AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video

Breaking News: અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2026 | 1:17 PM
Share

બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં એક માઈભક્તે માતાજી પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરતાં મોટી માત્રામાં સોનાનું દાન કર્યું છે. ભક્તે કુલ 167.270 ગ્રામ સોનું માતાજીના ચરણોમાં અર્પણ કર્યું હતું. લાખો રૂપિયાની કિંમતનું સોનું દાન કરવામાં આવતા મંદિર પરિસરમાં પણ આ અંગે ચર્ચા જોવા મળી હતી.

સોનાની લગડી અને ટુકડા અર્પણ

માઈભક્ત દ્વારા દાનમાં સોનાની બે લગડી તેમજ સોનાના બે ટુકડા આપવામાં આવ્યા છે. દાનમાં મળેલા સોનાનું કુલ વજન 167.270 ગ્રામ નોંધાયું છે. ભક્તે પોતાની માનતા અથવા શ્રદ્ધા પૂર્ણ કરવા માટે માતાજીને આ સોનાનું દાન કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સોનાની કિંમત રૂ. 24.75 લાખ

મંદિરમાં અર્પણ કરવામાં આવેલા સોનાની અંદાજિત કિંમત રૂ. 24.75 લાખ હોવાનું સામે આવ્યું છે. અંબાજી મંદિરમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને પોતાની શ્રદ્ધા મુજબ માતાજીને વિવિધ પ્રકારનું દાન અર્પણ કરતા હોય છે. આ દરમિયાન વધુ એક ભક્તે લાખો રૂપિયાનું સોનું અર્પણ કરી પોતાની આસ્થા વ્યક્ત કરી છે.

ભક્તે ઓળખ રાખી ગુપ્ત

આટલી મોટી કિંમતનું સોનું દાન કરનાર ભક્તે પોતાની ઓળખ જાહેર ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મંદિર તંત્ર દ્વારા પણ ભક્તની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. અંબાજી મંદિરમાં સમયાંતરે ભક્તો દ્વારા સોના-ચાંદી સહિતની કિંમતી વસ્તુઓનું દાન કરવામાં આવે છે.

ટેમ્પલ ઈન્સ્પેક્ટરે દાન સ્વીકાર્યું

માઈભક્ત દ્વારા અર્પણ કરવામાં આવેલા સોનાનું દાન અંબાજી મંદિરના ટેમ્પલ ઈન્સ્પેક્ટરે સ્વીકાર્યું હતું. મંદિર તંત્ર દ્વારા દાનમાં મળેલા સોનાની નિયમ મુજબ નોંધ અને જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ દાન ફરી એકવાર અંબાજી પ્રત્યે ભક્તોની અતૂટ શ્રદ્ધા અને આસ્થાને ઉજાગર કરે છે.

આ પણ વાંચો- Ahmedabad Breaking News : અમદાવાદના નરોડા GIDCમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે, મેયર પણ પહોંચ્યા ! જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">