AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈંગ્લેન્ડને પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ખેલાડી બન્યો RCBનો હેડ કોચ, બે દિગ્ગજોની છુટ્ટી

માઈક હેસન અને સંજય બાંગર 2019 થી રોયલ ચેલેન્જર્સ બેંગલોર સાથે સંકળાયેલા હતા અને ટીમને ત્રણ વખત પ્લેઓફમાં લઈ ગયા હતા પરંતુ ટીમ ટાઈટલ જીતી શક્યા નહોતા, તેથી ફ્રેન્ચાઈઝીએ આ બંનેનો કાર્યકાળ ન વધારવાનો નિર્ણય કર્યો અને જવાબદારી નવા વ્યક્તિને સોંપી છે.

ઈંગ્લેન્ડને પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ખેલાડી બન્યો RCBનો હેડ કોચ, બે દિગ્ગજોની છુટ્ટી
Royal Challengers Bangalore
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 8:39 PM
Share

અત્યાર સુધી IPL જીતવામાં નિષ્ફળ રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આગામી સિઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. RCBએ પોતાના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યા છે. RCBએ ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કોચ એન્ડી ફ્લાવર (Andy Flower) ને ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે RCBએ ટીમ ડાયરેક્ટર માઈક હેસન અને મુખ્ય કોચ સંજય બાંગરનો કાર્યકાળ ન વધારવાનો નિર્ણય લીધો છે અને બંનેનો આભાર માન્યો છે.

RCBએ સોશિયલ મીડિયા પર આપી જાણકારી

ફ્રેન્ચાઇઝીએ શુક્રવારે આ અંગે માહિતી આપી હતી. ફ્લાવર જોકે IPLમાં આ પહેલા પણ કામ કરી ચૂક્યો છે. ફ્લાવરે બેંગ્લોર પહેલા લખનૌ સુપરજાયન્ટ્સ સાથે કામ કર્યું છે. લખનૌને IPLમાં માત્ર બે વર્ષ થયાં છે અને આ ટીમ બનાવવામાં ફ્લાવરે મહત્વની ભૂમિકા ભજવી હતી. ફ્લાવરના કોચિંગમાં લખનૌએ સતત બંને વર્ષ (2022 અને 2023માં) પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું. લખનૌ પહેલા ફ્લાવરે પંજાબ કિંગ્સ સાથે પણ કામ કર્યું હતું.

ઈંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું

ઈંગ્લેન્ડ એવી ટીમ છે જેણે બે T20 વર્લ્ડ કપ જીત્યા છે. આ ટીમે 2010માં પોલ કોલિંગવૂડની કપ્તાની હેઠળ તેનો પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો હતો અને તે સમયે ફ્લાવર ટીમનો મુખ્ય કોચ હતો. કોઈપણ ફોર્મેટમાં ઈંગ્લેન્ડની આ પ્રથમ વર્લ્ડ કપ ટ્રોફી હતી. જ્યારે તેણે ઈંગ્લેન્ડની ટીમ છોડી ત્યારે તેણે કહ્યું હતું કે 2010માં ટીમ સાથે T20 વર્લ્ડ કપની જીત ઈંગ્લેન્ડની ટીમ સાથે વિતાવેલી શ્રેષ્ઠ પળોમાંથી એક છે. તેમના કોચ તરીકે ઈંગ્લેન્ડે 2010-11માં ઘરઆંગણે એશિઝ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવ્યું હતું અને ભારતમાં ટેસ્ટ શ્રેણીમાં પણ ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું.

આ પણ વાંચો : Viral: કેરળના બેટ્સમેને સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી સ્ટાઈલમાં કર્યું સેલિબ્રેશન, જુઓ Video

RCBને ચેમ્પિયન બનાવશે?

RCBની ટીમ ત્રણ વખત IPLની ફાઇનલમાં પહોંચી છે પરંતુ એક પણ વખત વિજેતા બની શકી નથી. એન્ડી ફ્લાવર મુખ્ય કોચ બન્યા બાદ RCBના ખિતાબના દુકાળને સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે. ફ્લાવર અગાઉ પણ IPLમાં કામ કરી ચૂક્યો છે. આ સિવાય તેણે વિશ્વની અન્ય ફ્રેન્ચાઈઝી લીગમાં કોચ તરીકે કામ કર્યું છે. તે વર્ષ 2020માં કેરેબિયન પ્રીમિયર લીગમાં સેન્ટ લુસિયા ઝુક્સ સાથે હતો. તે 2021માં પાકિસ્તાન સુપર લીગમાં મુલ્તાન-સુલ્તાન્સ સાથે હતો અને અહીંથી લખનઉ આવ્યો હતો. 2023માં તે ILT20 લીગમાં ગલ્ફ જાયન્ટ્સનો કોચ હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">