલાડીને પણ કંઈક કરવું હતું, પરંતુ આ લીગમાં તેનું ક્રિકેટ સંપૂર્ણ રીતે ગોળ દેખાતું હતું.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

May 13, 2022 | 10:52 AM

આઈપીએલ એટલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League). જો આ લીગમાં કોઈ ખેલાડીનું નસીબ બને છે, તો ઘણા એવા છે જેઓ તેની ચમકમાં ખોવાઈ જાય છે. ભટકી જાય છે. તેઓ આવે છે તો ક્રિકેટ (Cricket) રમીને નામ કમાવા માટે, પરંતુ, મોટી રકમ જોઈને તેમનું ધ્યાન ક્રિકેટ પરથી હટી જાય છે. મેદાન પર તેનું પ્રદર્શન ફ્રેન્ચાઇઝી માલિકોને પસંદ આવ્યું નથી અને પછી તેને સલામી આપવામાં આવે છે. આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સાથે રમી ચૂકેલા આ ખેલાડીનું પણ કંઈક આવું જ છે, જે હવે ઘરે-ઘરે ભટકી રહ્યો છે. તેના પર બોગસ ખેલાડી હોવાનો આરોપ છે. તેની સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે અને, પોલીસ તેને શોધી રહી છે.

મીડિયા અહેવાલ અનુસાર આપણે વાત કરી રહ્યા છીએ હરપ્રીત સિંહ ભાટિયાની. જે IPL 2010માં KKRની ટીમનો ભાગ હતો. ત્યારબાદ તે 2011માં પૂણે વોરિયર્સ તરફથી IPL પણ રમ્યો હતો. આ બંને ટીમનો હિસ્સો રહેલા હરપ્રીતે આઈપીએલમાં કુલ 4 મેચ રમી છે અને માત્ર 10ની એવરેજથી 20 રન બનાવ્યા છે. તે સ્પષ્ટ છે કે તે અન્ય ક્રિકેટરોની માફક આઈપીએલમાં કરી બતાવવા માટે આવ્યો હશે, પરંતુ હરપ્રીતને કંઈક કરી દેખાડવામાં ખુબ મુશ્કેલી અનુભવવી પડી હશે.

છેતરપિંડીમાં ફસાયો ક્રિકેટર, પોલીસ શોધમાં

આઈપીએલને કારણે આ ખેલાડીને તો ચમક દમક ના મળી પરંતુ હવે તેનું નામ ચર્ચામાં છે. તેનું કારણ તેનું ક્રિકેટ નહીં પરંતુ તેની બનાવટ છે. તેના પર સરકારી નોકરી મેળવવા માટે છેતરપિંડી કરવાનો આરોપ છે. વર્ષ 2014માં હરપ્રીતે એકાઉન્ટન્ટની પોસ્ટ માટે B.Comની નકલી માર્કશીટ મુકી હતી. હવે જ્યારે અધિકારીઓને તેની માર્કશીટ પર શંકા ગઈ તો તેઓએ શંકાના આધારે તપાસ શરૂ કરી. પછી જે સત્ય બહાર આવ્યું એ પછી સૌ કોઈના હોશ ઉડી ગયા.

નકલી માર્કશીટથી નોકરી માટે અરજી કરી, ઘણા વિભાગોમાં કેસ નોંધાયા

હરપ્રીત સિંહ ભાટિયાએ સરકારી નોકરી માટે બુંદેલખંડ યુનિવર્સિટીની માર્કશીટમાં અરજી કરી હતી. પરંતુ જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે બુંદેલખંડ યુનિવર્સિટીએ કહ્યું કે તેના દ્વારા હરપ્રીતના નામે કોઈ માર્કશીટ જાહેર કરવામાં આવી નથી. આ મામલે પોલીસે હરપ્રીત સામે કલમ 420, 468, 467, 469, 470 અને 471 હેઠળ કેસ નોંધ્યો છે.

ડાબોડી બેટિંગ ઓલરાઉન્ડર હરપ્રીત સિંહ ભાટિયા આઈપીએલમાં 4 મેચ રમવા ઉપરાંત છત્તીસગઢ રણજી ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ છે. તેણે 70 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 4000 થી વધુ રન બનાવ્યા છે. તેના નામે 77 લિસ્ટ A મેચોમાં 2500 થી વધુ રન છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati