AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાની ખેલાડીઓ ભારતના પૈસા પર જીવે છે, શોએબ અખ્તરનું મોટું નિવેદન, જુઓ Video

એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર વધુ દૂર નથી. આ મેચ 2 સપ્ટેમ્બરે રમાશે અને આ મેચ પહેલા શોએબ અખ્તરે એક મોટું નિવેદન આપ્યું છે, જેના પર પાકિસ્તાનમાં હંગામો થઈ શકે છે. શોએબ અખ્તરના આ વિવાદિત નિવેદન બાદ પાકિસ્તાનમાં હંગામો મચી શકે છે.

પાકિસ્તાની ખેલાડીઓ ભારતના પૈસા પર જીવે છે, શોએબ અખ્તરનું મોટું નિવેદન, જુઓ Video
Shoaib Akhtar
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 12:22 PM
Share

શોએબ અખ્તર (Shoaib Akhtar) તેની ફાસ્ટ બોલિંગ માટે જાણીતો હતો, પરંતુ નિવૃત્તિ બાદ તે પોતાના નિવેદનોને કારણે ખૂબ જ લોકપ્રિય રહે છે. શોએબ અખ્તર ઘણીવાર એવી વાતો કહે છે જેના પર કોઈને કોઈ વિવાદ (Controversy) થાય છે અને આ વખતે પણ આ પૂર્વ ક્રિકેટરે એવું જ કર્યું છે.

શોએબ અખ્તરનું વિવાદિત નિવેદન

શોએબ અખ્તરે એવું નિવેદન આપ્યું છે જે બાદ પાકિસ્તાનમાં ભારે હંગામો મચી શકે છે. શોએબ અખ્તરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, પાકિસ્તાનના ખેલાડીઓ ભારતના પૈસા પર જીવે છે. શોએબ અખ્તરે કહ્યું કે પાકિસ્તાન (Pakistan)ના ડોમેસ્ટિક ક્રિકેટરોને ભારતના પૈસાથી જ ફી મળે છે.

BCCI સૌથી અમીર બોર્ડ

શોએબ અખ્તરે વરિષ્ઠ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બોરિયા મજુમદાર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, વિશ્વ ક્રિકેટમાં BCCI કેટલી શક્તિશાળી છે. શોએબ સંમત થયો છે કે BCCIના પૈસા ICCને જાય છે અને ICC તે પૈસા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોકલે છે. તેના આધારે પાકિસ્તાનના ખેલાડીઓને ફી મળે છે.

વર્લ્ડ કપ 2023 હિટ રહેશે

શોએબ અખ્તરે કહ્યું કે વર્લ્ડ કપ 2023 સુપરહિટ થવાનો છે. અખ્તરે આગાહી કરી હતી કે BCCI આ વર્લ્ડ કપમાંથી ઘણી કમાણી કરશે. આ સાથે BCCIની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. આ વખતે વર્લ્ડ કપ ભારતમાં યોજાશે અને તે 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની ટક્કર 14 ઓક્ટોબરે થશે. જો બંને ટીમો સેમિફાઈનલ કે ફાઈનલમાં પહોંચે છે તો ત્યાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે સ્પર્ધા જોવા મળી શકે છે.

આ પણ વાંચો : IND vs IRE: જસપ્રીત બુમરાહે આયર્લેન્ડ સામે પુનરાગમન કરતા પહેલા કારકિર્દી ખતમ થવાની વાત કેમ કરી?

શોએબે કહ્યું- ટીમ ઈન્ડિયા પર દબાણ

શોએબ અખ્તરે કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન મેચમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયા પર દબાણ રહેશે. અખ્તરે કહ્યું કે મીડિયાના કારણે આ દબાણ સર્જાય છે. ટીમ ઈન્ડિયાની જીત માટે સતત દાવા કરવામાં આવે છે. સ્ટેડિયમો પણ ફેન્સથી ભરચક હોય છે. જેનો પાકિસ્તાનને ફાયદો થશે, કારણ કે પાકિસ્તાન આપમેળે ડાર્ક હોર્સ બની જાય છે અને તે તેમના ખેલાડીઓને મુક્તપણે રમવામાં મદદ મળે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
g clip-path="url(#clip0_868_265)">