PBKS vs LSG Playing XI IPL 2022: પંજાબ કિંગ્સે ટોસ જીતી ફિલ્ડીંગ પસંગ કરી, લખનૌએ એક બેટ્સમેન ઘટાડ્યો, જુઓ બંને ટીમોની પ્લેયીંગ XI

PBKS vs LSG Toss and Playing XI News: પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો પુણેમાં ટકરાઈ રહી છે, પરંતુ આમાં બે મિત્રો પણ સામસામે રમતા જોવા મળશે. મેચનો ટોસ થઈ ચુક્યો છે અને જે પંજાબના પક્ષમાં રહ્યો છે.

PBKS vs LSG Playing XI IPL 2022: પંજાબ કિંગ્સે ટોસ જીતી ફિલ્ડીંગ પસંગ કરી, લખનૌએ એક બેટ્સમેન ઘટાડ્યો, જુઓ બંને ટીમોની પ્લેયીંગ XI
PBKS vs LSG: પંજાબે ટોસ જીત્યો, લખનૌ પ્રથમ બેટીંગ કરશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 7:31 PM

IPL 2022 માં આજે માત્ર બે ટીમો જ નહીં પરંતુ બે બેસ્ટ ફ્રેન્ડ્સ વચ્ચે પણ મેચ છે. હવેથી થોડા સમય પછી, પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (PBKS vs LSG) ની ટીમો પુણેમાં ટકરાશે, પરંતુ આમાં બે મિત્રો પણ સામસામે હશે. પંજાબના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) અને લખનૌના કેપ્ટન મયંક અગ્રવાલ (Mayank Agarwal) ની મિત્રતા સ્કૂલના દિવસોથી જ ચાલી રહી છે. બંને કર્ણાટક માટે સાથે રમ્યા છે, ટીમ ઈન્ડિયા માટે રમ્યા છે, આઈપીએલમાં પણ રમ્યા છે. પરંતુ 15મી સીઝનમાં તેઓ સામસામે છે. બંને મિત્રોની ટીમો વચ્ચે સિઝનમાં આ પ્રથમ મુકાબલો છે.

મેચમાં ટોસ થઈ ચુક્યો છે. જે પંજાબે જીત્યો છે અને લખનૌની ટીમને પ્રથમ બેટીંગ કરવા માટે આમંત્રણ આપ્યુ છે. પંજાબ કિંગ્સે આ મેચ પહેલા 8 મેચ રમી છે, જેમાં 4માં જીત અને 4માં હાર થઈ છે. આ ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં સાતમા નંબર પર છે. તે જ સમયે, લખનૌ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. તેણે અત્યાર સુધી રમાયેલી 8 મેચમાંથી 5 જીતી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

PBKS vs LSG Playing XI

પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગસ્ટન, જોની બેયરિસ્ટો, જીતેશ શર્મા, ઋષિ ધવન, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, સંદીપ શર્મા.

લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઈનિસ, ક્રુણાલ પંડ્યા, દીપક હુડા, આયુષ બદોની, જેસન હોલ્ડર, દુષ્મંતા ચમીરા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, અવેશ ખાન.

આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગર શહેરમાં નવો ટીપી રોડ બનશે, SOG એ 2.38 કીગ્રા માદક પદાર્થ સાથે આધેડ ઝડપ્યો

આ પણ વાંચો : IPL 2022: કાશ્મિર એક્સપ્રેસની કહાની છે કંઇક આવી, બીજાના શૂઝ પહેરી ટ્રાયલ આપ્યો હવે બેટ્સમેનના પગ થથરાવે છે, હેવ ટીમ ઈન્ડીયામાં મળી શકે છે મોકો!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">