AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ક્રિકેટર સ્મૃતિ મંધાનાને સિંગર પલાશે ભવ્ય અંદાજમાં કર્યું પ્રપોઝ, સામે આવ્યો અનસિન વીડિયો

પલાશ એ લગ્ન પહેલા સ્મૃતિ મંધાનાને એક મોટું સરપ્રાઇઝ આપ્યું હતું, નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ભવ્ય અંદાજમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું. આ એ જ જગ્યા છે જ્યાં ભારતીય મહિલા ટીમે 2025નો વર્લ્ડ કપ જીત્યો હતો. પલાશ મુચ્છલે પોતે આ ખાસ ક્ષણનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે

Video: ક્રિકેટર સ્મૃતિ મંધાનાને સિંગર પલાશે ભવ્ય અંદાજમાં કર્યું પ્રપોઝ, સામે આવ્યો અનસિન વીડિયો
Palash Muchhal Proposes Smriti Mandhana
| Updated on: Nov 21, 2025 | 2:45 PM
Share

ભારતીય મહિલા ટીમની ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાના ટૂંક સમયમાં સંગીતકાર પલાશ મુચ્છલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. ભારતીય ટીમને પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મંધાના 23 નવેમ્બરે લગ્ન કરવા જઈ રહી છે. મંધાના અને પલાશ ઘણા વર્ષોથી ડેટિંગ કરી રહ્યા છે. તાજેતરમાં સ્મૃતિ મંધાનાએ તેની સગાઈની વીંટી બતાવતો એક વીડિયો શેર કર્યો છે. હવે, પલાશ મુચ્છલે એક ખાસ વીડિયો શેર કર્યો છે જેમાં તે સ્મૃતિ મંધાનાને એક ખાસ જગ્યાએ પ્રપોઝ કરતો જોવા મળે છે.

પલાશ એ સ્મૃતિ મંધાનાને ભવ્ય અંદાજમાં કર્યું પ્રપોઝ

પલાશ એ લગ્ન પહેલા સ્મૃતિ મંધાનાને એક મોટું સરપ્રાઇઝ આપ્યું હતું, નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ભવ્ય અંદાજમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું. આ એ જ જગ્યા છે જ્યાં ભારતીય મહિલા ટીમે 2025નો વર્લ્ડ કપ જીત્યો હતો. પલાશ મુચ્છલે પોતે આ ખાસ ક્ષણનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે, જે ચાહકોમાં વાયરલ થઈ રહ્યો છે અને દરેક તેને પસંદ કરી રહ્યા છે.

વર્લ્ડકપ જીત્યો તે જ મેદાનમાં કર્યું પ્રપોઝ

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં, પલાશ તેની ગર્લફ્રેન્ડ સ્મૃતિ મંધાનાને પ્રપોઝ કરતો જોવા મળે છે. વીડિયોની શરૂઆત પલાશ અને સ્મૃતિના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં પ્રવેશથી થાય છે. સ્મૃતિએ આંખો પર પટ્ટી બાંધી છે. તેણીએ આંખ પર પટ્ટી કાઢી નાખતાની સાથે જ, પલાશ ઘૂંટણિયે બેસીને ગુલાબનો ગુલદસ્તો અને વીંટી સાથે તેને પ્રપોઝ કરે છે. સ્મૃતિ મંધાના આશ્ચર્યચકિત થઈ જાય છે અને હા કહે છે અને પછી પલાશના હાથે વીંટી પહેરે છે.

પલાશ અને મંધાના 2019થી સાથે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પલાશ મુછલ અને સ્મૃતિ મંધાના 2019 થી ડેટ કરી રહ્યા છે. તેઓ ઘણી વખત સાથે જોવા મળ્યા છે અને કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર સાથે ફોટા શેર કરી રહ્યા છે. તાજેતરમાં, પલાશ મુછલ 2025 મહિલા વર્લ્ડ કપ દરમિયાન સ્મૃતિ મંધના સાથે જોવા મળ્યા હતા. તેઓએ સાથે મળીને વિજયની ઉજવણી પણ કરી હતી.

હાર્દિક પંડ્યા અને મહિકા શર્માના પૂજાથી લઈને જીમમાં બંન્નેની કેમિસ્ટ્રી ચાહકોને પસંદ આવી, જુઓ ફોટો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
g clip-path="url(#clip0_868_265)">