Pakistan ક્રિકેટ સ્ટેડિયમના 8 સિક્યોરિટી કેમેરાની થઈ ચોરી, લોકોએ કહ્યું- ભિખારીસ્તાન

પાકિસ્તાન સુપર લીગ પર નજર રાખવા માટે સ્ટેડિયમમાં સિક્યોરિટી કેમેરા લગાવવામાં આવ્યા હતા, જેની ચોરી થઈ ગઈ છે. સ્ટેડિયમની અંદરથી ચોરો લાખોનો સામાન લઈ ગયા હતા.

Pakistan ક્રિકેટ સ્ટેડિયમના 8 સિક્યોરિટી કેમેરાની થઈ ચોરી, લોકોએ કહ્યું- ભિખારીસ્તાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 5:11 PM

દુનિયાની તમામ લીગ પોતાની રમતના કારણે ચર્ચામાં રહે છે. આખી દુનિયામાં ખેલાડીઓના પ્રદર્શનની ચર્ચા થાય છે, પરંતુ પાકિસ્તાન સુપર લીગ કદાચ રમતના કારણે ચર્ચામાં રહેતી લીગમાં સામેલ નથી. જ્યારથી પીએસએલની આ સિઝન શરૂ થઈ છે, ત્યારથી તે રમત કરતાં વધુ વિચિત્ર કારણોસર હેડલાઇન્સમાં રહે છે. મેદાનની બહાર સુરક્ષા, મેદાનની અંદર ખેલાડીઓની સ્ટાઈલ છવાય છે.

બાબર આઝમ ક્યારેક રન લેતી વખતે મજાકના મૂડમાં આવી જાય છે. ક્યારેક હસન અલી કેમેરા સામે સાથી ખેલાડીનો ગાલ ખેંચીને ભાગી જાય છે. હવે આ લીગ દરમિયાન જે બન્યું તે અલગ જ છે. લીગ પર નજર રાખવા માટે ગદ્દાફી સ્ટેડિયમમાં સિક્યોરિટી કેમેરા લગાવવામાં આવ્યા હતા, જે દરેક હિલચાલ પર નજર રાખતા હતા, પરંતુ સ્ટેડિયમની અંદરથી જ 8 સિક્યુરિટી કેમેરાની ચોરી થઈ હતી.

લાખોના માલ સામાનની ચોરી

સ્ટેડિયમની અંદરથી માત્ર સિક્યોરિટી કેમેરાની જ ચોરી થઈ નથી, પરંતુ કેટલીક જનરેટરની બેટરી અને ફાઈબર કેબલ, સીસીટીવી ફૂટેજ અને પીએસએલ મેચના મોનિટરિંગ માટે જરૂરી વસ્તુઓની પણ ચોરી થઈ હતી. અહેવાલો અનુસાર ચોરાયેલા સામાનની કિંમત લાખો રૂપિયામાં છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

પોલીસ તપાસમાં જોડાઈ

ચોરીની ઘટના સ્ટેડિયમની બહાર લાગેલા સીસીટીવીમાં રેકોર્ડ થઈ છે, જેમાં ચોર સામાન લઈને ભાગી જતા જોવા મળે છે. આ પછી આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધવામાં આવી હતી, જ્યાં કેસની તપાસ ચાલી રહી છે. આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને અધિકારીઓના સત્તાવાર નિવેદનની પણ રાહ જોવાઈ રહી છે. આ ચોરી બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

લોકો કહી રહ્યા છે આમ પણ કેમેરા બંધ હતા. લોકો સીસીટીવીની ચોરીને લઈ પોતાની કોમેન્ટ શેર કરી રહ્યા છે. PSLના આ તબક્કામાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં 4 મેચો રમાવાની છે. આ પછી ક્વોલિફાયર, એલિમિનેટર અને ફાઈનલ બંને લાહોરમાં જ રમાશે. ચોરીની આ ઘટના પછી ગુલબર્ગ પોલીસ સ્ટેશનમાં 2 અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે તપાસ ચાલી રહી છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">