12 વર્ષની ઉંમરે UAE તરફથી ડેબ્યૂ, ધ હન્ડ્રેડમાં મચાવી દહેશત, હવે ઈંગ્લેન્ડે આપી છે પોતાની ટીમમાં તક
ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામેની ODI અને T20 શ્રેણી માટે 17 વર્ષીય ખેલાડીને તક આપી છે. આ ખેલાડીએ 12 વર્ષની ઉંમરે T20માં ડેબ્યૂ કર્યું હતું. હવે તે ઈંગ્લેન્ડ તરફથી રમી અન્ય દેશ તરફથી રમશે.
ઈંગ્લેન્ડે (England) શ્રીલંકા સામે રમાનારી ODI અને T20 શ્રેણી માટે તેની મહિલા ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં પસંદગીકારોએ માહિકા ગૌર (England)ને તક આપી છે જેણે ઈંગ્લેન્ડના ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને બધાને પ્રભાવિત કર્યા છે.
17 વર્ષની માહિકા ઈંગ્લેન્ડ તરફથી રમશે
માહિકા ડાબા હાથની ફાસ્ટ બોલર છે અને તેની સ્વિંગ બોલિંગ માટે જાણીતી છે. 17 વર્ષની આ બોલરે 12 વર્ષની ઉંમરમાં T20માં ડેબ્યૂ કર્યું છે. જોકે, તેણે આ ડેબ્યૂ ઈંગ્લેન્ડ માટે નહીં પરંતુ UAE માટે કર્યું હતું. પરંતુ હવે તે ઈંગ્લેન્ડની ટીમ સાથે રમતી જોવા મળશે.
માહિકા ગૌરને ઈંગ્લેન્ડની ટીમમાં તક મળી
માહિકા 2019 થી 2022 સુધી UAE માટે રમી હતી. તેણે UAE માટે કુલ 19 T20 મેચ રમી જેમાં તેણે નવ વિકેટ ઝડપી. તે દક્ષિણ આફ્રિકામાં રમાયેલા ICC મહિલા T20 વર્લ્ડ કપમાં UAE તરફથી રમી હતી. પરંતુ તે પછી તેણે ઈંગ્લેન્ડ માટે રમવાનું શરૂ કર્યું. તેની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે તેથી તે ઈંગ્લેન્ડ તરફથી રમવા માટે લાયક છે.
17-year-old Mahika Gaur, who has been called up to England’s squad to face Sri Lanka, made her T20I debut for the UAE aged just 12 pic.twitter.com/Yets5gz8JN
— ESPNcricinfo (@ESPNcricinfo) August 18, 2023
ધ હન્ડ્રેડમાં કર્યું દમદાર પ્રદર્શન
માહિકાએ ઈંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડમાં તેના શાનદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે માન્ચેસ્ટર ઓરિજિનલ માટે ધ હન્ડ્રેડની તેની પ્રથમ સિઝનમાં શાનદાર રમત બતાવી હતી. આ સિવાય તે ઈંગ્લેન્ડ-A ટીમ સાથે સતત રમી રહી છે. તાજેતરમાં તે ઓસ્ટ્રેલિયા-A સામે રમાયેલી શ્રેણીમાં ઈંગ્લેન્ડ-A ટીમનો ભાગ હતી. માહિકા ઘણી ઉંચી છે અને તેથી તેના બોલમાં સારો ઉછાળો છે અને સાથે જ તે બોલને સ્વિંગ કરવામાં પણ સક્ષમ છે.
આ પણ વાંચો : નીરજ ચોપરાની નજર વધુ એક ગોલ્ડ મેડલ તરફ, હંગેરીમાં ઈતિહાસ રચવાની સુવર્ણ તક
માહિકા ગૌરની હાઇટ છ ફૂટ
ઈંગ્લેન્ડ ટીમના કોચ જોન લુઈસે તેના જોરદાર વખાણ કર્યા છે. તેણે કહ્યું કે માહિકા છ ફૂટ ઉંચી છે અને આવા બોલર મહિલા ક્રિકેટમાં ભાગ્યે જ જોવા મળે છે. કોચે કહ્યું કે તેણે સાબિત કર્યું છે કે તે નવા બોલથી ખતરનાક બની શકે છે.