Viral: માત્ર 8 હજાર રૂપિયા માટે વરસાદમાં પાકિસ્તાની ખેલાડીની નૌટંકી, જુઓ Video

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન પાકિસ્તાનનો બોલર હસન અલી મેદાન પર વરસાદના પાણીમાં દોડ્યો અને ડાઇવ લગાવી કવર પર સૂઈ પોઝ આપ્યો. તેના ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

Viral: માત્ર 8 હજાર રૂપિયા માટે વરસાદમાં પાકિસ્તાની ખેલાડીની નૌટંકી, જુઓ Video
Babar-Hassan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 9:58 PM

પાકિસ્તાની બોલર હસન અલી (Hassan Ali) નો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વરસાદમાં મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. હવે તેણે ખુલાસો કર્યો છે કે 8,000 રૂપિયા માટે તેણે મેદાનમાં વરસાદના પાણીમાં આ હરકત કરી હતી. હકીકતમાં, ગયા મહિને, પાકિસ્તાનની ટીમ શ્રીલંકાના પ્રવાસ પર હતી, જ્યાં પાકિસ્તાન (Hassan Ali) અને શ્રીલંકા વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ હતી. શ્રેણીની બીજી મેચ કોલંબોમાં રમાઈ હતી, જે વરસાદને કારણે રોકવામાં આવી હતી.

વરસાદમાં પાકિસ્તાની ખેલાડીની મસ્તી

આ ટેસ્ટના બીજા દિવસે વરસાદના કારણે મેદાનને ઢાંકવું પડ્યું હતું. જ્યારે બધા જ મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હસન અલીએ તે સમય પોતાની મસ્તી માટે કાઢ્યો. હસન બીજી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો. તે વરસાદ દરમિયાન કવર પર દોડતો જોવા મળ્યો હતો અને બાદમાં તેના પર ડાઈવ લગાવી પોઝ આપ્યો હતો. તે વરસાદમાં મસ્તી કરતો જોવા મળ્યો હતો.હવે હસન અલીએ ખુલાસો કર્યો કે આખરે તેણે આવું કેમ કર્યું હતું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હસન અલીને કવર પર ડાઈવ કરવાની ચેલેન્જ મળી

પાકિસ્તાની ફાસ્ટ બોલર હસન અલીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે વરસાદના કારણે મેચ ચાલુ થઈ નહીં. અમે બધા બાલ્કનીમાં બેઠા હતા. ત્યારે મેદાનમાં લાગેલ કવર પર સ્લાઇડ કરવાની વાત થઈ અને વાત વાતમાં વરસાદના પાણીમાં કવર પર ડાઈવ કરવાની ચેલેન્જ મળી. પછી શું હતું, હું ઊભો થયો અને ત્યાં જઈ કવર પર ડાઈવ મારી દીધી.

આ પણ વાંચો : ઈંગ્લેન્ડને પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ખેલાડી બન્યો RCBનો હેડ કોચ, બે દિગ્ગજોની છુટ્ટી

બાબર આઝમ પાસેથી હસન જીત્યો હતો

હસને સ્લાઈડ કરીને ચેલેન્જ (શર્ત) જીત્યો અને બાબર આઝમ પાસેથી 100 ડોલર એટલે કે 8200 રૂપિયા પણ જીત્યો હતો. પાકિસ્તાને કોલંબો ટેસ્ટ 4 દિવસમાં એક ઇનિંગ અને 222 રને જીતી લીધી હતી. જ્યારે પાકિસ્તાને શ્રેણીની પ્રથમ ટેસ્ટ 4 વિકેટે જીતી લીધી હતી. જો કે બંને મેચમાં હસન અલીને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">