Ban vs Pak: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની T20 સિરીઝમાં પોલંપોલ, પાકિસ્તાની બોલરોની ઝડપ જોઇ ચાહકો લોટપોટ થઇ ગયા
પાકિસ્તાન અને બાંગ્લાદેશ (Pakistan Vs Bangladesh) વચ્ચે T20 સિરીઝ રમાઇ રહી છે, ઢાકામાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ઘર આંગણે બાંગ્લાદેશની ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાનની ટીમ (Pakistan Cricket Team) હાલમાં બાંગ્લાદેશના પ્રવાસે છે. જ્યાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ (Pakistan Vs Bangladesh) વચ્ચે T20 મેચની સિરીઝ રમાઇ રહી છે. જેની પ્રથમ મેચ બાંગ્લાદેશના ઢાકમાં રમાઇ હતી. જે મેચ પાકિસ્તાને 4 વિકેટે જીતી લીધી હતી. આમ ઘર આંગણે જ બાંગ્લા ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ દરમ્યાન બોલરોના બોલની ઝડપને લઇને ગોલમાલ જોવા મળી હતી. ટીવી સ્ક્રિન પર પણ બોલની ઝડપના આંકડા દર્શાવીને હાસ્યાસ્પદ સ્થિતી સર્જી દીધી હતી.
મેચમાં કંઈક એવું બન્યું જેણે મેચ જોનારા ક્રિકેટ ચાહકોને દંગ કરી દીધા. ઢાકાના શેરે બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાની સ્પિનરે 148 કિમી પ્રતિ કલાક ની ઝડપે બોલ ફેંક્યો હતો. જેણે પણ આ મેચ જોઇ તે ખરેખર દંગ રહી ગયા હતા. આ બોલનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મોહમ્મદ નવાઝે 148 કિમી/કલાકની ઝડપે બોલ ફેંક્યો!
બાંગ્લાદેશ સામેની પ્રથમ T20માં પાકિસ્તાને મોહમ્મદ નવાઝ સાથે બોલિંગની શરૂઆત કરી હતી. મોહમ્મદ નવાઝે પહેલો બોલ ફેંકતાની સાથે જ તેની સ્પીડ જોઈને બધા દંગ રહી ગયા. નવાઝના આ બોલની સ્પીડ સ્પીડો મીટર પર 148 કિમી પ્રતિ કલાકની ઝડપે નોંધવામાં આવી હતી. આ જોઈને ચાહકો દંગ રહી ગયા, જોકે તેમને એ સમજવામાં લાંબો સમય ન લાગ્યો કે તે સ્પીડો મીટરની ખામી હતી.
#PakvsBan@mnawaz94 bowling at lightening pace. 92MPH. Who needs @iShaheenAfridi to run in hard from so far when nawaz can bowl effortlessly from 4 steps at 92mph. pic.twitter.com/BNPWtzC0Tq
— Umaid Asif عمید آصف (@umaid_asif) November 19, 2021
હસન અલીના બોલની ઝડપ 219 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી
આ મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીના બોલની સ્પીડ જોઈને ચાહકો પણ દંગ રહી ગયા હતા. હસન અલીએ પોતાની પ્રથમ ઓવરમાં ફેંકેલા બોલની ઝડપ 219 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી. તમને જણાવી દઈએ કે દુનિયામાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ પાકિસ્તાનના શોએબ અખ્તરના નામે છે. અખ્તરે ઈંગ્લેન્ડ સામે 161.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકવામાં આવ્યો હતો.
@RealHa55an breaks @shoaib100mph record by bowling a 219kph delivery @BCBtigers what’s up with that ball speed radar.
Congratulations @TheRealPCBMedia@TheRealPCB#BANvPAK pic.twitter.com/9pdUHGkcBz
— (@JSMubi) November 19, 2021
હસન અલીનો આ બોલ શોએબ અખ્તરથી લગભગ 60 કિમી દૂર છે. પ્રતિ કલાક ઝડપી હતી. જોકે, સ્પીડો મીટરની ખામીને કારણે આ ઝડપ જોવા મળી હતી.