AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs BAN: પાકિસ્તાને બાંગ્લાદેશ સામેની સિરીઝ માટે હારિસ રઉફ સહિત 4 ખેલાડીઓને ટીમમાંથી બહાર ફેંકી દીધા

Pakistan vs Bangladesh: બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે પાકિસ્તાનની ટીમમાં ઈમામ-ઉલ-હક, બિલા આસિફ અને કામરાન ગુલામની વાપસી.

PAK vs BAN: પાકિસ્તાને બાંગ્લાદેશ સામેની સિરીઝ માટે હારિસ રઉફ સહિત 4 ખેલાડીઓને ટીમમાંથી બહાર ફેંકી દીધા
Pakistan Cricket Team
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 8:35 AM
Share

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup) માં શાનદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર હરિસ રઉફ (Haris Rauf) ને પાકિસ્તાની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. બાંગ્લાદેશ (Pakistan vs Bangladesh) સામેની ટેસ્ટ શ્રેણી માટે હરિસ રઉફને ટીમમાં સ્થાન મળ્યું નથી. તેમના સિવાય પાકિસ્તાનના અનુભવી લેગ સ્પિનર ​​યાસિર શાહ અને શાહનવાઝ દહાની (Shahnawaz Dahani) ને પણ ટીમની બહાર રાખવામાં આવ્યા છે.

પાકિસ્તાનના પસંદગીકારોએ સોમવારે ઓપનર ઇમામ-ઉલ-હક અને ઑફ-સ્પિનર ​​બિલાલ આસિફની વાપસી સાથે 20 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. કામરાન ગુલામને પણ ટીમમાં તક મળી છે.

મુખ્ય પસંદગીકાર મોહમ્મદ વસીમે કહ્યું કે, યાસિરની જગ્યાએ બિલાલની પસંદગી કરવામાં આવી છે. યાસિર હાલમાં અંગૂઠાની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. આ ઈજાને કારણે તે ઘરેલું ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટ કાયદ-એ-આઝમ ટ્રોફીમાં પણ રમી શકશે નહીં. પસંદગીકારોએ ઑફ-સ્પિનર ​​સાજિદ ખાન અને લેગ-સ્પિનર ​​ઝાહિદ મહમૂદનો પણ સમાવેશ કર્યો છે. જ્યારે યુવા ઝડપી બોલર શાહનવાઝ દહાનીને ડેબ્યૂ કરવાની તક આપ્યા વિના બહાર કરવામાં આવ્યો છે. તે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ટીમનો ભાગ હતો.

બાંગ્લાદેશની સ્થિતિ જોઈને ટીમ પસંદ કરી-પાક સિલેક્ટર

બાંગ્લાદેશ પ્રવાસ પર પાકિસ્તાને પહેલી ટેસ્ટ 26 થી 30 નવેમ્બર (ચિટાગોંગ) અને બીજી ટેસ્ટ 4 થી 8 ડિસેમ્બર (ઢાકા) રમવાની છે. મોહમ્મદ વસીમે કહ્યું, ‘અમે ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ બાંગ્લાદેશની સ્થિતિ અને તેના સંભવિત ખેલાડીઓને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરી છે.

બાંગ્લાદેશ તેની ધરતી પર એક મજબૂત ટીમ છે, પરંતુ અમારી પાસે સારું પ્રદર્શન કરવા માટે સંસાધનો, પ્રતિભા અને અનુભવ છે. અમે અહીં ગતિ મેળવવા અને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી સુધી તેને ચાલુ રાખવા માંગીએ છીએ. જે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે. તેઓ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા હતા.

બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ માટેની પાકિસ્તાનની ટીમ

બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વાઈસ-કેપ્ટન), અબ્દુલ્લા શફીક, આબિદ અલી, અઝહર અલી, બિલાલ આસિફ, ફહીમ અશરફ, ફવાદ આલમ, હસન અલી, ઈમામ-ઉલ હક, કામરાન ગુલામ , મોહમ્મદ અબ્બાસ, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, નૌમાન અલી, સાજિદ ખાન, સરફરાઝ અહેમદ, સઈદ શકીલ, શાહીન શાહ આફ્રિદી, અને ઝાહિદ મહમૂદ.

આ પણ વાંચોઃ IND vs NZ: ભારત vs ન્યુઝીલેન્ડ T20 મેચની ટિકિટો ખરીદવા રાંચીમાં ક્રિકેટ ચાહકોની પડાપડી, 12 કલાક લાઇનમાં ઉભા રહેવુ પડ્યુ

આ પણ વાંચોઃ IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે રમાનારી T20 મેચના સ્થળે પહોંચ્યો એમએસ ધોની, વાયરલ થવા લાગ્યો માહિ નો Video

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">