IND vs PAK: વર્લ્ડ કપ પહેલા 16 દિવસમાં 3 વખત ભારત-પાકિસ્તાન સામ-સામે, જાણો ક્યારે થશે ટક્કર
એશિયા કપ 2023માં 6 ટીમો વચ્ચે 30 ઓગસ્ટથી મેચો શરૂ થશે. પહેલી મેચ પાકિસ્તાનના મુલ્તાનમાં રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 13 મેચો યોજાશે અને તેની ફાઈનલ 17 સપ્ટેમ્બરે શ્રીલંકાના કોલંબોમાં રમાશે. જેમાં બધાની જનાર 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચ પર રહેશે.
15 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની મેચ રમાશે. આ મેચ માટે ચાહકોમાં ઉત્સાહ અને ઉત્સુકતા વધી ગઈ છે. આના લગભગ દોઢ મહિના પહેલા બંને દેશોના ચાહકોને શાનદાર મેચનું ટ્રેલર જોવા મળશે, કારણ કે એશિયા કપ (Asia Cup 2023) માં ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાવાની છે. શ્રીલંકાના કેન્ડી શહેર આ મહા મુકાબલાનું સાક્ષી બનશે.
એશિયા કપનું શેડ્યૂલ જાહેર
એશિયા કપ 2023 ટૂર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી પાકિસ્તાન અને શ્રીલંકામાં શરૂ થશે. ઘણા વિવાદો અને રાહ જોયા બાદ આખરે એશિયા કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. બુધવાર, 19 જુલાઈના રોજ, એશિયન ક્રિકેટ કાઉન્સિલે 6 ટીમોની ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું. જેમાં દરેકની નજર ભારત-પાકિસ્તાન મેચની તારીખ પર ટકેલી છે.
The fixtures for #AsiaCup2023 are out! 🙌
A look at #TeamIndia‘s group stage matches 🔽 pic.twitter.com/W0RORs9qfa
— BCCI (@BCCI) July 19, 2023
2 સપ્ટેમ્બરે ભારત vs પાકિસ્તાન
દર વખતની જેમ આ વખતે પણ ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. નેપાળ ભારત અને પાકિસ્તાન સિવાય ગ્રુપ Aમાં ત્રીજી ટીમ છે. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ પાકિસ્તાન સાથે થશે, જે 2 સપ્ટેમ્બરે શ્રીલંકાના કેન્ડીમાં રમાશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા 4 સપ્ટેમ્બરે આ જ શહેરમાં નેપાળ સામે ટકરાશે.
એશિયા કપમાં ત્રણ વાર સામ-સામે ટકરાશે!
જો કે, તે નિશ્ચિત છે કે ભારત અને પાકિસ્તાન આગામી રાઉન્ડમાં એટલે કે સુપર-4માં પહોંચશે. હવે જો બધુ બરાબર થાય તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓછામાં ઓછી બે ટક્કર થઈ શકે છે. અને જો બંને ટીમો જોરદાર પ્રદર્શન કરે તો ચાહકોને માત્ર 16 દિવસમાં ત્રીજી વખત પણ ભારત-પાકિસ્તાનની મેચ જોવા મળી શકે છે.
The dates are finalised for the six-team Asia Cup that will be held in Pakistan and Sri Lanka 👊https://t.co/ruSlIlOWQv
— ICC (@ICC) July 19, 2023
શું 16 દિવસમાં 3 વખત ટક્કર થશે?
ત્રીજી વખત બંને ટીમોની ટક્કર થવાનું કારણ ટુર્નામેન્ટનું ફોર્મેટ છે. એવું માનવામાં આવે છે કે ગ્રુપમાં નેપાળ જેવી ટીમ હોવાને કારણે ભારત અને પાકિસ્તાનનું સુપર-4માં પહોંચવું 99 ટકા નિશ્ચિત છે. આમાં ઉલટફેરની માત્ર એક ટકા શક્યતા છે. જો બંને આગળના રાઉન્ડમાં પહોંચશે તો તેમની વચ્ચે ટક્કર થશે કારણ કે સુપર-4માં દરેક ટીમને અન્ય ત્રણ ટીમો સામે ટકરાવાનું છે. ગ્રુપ Aની ટીમો 10 સપ્ટેમ્બરે કોલંબોમાં સુપર-4માં ટકરાશે.
આ પણ વાંચો : IND vs PAK: પાકિસ્તાન-A ટીમ સામે ટીમ ઈન્ડિયાના યુવા સ્પિનરે 3 બોલમાં 2 વિકેટ ઝડપી મચાવ્યો તરખાટ
એશિયા કપ ફાઇનલમાં થઈ શકે છે ટક્કર
ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રીજી ટક્કર ફાઈનલમાં થઈ શકે છે. આ માટે ભારત અને પાકિસ્તાને સુપર-4 માં પ્રથમ અને બીજા સ્થાને રહેવું પડશે કારણ કે ફોર્મેટ મુજબ સુપર-4માં પ્રથમ અને બીજા સ્થાને રહેલી ટીમો જ ફાઈનલ રમશે. જો આમ થશે તો 17 સપ્ટેમ્બરે કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર થશે છે અને આ વખતે ટાઈટલ માટે ટક્કર થશે.