18 વર્ષની ઉંમરે ઇસ્લામ માટે નિવૃત્તિ, પાકિસ્તાની ક્રિકેટર આયેશા નસીમની ચોંકાવનારી જાહેરાત

આયશા નસીમે 18 વર્ષની ઉંમરે ક્રિકેટ છોડવા પાછળનું કારણ જણાવ્યું કે તે ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે. તેણે આ વર્ષે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સામે લાંબી સિક્સર ફટકારી હતી. આયેશા નસીમે ત્રણ વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

18 વર્ષની ઉંમરે ઇસ્લામ માટે નિવૃત્તિ, પાકિસ્તાની ક્રિકેટર આયેશા નસીમની ચોંકાવનારી જાહેરાત
Ayesha Naseem
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 11:50 PM

આ વર્ષની શરૂઆતમાં ટીમ ઈન્ડિયા સામે અને તે પહેલા ઓસ્ટ્રેલિયા સામે લાંબી સિક્સર ફટકારનારી પાકિસ્તાની ક્રિકેટર આયેશા નસીમે (Ayesha Naseem) 18 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈ લીધી છે. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડી વસીમ અકરમે પણ આયેશાની પ્રતિભાના વખાણ કર્યા હતા. તેણીને પાકિસ્તાન (Pakistan) મહિલા ક્રિકેટની આગામી સુપરસ્ટાર તરીકે ઓળખવામાં આવી રહી હતી, પરંતુ આયશા નસીમે કારકિર્દીની ટોચ પર નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા.

T20 વર્લ્ડ કપમાં ભારત સામે 43 રન ફટકાર્યા હતા

આયશા નસીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પણ પોતાના આ નિર્ણયની જાણકારી આપી છે. તે પાકિસ્તાન તરફથી T20 વર્લ્ડ કપ પણ રમી ચુકી છે. આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં વર્લ્ડ કપ રમાયો હતો. આ વર્લ્ડ કપમાં આયશા નસીમે ભારત સામે 25 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયા સામે પણ 20 બોલમાં 24 રન બનાવ્યા હતા, જેમાં આયશાએ 4 સિક્સ અને 1 ફોર પણ ફટકારી હતી.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

ઇસ્લામ માટે ક્રિકેટ છોડી દીધું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનની આ વિસ્ફોટક બેટ્સમેને નિવૃત્તિ લીધી કારણ કે તે ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે. તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કહ્યું કે તે ક્રિકેટ છોડી રહી છે અને ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે. આયેશા નસીમે લગભગ 3 વર્ષ પહેલા વર્ષ 2020માં થાઈલેન્ડ સામેની ODI મેચમાં રમી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

આ પણ વાંચો : IND vs WI: સિક્કો ઉછાળતાની સાથે જ રચાયો ઈતિહાસ, 3 ખેલાડીઓને મળ્યું ખાસ સ્થાન

ઇન્ટરનેશનલ રન 400ની નજીક

પાકિસ્તાન માટે તેણે 30 T20 મેચમાં 369 રન અને 4 ODI મેચમાં 33 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે રમાયેલી નોટઆઉટ 45 રનની ઇનિંગ આયેશાની ક્રિકેટ કારકિર્દીની સૌથી મોટી ઈનિંગ રહી છે. જ્યારે વર્લ્ડકપમાં ભારત સામે રમાયેલી અણનમ 43 રનની ઇનિંગ તેની કારકિર્દીની બીજી સૌથી મોટી ઇનિંગ સબીટ થઈ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">