Cricket: 27 નવેમ્બર .. ક્રિકેટ જગતનો દુઃખદ દિવસ, માથામાં બાઉન્સર બોલ વાગવાથી મોત નિપજતા 25 વર્ષના શાનદાર ખેલાડીને ગૂમાવ્યો હતો

ફિલિપ હ્યુજીસ (Phillip Hughes Death) નું મૃત્યુ માત્ર ઓસ્ટ્રેલિયા માટે જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટ માટે એક મોટા આઘાત સમાન હતું.

Cricket: 27 નવેમ્બર .. ક્રિકેટ જગતનો દુઃખદ દિવસ, માથામાં બાઉન્સર બોલ વાગવાથી મોત નિપજતા 25 વર્ષના શાનદાર ખેલાડીને ગૂમાવ્યો હતો
Phillip Hughes Death
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 10:05 AM

27 નવેમ્બર…આ એ તારીખ છે જે ક્રિકેટ ઈતિહાસમાં બહુ મોટી દુર્ઘટના માટે યાદ કરવામાં આવે છે. દરેક ક્રિકેટ પ્રેમી, દરેક ખેલાડીને આંચકો આપનાર અકસ્માત. 2014માં આ દિવસે માત્ર 25 વર્ષના પ્રતિભાશાળી ક્રિકેટરે માથા પર બોલ વાગવાના કારણે દુનિયા છોડી દીધી હતી. વાત કરવામાં આવી રહી છે ઓસ્ટ્રેલિયાના સર્વશ્રેષ્ઠ ઓપનર ફિલિપ હ્યુજીસ ડેથ (Phillip Hughes Death) ની, જેની આજે 7મી વર્ષગાંઠ છે. ફિલિપ હ્યુજીસ શેફિલ્ડ શીલ્ડ મેચમાં ન્યૂ સાઉથ વેલ્સના ફાસ્ટ બોલર સીન એબોટના બાઉન્સર પર ઘાયલ થયો હતો.

બોલ તેના માથાના પાછળના ભાગે વાગ્યો હતો અને તે અકસ્માતના બે દિવસ પછી 27 નવેમ્બરે હ્યુજીસનું મૃત્યુ થયું હતું. ફિલિપ હ્યુજીસ તે અકસ્માતનો શિકાર કેવી રીતે બન્યો તે જાણતા પહેલા, તેની કારકિર્દીના આંકડાઓ પર એક નજર નાખો. જાણો કેવો પ્રતિભાશાળી ક્રિકેટર ઓસ્ટ્રેલિયાએ ગુમાવ્યો હતો. હ્યુજીસે પોતાની કારકિર્દીમાં 26 ટેસ્ટમાં 3 સદીના આધારે 1535 રન બનાવ્યા હતા.

વનડેમાં તેના બેટએ 2 સદી અને 4 અડધી સદીની મદદથી 826 રન બનાવ્યા હતા. હ્યુજીસ વધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો ન હતો, પરંતુ માત્ર 25 વર્ષની ઉંમરમાં આ ખેલાડીએ 114 ફર્સ્ટ ક્લાસ મેચમાં 26 સદીની મદદથી 9023 રન બનાવ્યા હતા. તે જ સમયે, લિસ્ટ Aમાં, હ્યુજીસે 8 સદીની મદદથી 3639 રન બનાવ્યા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હ્યુજીસ સાથે દર્દનાક અકસ્માત

25 નવેમ્બર 2014ના રોજ ઐતિહાસિક સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર શેફિલ્ડ શિલ્ડ મેચ ચાલી રહી હતી. આ ટક્કર દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચે હતી. ફિલ હ્યુજીસે શાનદાર અડધી સદી ફટકારી હતી અને તે 63 રને અણનમ રહ્યો હતો. પરંતુ પછી એક એવી ઘટના બની જેણે તમામ ક્રિકેટ ચાહકોના દિલને હચમચાવી નાખ્યા. ઝડપી બોલર સીન એબોટે બાઉન્સર ફેંક્યો અને ફિલ હ્યુજીસે હૂક શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ચૂકી ગયો. બોલ તેના માથાના પાછળના ભાગે વાગ્યો. હ્યુજીસે હેલ્મેટ પહેરી હતી પરંતુ બોલ તેની ગરદન અને હેલ્મેટ વચ્ચેના ગેપમાં વાગ્યો હતો. બોલ વાગતાની સાથે જ હ્યુજીસ જમીન પર પડી ગયો અને બેહોશ થઈ ગયો.

તરત જ એક હેલિકોપ્ટર મેદાન પર આવ્યું અને તેને એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. હ્યુજીસની સિડનીની સેન્ટ વિન્સેન્ટ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી પરંતુ તે કોમામાં સરી પડ્યા હતા. સમગ્ર ઓસ્ટ્રેલિયામાં હ્યુજીસના સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે બચી શક્યો ન હતો. હ્યુજીસનું 27 નવેમ્બરના રોજ અવસાન થયું હતું. હ્યુજીસનું નિધન તેના 26માં જન્મદિવસના 3 દિવસ પહેલા જ થયું હતું.

ડરબન ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી

ફિલ હ્યુજીસે માત્ર 20 વર્ષની ઉંમરે પોતાની બીજી ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. સામે દક્ષિણ આફ્રિકાની ટીમ હતી, જેમાં ડેલ સ્ટેન અને મોર્ને મોર્કેલ જેવા શાનદાર બોલરો હતા, પરંતુ હ્યુજીસે પ્રથમ દાવમાં 115 અને પછી બીજા દાવમાં 160 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ તે ટેસ્ટ મેચ જીતી હતી અને આ ખેલાડીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ફિલ હ્યુજીસ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી બન્યો હતો.

માત્ર ઉછાળવાળી પીચ પર જ નહીં, શ્રીલંકાના પ્રવાસ પર હ્યુજીસે કોલંબોમાં શાનદાર ટેસ્ટ સદી ફટકારી હતી. હ્યુજીસે શ્રીલંકા સામે તેની બંને વનડે સદી પણ ફટકારી હતી. હ્યુજીસને ઓસ્ટ્રેલિયાનો આગામી સુપરસ્ટાર માનવામાં આવતો હતો, પરંતુ માત્ર 25 વર્ષની ઉંમરમાં આ ખેલાડીએ બધાને છોડી દીધા.

આ પણ વાંચોઃ Suresh Raina’s Birthday: ‘મિસ્ટર IPL’ માટે છે આજે ખાસ દિવસ, ડેબ્યૂ મેચમાં જ શૂન્ય પર આઉટ થનારો આ બેટ્સમેન મિડલ ઓર્ડરમાં મજબૂત ભરોસો હતો

આ પણ વાંચોઃ IND vs RSA: ટીમ ઇન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર મંડરાયો ખતરો! કોરોના વાયરસના નવા વેરિયન્ટને લઇ આ દેશની ક્રિકેટ ટીમે સિરીઝ અધૂરી છોડી

g clip-path="url(#clip0_868_265)">