AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીને એશિયા કપમાંથી બહાર કરી દેવામાં આવ્યો

રમીઝ રાજા જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો પ્રમુખ હતો ત્યારે તેમણે ધમકી આપી હતી કે જો એશિયા કપની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવશે તો પાકિસ્તાન ટૂર્નામેન્ટ નહીં રમે. આ પછી, તેણે તેની અધ્યક્ષપદની ખુરશી પણ ગુમાવી દીધી અને હવે તે ટૂર્નામેન્ટની કોમેન્ટ્રી પેનલમાંથી બહાર થઈ ગયો છે.

Asia Cup 2023: પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીને એશિયા કપમાંથી બહાર કરી દેવામાં આવ્યો
Ramiz Raja
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 1:42 PM
Share

થોડા મહિના પહેલા સુધી ટીમ ઈન્ડિયા પાકિસ્તાન (Pakistan) નહીં જાય તો એશિયા કપમાંથી ખસી જવાની ધમકી આપનાર રમીઝ રાજાને ટૂર્નામેન્ટની કોમેન્ટ્રી પેનલમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ટૂર્નામેન્ટના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સે કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી, જેમાં રવિ શાસ્ત્રી, વસીમ અકરમ, ગૌતમ ગંભીર, એન્ડી ફ્લાવર સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓ જોવા મળશે, પરંતુ દિગ્ગજોથી ભરેલી આ યાદીમાંથી રમીઝ રાજા (Pakistan)નું નામ ગાયબ છે.

એશિયા કપ હોસ્ટ કરવાને લઈ વિવાદ

એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે. મુલતાનમાં ઓપનિંગ મેચ પાકિસ્તાન અને ક્વોલિફાયર નેપાળ વચ્ચે રમાશે. જ્યારે ટીમ ઇન્ડિયા 2 સપ્ટેમ્બરે શ્રીલંકામાં પાકિસ્તાન સામે તેની પ્રથમ મેચ રમશે. ટીમ ઈન્ડિયાની તમામ મેચો શ્રીલંકામાં રમાશે. વાસ્તવમાં, આખી ટુર્નામેન્ટ પહેલા પાકિસ્તાનમાં રમવાની હતી, પરંતુ ભારતે સ્પષ્ટપણે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો, ત્યારબાદ શ્રીલંકાને સંયુક્ત યજમાન બનાવવામાં આવ્યું.

ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ધમકી

રમીઝ રાજાએ કોઈપણ રીતે પાકિસ્તાન સાથે હોસ્ટિંગ જાળવી રાખવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા હતા. તે ધમકી આપવા સુધી પણ ઉતરી ગયા હતા. તેણે ખુલ્લેઆમ ધમકી પણ આપી હતી. રમીઝ તે સમયે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ હતો. PCBના અધ્યક્ષ તરીકે તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે જો તેમની પાસેથી હોસ્ટિંગ છીનવી લેવામાં આવશે તો પાકિસ્તાનની ટીમ આ ટૂર્નામેન્ટમાંથી જ ખસી જશે.

આ પણ વાંચો : 12 વર્ષની ઉંમરે UAE તરફથી ડેબ્યૂ, ધ હન્ડ્રેડમાં મચાવી દહેશત, હવે ઈંગ્લેન્ડે આપી છે પોતાની ટીમમાં તક

PCBનું અધ્યક્ષ પદ ગુમાવવું પડ્યું

એટલું જ નહીં, રમીઝ રાજાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો તેમની ટીમ પણ વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય. જો કે આ પછી રમીઝ રાજાને તેનું પાકિસ્તાન ક્રીકટ બોર્ડનું અધ્યક્ષપદ પણ ગુમાવવું પડ્યું હતું અને તેમની જગ્યાએ નજમ સેઠીને ફરીથી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ જૂનમાં તેમણે પણ પદ છોડી દીધું હતું અને તેમના પછી જકા અશરફ અધ્યક્ષ બન્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">