AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ટેસ્ટની ટીમ’ છે કે ‘ગલી ક્રિકેટની’? પાકિસ્તાની ક્રિકેટ સાવ નીચલા સ્તર પર આવી ગયું, ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને કરી ‘આકરી ટીકા’

શું પાકિસ્તાનનું ટેસ્ટ ક્રિકેટ હવે સાવ નીચલા સ્તર પર આવી ગયું છે? લોર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાનની ટીમ માત્ર 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. પહેલી ટેસ્ટની શરમજનક હાર બાદ ફ્લોપ પ્રદર્શન ચાલુ રહેતા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને આકરા પ્રહારો કર્યા છે. પાકિસ્તાની બેટર્સના આ શરમજનક પ્રદર્શનને જોઈને લોકો ખરેખરમાં હેરાન છે. તેમની તરફથી ઇંગ્લેન્ડને કોઈ જ પડકાર મળી રહ્યો નથી.

'ટેસ્ટની ટીમ' છે કે 'ગલી ક્રિકેટની'? પાકિસ્તાની ક્રિકેટ સાવ નીચલા સ્તર પર આવી ગયું, ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને કરી 'આકરી ટીકા'
Image Credit source: Cricinfo
| Updated on: Aug 29, 2026 | 8:44 PM
Share

ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં પાકિસ્તાનની ટીમ પોતાની પહેલી ઇનિંગ્સમાં માત્ર 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલા ઇંગ્લેન્ડે પાકિસ્તાનને પહેલી ટેસ્ટમાં ઇનિંગ્સ અને 103 રનથી હરાવ્યું હતું. તે મેચમાં પણ પાકિસ્તાનની ટીમ પહેલી ઇનિંગ્સમાં 171 અને બીજી ઇનિંગ્સમાં 135 રન જ બનાવી શકી હતી.

પાકિસ્તાની બેટિંગની સખત ટીકા

આ દરમિયાન ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને પાકિસ્તાનની બેટિંગની સખત ટીકા કરી છે. વૉને પાકિસ્તાનની બેટિંગની સરખામણી ‘સેકન્ડ ડિવિઝન કાઉન્ટી ક્રિકેટ’ સાથે કરી છે.

માઇકલ વૉને ઇંગ્લેન્ડના બોલરોની પ્રશંસા કરતા કહ્યું કે, આ એક સારું બોલિંગ એટેક છે અને તેમાં ઘણી ક્ષમતા છે. મને લાગે છે કે, તેઓ બધા હજુ વધુ સારા થઈ શકે છે. તમારી પાસે ચાર બોલર સારી બોલિંગ કરી રહ્યા હોય, તો આ ઇંગ્લિશ ક્રિકેટ માટે ખૂબ જ સારા સંકેત છે. આગળ તો હજુ ઘણું બધું બાકી છે.

પાકિસ્તાનની બેટિંગ વેરવિખેર થઈ ગઈ

વૉને કહ્યું, “હું પૂરી ઇમાનદારીથી કહીશ. ઇંગ્લેન્ડના બોલરોને બિલકુલ પણ પડકાર મળી રહ્યો નથી. પાકિસ્તાનનું બેટિંગ લાઇનઅપ કદાચ સૌથી સરળ બેટિંગ લાઇનઅપ છે. મને લાગે છે કે, એક બોલર તરીકે, તેઓ બધા બોલિંગ કરવા માટે લાઇનમાં ઊભા છે. તેમને ખબર છે કે, ત્યાં વિકેટો મળી રહી છે. ઓલી રોબિન્સન, જોફ્રા આર્ચર અને જોશ ટંગે પાકિસ્તાનની બેટિંગને વેરવિખેર કરી દીધી છે.”

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને આગળ કહ્યું, “મને લાગે છે કે, પાકિસ્તાન મોટો સ્કોર નહીં બનાવે, તેથી તમે માત્ર 40 થી 50 ઓવર માટે જ મેદાન પર હશો. આથી તમે દરેક સ્પેલમાં તમારું સર્વસ્વ આપી દેશો. તમે જો રૂટ પાસે જઈને કહેશો, અરે હું વધુ એક ઓવર નાખીશ. ત્યાં ઘણી બધી વિકેટ ઉપલબ્ધ છે.”

પાકિસ્તાનની બેટિંગ છે કે સેકન્ડ ડિવિઝન કાઉન્ટી ક્રિકેટ?

તેમણે ઉમેર્યું, “આ ખૂબ સરળ છે. તેઓ હજુ પણ સારું કામ કરી રહ્યા છે અને હજુ પણ ખૂબ ખતરનાક દેખાઈ રહ્યા છે. મને લાગે છે કે, ઇંગ્લેન્ડ બોલર્સ ખૂબ જ સારું પર્ફોર્મ કરી રહ્યા છે. જો તેઓ આ જ રીતે આગળ વધતા રહેશે, તો વધુ સારી બેટિંગ લાઇનઅપને પણ પડકાર આપશે. જો કે, આ પાકિસ્તાનની બેટિંગ છે કે પછી સેકન્ડ ડિવિઝન કાઉન્ટી ક્રિકેટ છે? તેમની બેટિંગ જોઈને એવું નથી લાગતું કે, આ ટેસ્ટ મેચની બેટિંગ લાઇનઅપ છે.”

રોહિત-વિરાટ, વૈભવ સહિતના ખેલાડીઓ સપ્ટેમ્બરમાં મેદાનમાં જોવા મળશે, જાણો ક્યાં-ક્યારે રમાશે મેચો !

Follow Us
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા
છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર
છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર
ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત
ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત
વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ
વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ
દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'
દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'
અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video
અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
g clip-path="url(#clip0_868_265)">